ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / NSE IPO પહેલાં SBIનો મોટો દાવ, 30,000 કરોડના મેગા IPOમાં 1% હિસ્સો વેચશે

બિઝનેસ / NSE IPO પહેલાં SBIનો મોટો દાવ, 30,000 કરોડના મેગા IPOમાં 1% હિસ્સો વેચશે

Published By: Nirav Kumar

Last Updated: 06:51 PM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SBI અને તેની સબસિડિયરી NSEના 30,000 કરોડના આગામી IPOમાં કુલ 1 ટકા સુધીની હિસ્સેદારી વેચવાની તૈયારીમાં છે. જેમાં બેંકનું હોમ લોન પોર્ટફોલિયો પણ ટૂંક સમયમાં 10 લાખ કરોડ રૂપિયાની સીમા પાર કરશે.

ADVERTISEMENT

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાઅને તેની સબસિડિયરી SBI કેપિટલ માર્કેટ્સ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના આગામી મોટા IPOમાં પોતાની હિસ્સેદારી વેચવાની તૈયારીમાં છે. આ IPOની સાઈઝ આશરે 30,000 કરોડ રૂપિયાનું રહેવાની અપેક્ષા છે.

SBIના ચેરમેને આ અંગે પુષ્ટિ આપી છે. તેમના જણાવ્યા અનુસાર બેંક અને તેની સહયોગી કંપની મળીને OFS મારફતે કુલ 1 ટકા સુધીની હિસ્સેદારી વેચશે. જેમાં SBI પોતે આશરે 0.65 ટકા અને SBI કેપિટલ માર્કેટ્સ 0.35 ટકા હિસ્સો વેચશે. જેમાં બીજા શેરહોલ્ડર્સની ભાગીદારી પર આ આંકડો થોડો ઓછો પણ થઈ શકે છે.

હાલમાં NSEમાં SBIની 3.23 ટકા અને SBI કેપિટલ માર્કેટ્સની 4.33 ટકા હિસ્સેદારી છે. જેમાં ચેરમેને સ્પષ્ટ કર્યું કે હમણાં બેંકની બીજી કોઈ સબસિડિયરીના મોનેટાઇઝેશન કે IPOની તાત્કાલિક યોજના નથી.

આ સાથે ચેરમેને SBI મ્યુચ્યુઅલ ફંડના તાજેતરના IPOની સફળતા પણ યાદ કરાવી હતી. જેમાં વિદેશી પાર્ટનર અમુન્ડી સાથે મળીને લગભગ 10 ટકા હિસ્સો વેચવામાં આવ્યો હતો. 9800 કરોડ રૂપિયાના આ પબ્લિક ઓફરને 42 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. આ લિસ્ટિંગ બાદ SBIની હિસ્સેદારી 61.76 ટકાથી ઘટીને 55.46 ટકા થઈ ગઈ હતી.

વધુ વાંચો : 5000 રૂપિયાની SIPથી 5 વર્ષમાં કેટલાય રૂપિયા ભેગા થશે? સમજો આખું ગણિત

બીજી તરફ હોમ લોન સેગમેન્ટમાં SBIની મજબૂત પકડ છે. જેમાં ચાલુ ક્વોર્ટરમાં બેંકનું હોમ લોન પોર્ટફોલિયો 10 લાખ કરોડ રૂપિયાની મોટી સીમા પાર કરી લેશે. ગયા નાણાકીય વર્ષમાં તેને 9 લાખ કરોડનો આંકડો પાર કર્યો હતો. હોમ લોનમાં બેંકની માર્કેટ હિસ્સેદારી આશરે 28 ટકા છે અને દેશભરમાં 460થી વધુ હોમ લોન પ્રોસેસિંગ સેન્ટર્સ કાર્યરત છે. જેમાં ચેરમેનના મતે હોમ લોન માત્ર બેંકિંગ પ્રોડક્ટ નથી. રિયલ એસ્ટેટ સેક્ટર પર 200થી વધુ ઉદ્યોગો આધારિત છે તેથી તે ભારતની આર્થિક વૃદ્ધિનો મહત્વનો હિસ્સો છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SBI Capital State Bank of India next IPO

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ