ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં ભાજપ નેતાએ જ રક્ષાબંધનના દિવસે સાડીથી ગળેફાંસો ખાધો, દીકરીઓનો તહેવાર માતમમાં ફેરવાયો

મોરબી / ગુજરાતમાં ભાજપ નેતાએ જ રક્ષાબંધનના દિવસે સાડીથી ગળેફાંસો ખાધો, દીકરીઓનો તહેવાર માતમમાં ફેરવાયો

Published By: Hiralal Parmar
Reported By: Dev Sanaliya

Last Updated: 05:19 PM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીમાં ભાજપ આગેવાને પોતાના ઘરે જ સાડીથી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી હતી.

ADVERTISEMENT

મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ભાજપના જિલ્લા યુવા મોરચાના મીડિયા સેલના સહ-ઇન્ચાર્જે રક્ષાબંધનના દિવસે પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવના ભાજપ આગેવાનને ભાગીદાર અને વ્યાજખોરે ભાગીદારીમાં ચરાડવા ગામે ચા - નાસ્તાની હોટલ શરૂ કરી ધંધો બરાબર ન ચાલતા વ્યાજે પૈસા આપી બાદમાં કાર પડાવી લઈ પરત નહિ આપતા ભાજપ આગેવાને અંતિમ પગલું ભર્યાનું સામે આવતા બન્ને વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે બન્ને વ્યાજખોરોને ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાજપ આગેવાને સાડીથી ગળેફાંસો ખાધો

મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટી મેઈન શેરીમાં રહેતા ઈલાબા અમૃતસિંહ જાડેજા મૃતકના પત્નીએ આરોપીઓ મયુરસિંહ દિલીપભાઈ ચૌહાણ રહે ચરાડવા અને યુવરાજ ઉર્ફે લાલભાઈ રહે કોંઢ તા. ધ્રાંગધ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 28 ના રોજ ફરિયાદી ઈલાબા પોતાના ઘરે હાજર હતા પતિ અને દીકરી રૂમમાં સુતા હતા સાસુ રસીક્બા માનસિક અસ્થિર હોય જેથી ઘરના ઉપરના માળે રૂમમાં રહે છે રક્ષાબંધન તહેવાર હોવાથી ઘરનું કામકાજ કરીને નજીકમાં કૌટુંબિક જેઠ શક્તિસિંહ રહેતા હોય જેના દીકરાઓને રાખડી બાંધવા જવાનું હતું દીકરી માન્યતાને તૈયાર કરતી હતી ત્યારે પતિ જાગ્યા હતા અને કહેવા લાગ્યા તમે તૈયાર થઈને ક્યાં જાવ છો જેથી મોટાભાઈના ઘરે માન્યતાને લઈને રાખડી બાંધવા જતા હોવાનું જણાવ્યું હતું રાખડી બાંધી પરત આવતા ઘરનો દરવાજો ખુલ્લો હતો અને પતિ હોલમાં પંખા સાથે સાડીથી ગળેફાંસો ખાધેલ હાલતમાં લટકતા જોવા મળ્યા હતા.

વધુ વાંચો : ગુજરાતમાં આ જીવલેણ રોગમાં થયો ચિંતાજનક વધારો, ઈમરજન્સી કોલમાં 202%નો વધારો

પઠાણી ઉઘરાણી કરતાં ભર્યું અંતિમ પગલું

અમૃતસિંહે આઠેક માસ પૂર્વે મયુરભાઈ ડોડીયા સાથે ચા નાસ્તાની દુકાન ભાડેથી દુકાન રાખી ધંધો શરુ કર્યો હતો ધંધો બરોબર નહિ ચાલતા ખોટ જતા પતિએ મયુરસિંહ ચૌહાણના સગા કોંઢ ગામના યુવરાજભાઈ (લાલાભાઈ) પાસેથી રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર વ્યાજે લીધા હતા પતિ સમયસર વ્યાજ ચુકવતા હતા અને ચરાડવા ગામે ચા નાસ્તાનો ધંધો કર્યો હતો જે બંધ થઇ જતા યુવરાજ પાસેથી મયુરસિંહના કહેવાથી વ્યાજે લીધેલ રૂપિયાનું વ્યાજ નહિ ચૂકવી સકતા પતિની બલેનો ગાડી યુવરાજ અને મયુરસિંહ બંને છેલ્લા બે મહિનાથી લઇ લીધી છે અને પતિને ફોનમાં ફરિયાદીની હાજરીમાં વ્યાજે લીધેલ રૂપિયા ચૂકવી આપો અથવા વ્યાજ ચૂકવી આપો તો તમને તમારી ગાડી આપી દેશું આમ બંને ઇસમોએ અવારનવાર પતિ પાસે વ્યાજે લીધેલ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હેરાન કરતા કંટાળી પતિ અમૃતસિંહ દાનુભા જાડેજાએ આપઘાત કર્યો હતો અમૃતસિંહ (ઓમદેવસિંહ) જાડેજા ભાજપ આગેવાન હતા. તેઓએ અગાઉ મોરબી-માળિયા વિધાનસભા આઈ.ટી. સેલના ઈન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળી હતી. તેમજ હાલ તેઓ મોરબી જિલ્લા યુવા મોરચા મીડિયા સેલના સહ-ઈન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમના અવસાનને પગલે જિલ્લા ભાજપ પ્રમુખ સહિતનાએ શોક વ્યક્ત કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News morbi bjp leader news Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ