ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં લોકોએ પોલીસ સ્ટેશનમાં 263 તીક્ષ્ણ હથિયાર જમા કરાવ્યાં, કોઈ જાતે મૂકી ગયું કોઈએ કચરામાં નાખ્યાં

ક્રાઈમ / અમદાવાદમાં લોકોએ પોલીસ સ્ટેશનમાં 263 તીક્ષ્ણ હથિયાર જમા કરાવ્યાં, કોઈ જાતે મૂકી ગયું કોઈએ કચરામાં નાખ્યાં

Published By: Hiralal Parmar
Reported By: Dipak Solanki

Last Updated: 05:47 PM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં લોકોએ પોલીસ સ્ટેશનમાં 263 તીક્ષ્ણ હથિયાર જમા કરાવ્યાં છે જે સલામત શહેર બનવા તરફ સારુ પગલું છે.

ADVERTISEMENT

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ક્રાઇમ રેટ ઘટે તે હેતુસર અમદાવાદ શહેર પોલીસે સમર્પણથી સુરક્ષા અભિયાન શરૂ કર્યું .બે દિવસ માં શહેરના પૂર્વ વિસ્તારમાંથી 263 હથિયારો નાગરિકોએ પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાં હતા. તીક્ષ્ણ હથિયારો નાગરિકોને પોલીસ સ્ટેશન માં જમા કરાવવા પોલીસે અભિયાન ચલાવ્યું હતું જેમાં તલવાર , છરી ધાર્યા સહિત ના હથિયારો પોલીસ સમક્ષ જમા કરાવ્યા છે.

લોકો આપમેળે હથિયારો મૂકી ગયા

સેક્ટર 2 ના 22 પોલીસ સ્ટેશન માં હથિયારો જમા થયા છે.ખાસ કરીને લોકો મહોલ્લાના કોમન સ્પેસ માં હથિયારો મૂકી ગયા તો ક્યાંક હથિયાર સમર્પણ કરવા માટે કચરા પેટીમાં પણ ગુનેગારો હથિયાર મુકી સમર્પણ કર્યું. નાઇટ ડ્રાઈવ માં પણ ગુનેગારો પાસે થી હથિયારો મળતા તેને જપ્ત કરવામાં આવ્યા છે .જોઇન્ટ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિઓ પાસે હથિયાર હોય તો સમર્પણ કરવા પોલીસની અપીલ છે.

હવે ગમે ત્યારે ચેકિંગ કરાશે

પોલીસ હવે માત્ર હથિયારો જમા કરાવવાથી અટકવાની નથી. પોલીસ આ તમામ વિસ્તારોમાં ગમે ત્યારે સરપ્રાઈઝ ચેકિંગ કરશે જો ચેકિંગ દરમિયાન કોઈ વ્યક્તિ પાસેથી ગેરકાયદેસર રીતે હથિયાર મળી આવશે તો તેની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આથી પોલીસે લોકોને પોતાની પાસે રહેલા હથિયારો સ્વેચ્છાએ પોલીસને સોંપી દેવાની અપીલ કરી છે.

વધુ વાંચો : ગુજરાતમાં આ જીવલેણ રોગમાં થયો ચિંતાજનક વધારો, ઈમરજન્સી કોલમાં 202%નો વધારો

શું ખરેખર રીઢા ગુનેગારોએ હથિયાર જમા કરાવ્યા હશે?

સવાલ અહીં એ ઉભો થાય છે કે શું હથિયાર ખરેખર આ પ્રકારે રીઢા ગુનેગારો એ જમા કરાવ્યા હશે. જો સોશિયલ મીડિયા અને પોલીસની અપીલથી જ આટલા હથિયાર જમા થતા હોય તો રીઢા ગુનેગારો પાસે કેટલા હશે ? શું એ હથિયાર જમા થયા હશે. બે દિવસ પહેલા જ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હદમાં આવેલ.ઠક્કરનગર વિસ્તાર માં પેરોલ પર આવેલા આરોપી એ એક વ્યક્તિ ને જાહેર માં છરી ના ઘા ઝીંકી હત્યા કરી હતી ...જો એ હથિયાર જપ્ત થયા હોત તો હત્યા ને અંજામ ના અપાયો હોત.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat News Gujarat Breaking News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ