ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : મહાકાલ મંદિરમાં કાવડિયાઓએ મચાવ્યો ઉત્પાત, બેરિકેડ તોડીને દાનપેટીઓ પર ચડ્યાં, ગાર્ડનું માથું ફોડ્યું

ઉજ્જેન / VIDEO : મહાકાલ મંદિરમાં કાવડિયાઓએ મચાવ્યો ઉત્પાત, બેરિકેડ તોડીને દાનપેટીઓ પર ચડ્યાં, ગાર્ડનું માથું ફોડ્યું

Published By: Hiralal Parmar

Last Updated: 06:50 PM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉજ્જેન મહાકાલેશ્વર મંદિરમાં કાવડિયાઓની દાદાગીરી સામે આવી છે જેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા શ્રી મહાકાલેશ્વર મંદિરમાં બુધવારે બપોરે કેટલાક કાવડિયાએ હોબાળો મચાવ્યો હતો. નંદી હોલમાં જતા રોકવામાં આવતા તેમણે બેરિકેડ તોડી હતી અને દાન પેટીઓ પર ચડી ગયા હતા.

મંદિર વ્યવસ્થાપન સમિતિનું શું કહેવું છે?

મંદિર વ્યવસ્થાપન સમિતિનું કહેવું છે કે બદમાશોએ નંદી હોલમાં બેરિકેડ તોડી નાખ્યા, વ્યવસ્થા ભંગ કરી અને દાનપેટીઓ પણ ફેંકી દીધી. ત્યારબાદ કેટલાક લોકોએ પરવાનગી વિના ગર્ભગૃહમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. મંદિર સંકુલની અંદરનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

શું બન્યો હતો બનાવ?

ઓમકારેશ્વરના ખેડીઘાટથી લગભગ 100 દર્શનાર્થીઓ કાવડ લઈને પહોંચ્યા હતા. બધાએ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના નામવાળી ટી-શર્ટ પહેરી હતી. દર્શન દરમિયાન તેમાંથી કેટલાક કાવડિયાઓએ નંદી હોલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષાકર્મીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ માન્યા નહીં અને વિવાદ વધી ગયો.

નંદી હોલ તરફ જતાં ઝપાઝપી

કાવડિયાઓ પ્રથમ બેરિકેડિંગથી આગળ પહોંચ્યા પછી નંદી હોલ તરફ જવા લાગ્યા. સુરક્ષાકર્મીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ આગળ વધતા રહ્યા. આ પછી એક પછી એક કાવડિયાઓ બેરિકેડિંગ કૂદીને અંદર જવા લાગ્યા. તેમને રોકવા દરમિયાન બેરિકેડ્સ પડવાથી કેટલાક સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા. મંદિર પ્રબંધ સમિતિ અનુસાર, ઘટના દરમિયાન સુરક્ષાકર્મીઓ સાથે ઝપાઝપી અને મારપીટ પણ થઈ.

વધુ વાંચો : 'તમારા ભાઈ કે બહેને રક્ષાબંધનની ગિફ્ટ મોકલી છે' આવા મેસેજ આવે તો ચેતજો નહીંતર બેન્ક એકાઉન્ટ ખાલી

સુરક્ષા કર્મચારીઓ સાથે મારપીટ

મંદિર સમિતિનું કહેવું છે કે આ ઘટના દરમિયાન સુરક્ષા કર્મચારીઓ સાથે પણ મારપીટ અને હુમલો કરવામાં આવ્યો હતો, જેના પરિણામે ઘાયલ થયા હતા. મંદિર મેનેજમેન્ટે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને સંડોવાયેલા લોકોની ઓળખ કરી રહી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mahakal temple news mahakal temple video mahakal temple

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ