ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મોરવા હડફમાં ઘરની છત પર દીપડો આવી બેસતા ફફડા, અંધારું થતાં જંગલ તરફ ચાલ્યો ગયો
Last Updated: 03:13 PM, 30 August 2026
ADVERTISEMENT
પંચમહાલ: મોરવા હડફ તાલુકાના નાગલોદ ગામમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગામમાં એક ઘરની છત પર દીપડો આવી ચઢતાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
ADVERTISEMENT
સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી
મળતી માહિતી મુજબ, દીપડો અચાનક ગામમાં આવી પહોંચ્યો હતો અને ત્યારબાદ એક ઘરની છત પર અડિંગો જમાવ્યો હતો. દીપડાને છત પર બેઠેલો જોઈ સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.
ADVERTISEMENT
આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો
ADVERTISEMENT
દીપડાની હાજરીના સમાચાર મળતાં આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ સાવચેતી રાખી ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું અને વન વિભાગની ટીમને જાણ કરી હતી.
અંધારું થતાં જ દીપડો ત્યાંથી નીકળી જંગલ તરફ ગયો
ADVERTISEMENT
જોકે, અંધારું થતાં જ દીપડો ત્યાંથી નીકળી જંગલ તરફ વાટ પકડી ગયો હતો. દીપડો નજરે પડતાં સ્થાનિકોમાં ચિંતા સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
ગામ લોકોએ વિસ્તારમાં દીપડાની અવરજવર અંગે વન વિભાગ દ્વારા જરૂરી તકેદારી અને દેખરેખ રાખવામાં આવે તેવી માંગ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.