ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / નેપાળના વિનાશક પૂરમાં મૃતકોની ઓળખ માટે NFSUની ટીમ રવાના, DNA ટેસ્ટથી પરિવારજનોને મળશે મૃતદેહ
Last Updated: 07:36 AM, 30 August 2026
ADVERTISEMENT
નેપાળમાં આવેલા વિનાશક પૂરે ભારે તબાહી મચાવી છે. આ કુદરતી આફતમાં શનિવાર સાંજ સુધીમાં 600થી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 2,000થી વધુ લોકો ગુમ હોવાની માહિતી સામે આવી છે. આવી સ્થિતિમાં મૃતકોની ઓળખ કરવી અને તેમના મૃતદેહ પરિવારજનોને સોંપવા માટે DNA પરીક્ષણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ કામમાં મદદ કરવા માટે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એટલે કે NFSUની 10 સભ્યોની ટીમ શનિવારે સાંજે હવાઈ માર્ગે નેપાળના કાઠમંડુ જવા રવાના થઈ હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ટીમનો મુખ્ય હેતુ પીડિતોના શરીરમાંથી જૈવિક નમૂનાઓ એકત્રિત કરવાનો અને તેમના DNA પ્રોફાઇલ તૈયાર કરવાનો રહેશે. આ DNA પ્રોફાઇલની મદદથી મૃતકોની ઓળખ કરવામાં આવશે, જેથી ઓળખ થયા બાદ મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી શકાય. ટીમ નેપાળ પહોંચ્યા બાદ ત્યાંની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે અને જરૂર જણાશે તો સ્થળ પર જ એક કામચલાઉ પ્રયોગશાળા પણ સ્થાપિત કરવામાં આવશે.
ADVERTISEMENT
અહેવાલ અનુસાર વિદેશ મંત્રાલય અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ બાદ COE DNA ફોરેન્સિક્સના વડા ભાર્ગવ પટેલના નેતૃત્વ હેઠળ આ ટીમની રચના કરવામાં આવી છે. ટીમ કેન્દ્ર સરકારના ચાલુ રાહત અને બચાવ પ્રયાસો સાથે સંકલન કરીને કામ કરશે. ડૉ. જેએમ વ્યાસે જણાવ્યું કે ટીમ નેપાળ પહોંચ્યા બાદ ત્યાંની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે. જો જરૂર પડશે તો એક કામચલાઉ લેબ બનાવવામાં આવશે. નમૂનાઓ NFSU ખાતે પણ પ્રક્રિયા કરવામાં આવશે. પીડિતોના સંબંધીઓને નજીકની સુવિધા મળી રહે તે માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
DNA પરીક્ષણ દ્વારા કોઈ વ્યક્તિની ઓળખ કરવાની પ્રક્રિયામાં મૃતક પાસેથી મળેલા જૈવિક નમૂનાઓ અને તેના નજીકના સંબંધીઓના DNA નમૂનાઓની સરખામણી કરવામાં આવે છે. આ પ્રક્રિયા ખાસ કરીને એવી પરિસ્થિતિમાં ઉપયોગી બને છે, જ્યાં મૃતદેહની સામાન્ય રીતે ઓળખ કરવી મુશ્કેલ હોય.
ADVERTISEMENT
આ પહેલા પણ અમદાવાદમાં Al171 વિમાન દુર્ઘટનાના ભોગ બનેલા લોકોની ઓળખ કરવા માટે NFSU અને ફોરેન્સિક સાયન્સ ડિરેક્ટોરેટ, ગુજરાતને જવાબદારી સોંપવામાં આવી હતી. તે સમયે નિષ્ણાતોએ ક્રેશ સ્થળેથી મેળવેલા ભોગ બનેલા લોકોના DNAને તેમના નજીકના સંબંધીઓના લોહીના નમૂનાઓ સાથે મેચ કર્યા હતા. DNA મેચ થયા બાદ મૃતદેહોની ઓળખ કરીને તેમને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : FSSAIએ એવરેસ્ટ અને લાલજી ગોધુની હીંગ પર મૂક્યો પ્રતિબંધ, લેબ ટેસ્ટમાં નાપાસ
ADVERTISEMENT
હવે નેપાળમાં પણ NFSUની ટીમ આવી જ ફોરેન્સિક પ્રક્રિયા દ્વારા મૃતકોની ઓળખ કરવામાં મદદ કરશે. ટીમ જરૂરિયાત પ્રમાણે નમૂનાઓ એકત્રિત કરશે, DNA પ્રોફાઇલ તૈયાર કરશે અને આ સમગ્ર પ્રક્રિયા નેપાળમાં ચાલી રહેલા રાહત અને બચાવ કાર્ય સાથે સંકલનમાં કરશે. નેપાળમાં મોટી સંખ્યામાં લોકોનાં મોત અને હજારો લોકો ગુમ હોવાની સ્થિતિમાં આ ટીમની કામગીરી મૃતકોની ઓળખ અને તેમના પરિવારજનો સુધી મૃતદેહ પહોંચાડવામાં મહત્વની સાબિત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ