ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / 13 વર્ષની IAS સેવા બાદ દિવ્યા મિત્તલે આપ્યું રાજીનામું, કહ્યું- ‘પોતાના માટે જોયેલા સપના પૂરા થયા, હવે લોકો માટે...
Last Updated: 11:45 AM, 30 August 2026
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશ કેડરની 2013 બેચની IAS અધિકારી દિવ્યા મિત્તલે રવિવારે પોતાની સરકારી સેવાને અલવિદા કહી દીધી. રાજીનામા સાથે તેમણે પોતાની 13 વર્ષની સફર અને આ દરમિયાન મળેલા અનુભવોને યાદ કર્યા. તેમણે જણાવ્યું કે હવે પોતાના માટે જોયેલા સપના પૂરા થઈ ચૂક્યા છે અને તે લોકો માટે જોયેલા સપનાઓને જીવવા માંગે છે.
ADVERTISEMENT
દિવ્યા મિત્તલે પોતાની પોસ્ટમાં લખ્યું કે તેઓ સામાન્ય પરિવારમાં ઉછર્યા હતા અને એક સારું તથા સફળ જીવન જીવવાનું સપનું જોયું હતું. દિવસ-રાત મહેનત કરીને તેમણે IIT દિલ્હી અને IIM બેંગલુરુમાંથી અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમને લંડનમાં નોકરી મળી હતી.જોકે લંડનમાં સારી નોકરી અને સફળતા મળ્યા બાદ પણ તેમને કંઈક અધૂરું લાગતું હતું. પોતાના દેશથી દૂર રહેવાનું તેમને ખટકતું હતું. તેમણે લખ્યું કે તેમના શિક્ષણ અને આત્મવિશ્વાસ સહિત જે કંઈ મળ્યું છે તે આ દેશની માટીનું ઋણ છે. આ ઋણ ચૂકવવા માટે તેઓ ભારત પરત ફર્યા અને IAS અધિકારી બનવાનું સૌભાગ્ય મળ્યું.
ADVERTISEMENT
IAS અધિકારી તરીકેની પોતાની સફરને યાદ કરતાં દિવ્યા મિત્તલે દેવરિયા અને મિર્ઝાપુરમાં મળેલા અનુભવોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે લખ્યું કે દેવરિયાએ તેમને શીખવ્યું કે સાચાની સાથે ઊભા રહેવું કોઈ વિકલ્પ નથી પરંતુ કર્તવ્ય છે.મિર્ઝાપુરે તેમને શીખવ્યું કે ‘અશક્ય’ કોઈ હકીકત નથી પરંતુ માત્ર એક અભિપ્રાય છે. મા વિંધ્યવાસિનીના ચરણોમાં બેસીને તેમને સમજાયું કે શક્તિ કોઈ પદથી નહીં પરંતુ લોકોના વિશ્વાસ અને આશીર્વાદથી મળે છે.
ADVERTISEMENT
દિવ્યા મિત્તલે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે તેમની સૌથી મોટી શીખ એ રહી કે પોતાના માટે જોયેલા સપના પૂરા થઈ ગયા છે. હવે તેઓ પોતાના લોકો માટે જોયેલા સપનાઓને જીવવા માંગે છે.તેમણે લખ્યું કે સાચો સંતોષ ત્યારે મળ્યો જ્યારે કોઈ પરિવારને પહેલી વખત જમીનનો અધિકાર મળ્યો. કોઈ દિવ્યાંગ વ્યક્તિને સન્માન સાથે જીવવાની તક મળી અથવા કોઈ ખેડૂતના ખેતરમાં પાણી પહોંચ્યું. તેમના કહેવા પ્રમાણે દરેક સરકારી ફાઇલની પાછળ એક વ્યક્તિ હોય છે અને તેની ગરિમા જાળવવી એ જ સાચો ન્યાય છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નવી સ્ટડીમાં ડોડા, કિશ્તવાડ, પુંછ, રાજૌરી અને રામબન સૌથી સંવેદનશીલ, ભારે વરસાદથી વધશે લેન્ડસ્લાઇડનો ખતરો
ADVERTISEMENT
દિવ્યા મિત્તલે પોતાની પોસ્ટમાં કહ્યું કે શરૂઆતમાં તેમને લાગતું હતું કે તેઓ લોકોને કંઈક આપવા માટે આવી છે. પરંતુ સમય જતાં તેમને સમજાયું કે સૌથી વધુ તેમણે પોતે જ મેળવ્યું છે.તેમણે જણાવ્યું કે લોકો તેમની ખુશીમાં તેમના કરતાં પણ વધારે ખુશ થતા હતા. જ્યારે તેઓ પોતે થાકી જતા અથવા તૂટી જતા ત્યારે પણ લોકોએ તેમના પર વિશ્વાસ જાળવી રાખ્યો. આ વિશ્વાસે તેમને સતત આગળ વધવાની હિંમત આપી.
ADVERTISEMENT
રાજીનામાની જાહેરાત કરતાં દિવ્યા મિત્તલે એક ભાવુક ઘટનાને પણ યાદ કરી. તેમણે લહુરિયા દહની પહાડી પરની એક વૃદ્ધ મહિલાનો ઉલ્લેખ કર્યો. તેમના ગામમાં પહેલીવાર પાણી પહોંચ્યું ત્યારે તે મહિલાએ કંઈ કહ્યું નહોતું પરંતુ કાંપતા હાથથી દિવ્યા મિત્તલના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા.દિવ્યા મિત્તલે લખ્યું કે આજે પદ છૂટી ગયું છે પરંતુ તે સ્પર્શ જીવનભર તેમની સાથે રહેશે. સાથે જ દેશની માટીએ આપેલું સપનું પણ તેમની સાથે રહેશે. 13 વર્ષની IAS સેવા બાદ તેમણે રાજીનામું આપ્યું છે પરંતુ લોકો સાથે જોડાયેલા તેમના અનુભવો અને દેશ માટે કંઈક કરવાની ઈચ્છા આગળ પણ તેમની સફરનો ભાગ રહેશે. દિવ્યા મિત્તલે રાજીનામા પાછળ કોઈ એક ખાસ કારણ જાહેર કર્યું નથી. તેમની પોસ્ટ પરથી એટલું સ્પષ્ટ થાય છે કે 13 વર્ષની સરકારી સેવા બાદ હવે તેઓ પોતાના જીવનના નવા તબક્કામાં પ્રવેશવા માંગે છે. તેમણે પોતાની પોસ્ટમાં સેવા દરમિયાન મળેલા લોકોના પ્રેમ અને વિશ્વાસને પોતાની સૌથી મોટી કમાણી ગણાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ