ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / હવામાન વિભાગનું મોટું એલર્ટ: દેશના 26 રાજ્યોમાં 90 કિમીની ઝડપે પવન સાથે મુસળધાર વરસાદની આગાહી

photo-story

8 ફોટો ગેલેરી

Monsoon 2026 / હવામાન વિભાગનું મોટું એલર્ટ: દેશના 26 રાજ્યોમાં 90 કિમીની ઝડપે પવન સાથે મુસળધાર વરસાદની આગાહી

Last Updated: 12:16 AM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 30 ઓગસ્ટના રોજ દેશના 26 રાજ્યોમાં ભારે વરસાદ અને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાવાની ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે.

1/8

photoStories-logo

1. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 30 ઓગસ્ટના રોજ દેશના 26 રાજ્યોમાં ભારે વરસાદ અને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાવાની ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉત્તરી હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સર્જાયેલા ચક્રવાતી પવનોના કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ) અને પૂર્વ-પશ્ચિમ ભારતના રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ચોમાસાનો કહેર

દેશના 26 રાજ્યોમાં અતિભારે વરસાદ અને 90 કિમીની ઝડપે વાવાઝોડાનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશભરમાં ચોમાસું પૂરજોશમાં સક્રિય થતાં હવામાન વિભાગે (IMD) 30 ઓગસ્ટ માટે મોટું અપડેટ જાહેર કર્યું છે. નીચલા ટ્રોપોસ્ફિયરમાં ઉત્તરી હરિયાણા અને દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ પર બનેલી ચક્રવાતી સિસ્ટમના કારણે દેશના 26 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને તીવ્ર અંધડ આવવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન પવનની ગતિ 85 થી 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેનાથી મોટા વૃક્ષો ધરાશાયી થવાની અને ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન અને પૂર્વ ભારતમાં વીજળીનું એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર જેવા પહાડી રાજ્યોમાં ભારે વરસાદને કારણે જમીન ધસવાની (લેન્ડસ્લાઇડ) ઘટનાઓ બની શકે છે. તેથી પ્રવાસીઓને જંગલ અને પહાડી વિસ્તારોમાં મુસાફરી કરતી વખતે સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે. બીજી તરફ, ઉત્તર બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પવનોને કારણે પૂર્વ ભારત અને ઉત્તર પ્રદેશ-બિહારના વિસ્તારોમાં ગાજવીજ સાથે આકાશી વીજળી પડવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. મુખ્ય રાજ્યોમાં હવામાનની સ્થિતિ

ગુજરાત અને મધ્ય પ્રદેશ: ગુજરાત, મધ્ય પ્રદેશ (ભોપાલ, જબલપુર, ઉજ્જૈન) અને છત્તીસગઢમાં 55 થી 75 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. દિલ્હી-એનસીઆર

દિલ્હીમાં 40 થી 50 કિમીની ઝડપે પવન અને વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા છે. મહત્તમ તાપમાન 35°C અને ન્યૂનતમ તાપમાન 28°C રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. ઉત્તર પ્રદેશ અને બિહાર

આગ્રા, મથુરા, વારાણસી અને પટના, ગયા, ભાગલપુર સહિત અનેક જિલ્લાઓમાં 60 થી 90 કિમીની ઝડપે તોફાની પવન સાથે મુસળધાર વરસાદ પડવાની ચેતવણી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. રાજસ્થાન અને પંજાબ

જયપુર, કોટા, જોધપુર અને અમૃતસર, લુધિયાણા જેવા વિસ્તારોમાં 50 થી 70 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. પહાડી વિસ્તારો

શિમલા, મનાલી, દેહરાદૂન અને શ્રીનગરમાં તાપમાનમાં ઘટાડા સાથે ભારે વરસાદની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rainfall Warning India IMD Weather Alert August 30 Cyclone Circulation Weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ