ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / દક્ષિણ-પશ્ચિમ દિશામાં રબર પ્લાન્ટ, સ્નેક પ્લાન્ટ સહિત આ 4 છોડ રાખવા શુભ, ઘરમાં આવશે પોઝિટિવિટી અને સમૃદ્ધિ
7 ફોટો ગેલેરી
Last Updated: 03:10 PM, 30 August 2026
1/7
વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશાને સ્થિરતા અને મજબૂતી સાથે જોડવામાં આવે છે. આ દિશામાં કેટલાક ખાસ છોડ રાખવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ જળવાઈ રહેવાની માન્યતા છે. જો તમે પણ ઘરમાં છોડ લગાવવાનું વિચારી રહ્યા છો તો દક્ષિણ-પશ્ચિમ દિશા માટે આ 4 છોડ પસંદ કરી શકો છો. રબર પ્લાન્ટથી લઈને જેડ પ્લાન્ટ સુધીના આ છોડ ઘરની સુંદરતા પણ વધારે છે.
2/7
રબર પ્લાન્ટ ઘરની અંદર સરળતાથી ઉગાડી શકાય છે. તેની મોટી અને ઘાટીલી લીલી પાંદડીઓ ઘરને સુંદર લુક આપે છે. વાસ્તુની માન્યતા અનુસાર દક્ષિણ-પશ્ચિમ દિશામાં રબર પ્લાન્ટ રાખવો શુભ માનવામાં આવે છે. આ છોડને એવી જગ્યાએ રાખવો જોઈએ જ્યાં તેને પૂરતી રોશની મળી શકે. તેની પાંદડીઓ પર ધૂળ જામી ન જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.
ADVERTISEMENT
3/7
સ્નેક પ્લાન્ટ એવા છોડમાંથી એક છે જેની વધારે કાળજી લેવાની જરૂર પડતી નથી. તેને વારંવાર પાણી આપવાની પણ જરૂર હોતી નથી. તેની સીધી અને મજબૂત પાંદડીઓ ઘરની સજાવટ માટે પણ સારી માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર દક્ષિણ-પશ્ચિમ દિશામાં સ્નેક પ્લાન્ટ રાખવો સકારાત્મક ઊર્જા અને સ્થિરતા સાથે જોડવામાં આવે છે.
4/7
જેડ પ્લાન્ટને વાસ્તુમાં ધન અને સમૃદ્ધિ સાથે જોડીને જોવામાં આવે છે. તેના નાના અને જાડા લીલા પાંદડા તેને આકર્ષક બનાવે છે. માન્યતા અનુસાર દક્ષિણ-પશ્ચિમ દિશામાં જેડ પ્લાન્ટ રાખવાથી ઘરમાં આર્થિક સ્થિરતા અને સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે છે. જોકે આ છોડમાં વધારે પાણી ન નાખવું જોઈએ કારણ કે વધુ પાણીથી છોડને નુકસાન થઈ શકે છે.
ADVERTISEMENT
5/7
6/7
વાસ્તુ અનુસાર દક્ષિણ-પશ્ચિમ દિશાને પૃથ્વી તત્વ સાથે જોડવામાં આવે છે. તેથી અહીં ભૂરા, બેજ, માટી અથવા ટેરાકોટા રંગના ગમલા રાખવા શુભ માનવામાં આવે છે. મોટા છોડ માટે મજબૂત અને ભારે ગમલો રાખી શકાય છે. સાથે જ ઘરમાં મરેલો કે મુંઝાયેલો છોડ લાંબા સમય સુધી ન રાખવો જોઈએ. સુકાઈ ગયેલી પાંદડીઓ દૂર કરતા રહેવું જોઈએ અને છોડની જરૂરિયાત પ્રમાણે પાણી તથા રોશની આપવી જોઈએ. વાસ્તુની માન્યતાઓ અનુસાર આ દિશામાં કાંટાવાળા છોડ અને ખૂબ વધારે ફેલાતી વેલ લગાવવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ