ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મમતા મરી પરવારી, નર્મદા કાંઠેથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ, પોલીસે કાર્યવાહી શરૂ કરી

દુઃખદ / મમતા મરી પરવારી, નર્મદા કાંઠેથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ, પોલીસે કાર્યવાહી શરૂ કરી

Published By: Vishal Khamar
Reported By: Gaurav Patel

Last Updated: 05:15 PM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચના અંકલેશ્વરમાં નર્મદા નદીકાંઠેથી નવજાતનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આ સમગ્ર મામલે બાળકીની હત્યા કે તરછોડાઈ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT

અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારે એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. નદી કિનારે માછીમારી કરી રહેલા માછીમારોની નજર બિનવારસી હાલતમાં પડેલા મૃતદેહ પર પડતાં તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી

ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી અને તેમની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. ટીમ દ્વારા નવજાત બાળકીના મૃતદેહને પોલીસને સોંપવામાં આવ્યો હતો.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો

પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. બાળકીનું મૃત્યુ કયા સંજોગોમાં થયું અને મૃતદેહ નદી કિનારે કોણ મૂકી ગયું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનની જેલમાં ગીર સોમનાથના કોબા ગામના માછીમારનું નિધન, મૃતકના પરિવારને મળ્યો પત્ર

પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી

નવજાત બાળકીના મૃતદેહને બિનવારસી હાલતમાં છોડી જનાર વ્યક્તિની ઓળખ કરી તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે. હાલ પોલીસે આસપાસના વિસ્તારની માહિતી એકત્રિત કરી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bharuch news Ankleshwar newborn baby death Narmada riverbank

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ