ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાવનગર નકલી દારૂકાંડ: SMC IG ગગનદીપ ગંભીરની 5 દિવસની તપાસ પૂર્ણ, હવે જવાબદારો સામે કાર્યવાહી
Last Updated: 07:41 AM, 27 August 2026
ADVERTISEMENT
ભાવનગરના નકલી દારૂકાંડને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા હાથ ધરાયેલી તપાસનો એક મહત્વનો તબક્કો પૂર્ણ થયો છે. SMCના IG ગગનદીપ ગંભીર છેલ્લા પાંચ દિવસથી ભાવનગરમાં રહીને સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન આરોપીઓથી લઈને સ્થાનિક તંત્રના અધિકારીઓ અને કેસ સાથે જોડાયેલા મહત્વના સાક્ષીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ગગનદીપ ગંભીરના જણાવ્યા મુજબ, તમામ મહત્વના સાક્ષીઓની પૂછપરછ હવે પૂર્ણ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT

ગગનદીપ ગંભીરએ જણાવ્યું હતું કે સાક્ષીઓને વારંવાર ગાંધીનગર સુધી બોલાવવા ન પડે તે માટે ભાવનગરમાં જ તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને નિવેદનો લેવામાં આવ્યા હતા. અધિકારીઓને પણ ગાંધીનગરના ધક્કા ન ખાવા પડે તે માટે જરૂરી નિવેદનો ભાવનગરમાં જ નોંધવામાં આવ્યા છે. SMCની ટીમે સ્થળ પર રહીને તપાસના અલગ અલગ પાસાં તપાસ્યા હતા. તપાસ દરમિયાન દસ્તાવેજો, પુરાવા અને મહત્વના નિવેદનો એકત્ર કરવામાં આવ્યા છે. સાથે જ ડોક્ટર સાથે જોડાયેલા મુદ્દાઓ અને કાયદાકીય પાસાઓ અંગે પણ જરૂરી વિગતો મેળવવામાં આવી છે.
ADVERTISEMENT
ભાવનગરમાં બનેલા આ નકલી દારૂકાંડમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે, જોકે સત્તાવાર મૃત્યુઆંક હજુ જાહેર કરવામાં આવ્યો નથી. ઘટનાની ગંભીરતાને જોતા SMC દ્વારા આરોપીઓ તેમજ સ્થાનિક તંત્રના અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. હવે તપાસ દરમિયાન એકત્ર થયેલા પુરાવા, દસ્તાવેજો અને નિવેદનોનું વિશ્લેષણ કરવામાં આવશે. ત્યારબાદ સમગ્ર મામલામાં કોની જવાબદારી છે તે નક્કી કરવામાં આવશે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
આ દરમિયાન ભાવનગર નકલી દારૂકાંડમાં ભચાઉના ઇશ્વરભા ગઢવીને SMC દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. લઠ્ઠાકાંડના મામલે અત્યાર સુધીમાં કુલ 28 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. SMCની તપાસ દરમિયાન વધુ લોકોની સંડોવણી સામે આવે છે કે નહીં તેના પર પણ હવે નજર રહેશે.
ADVERTISEMENT

18 તારીખે સચિન સાવલિયાના શંકાસ્પદ મૃત્યુ અંગે પણ મહત્વની વિગતો સામે આવી હતી. બુટલેગરના ફોનમાં સચિન સાવલિયાનું નામ મળી આવતા આ મામલે તપાસ વધુ ગંભીર બની હતી. વિદ્યાનગરમાં રહેતા સચિન સાવલિયા નામના યુવકને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ સારવાર શરૂ થાય તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને કારણે નકલી દારૂકાંડનો મૃત્યુઆંક 14 સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે, જોકે સત્તાવાર આંકડો હજુ જાહેર થયો નથી.
ADVERTISEMENT
હવે SMCની સ્થળ પરની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. ગગનદીપ ગંભીરના જણાવ્યા મુજબ પૂછપરછની કામગીરી પૂર્ણ થઈ છે અને હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે. SMC તપાસના તારણો અને એકત્ર થયેલા પુરાવાઓનું વિશ્લેષણ કરશે. ત્યારબાદ જવાબદારી નક્કી કરીને સંબંધિત લોકો સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. નકલી દારૂકાંડમાં જવાબદારો સામે કડક કાર્યવાહી થવાની શક્યતા છે. SMCની તપાસ પૂર્ણ થતાં હવે આગામી કાર્યવાહી શું થાય છે અને હજુ કેટલા બુટલેગરો ઝડપાય છે તેના પર સૌની નજર રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ