ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'તમારા ભાઈ કે બહેને રક્ષાબંધનની ગિફ્ટ મોકલી છે' આવા મેસેજ આવે તો ચેતજો નહીંતર બેન્ક એકાઉન્ટ ખાલી
Last Updated: 04:21 PM, 26 August 2026
ADVERTISEMENT
રાખડીનો તહેવાર એટલે ભાઈ-બહેનના પ્રેમ અને વિશ્વાસનો તહેવાર પરંતુ આજકાલ આ જ વિશ્વાસનો લાભ લઈને સાયબર ઠગો લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. રક્ષાબંધનને લઈને ફેક ગિફ્ટ, ફેક રક્ષાબંધન ઓફર, QR કોડ, કુરિયર અને WhatsApp લિંકના નામે સાયબર ફ્રોડ કરવામાં આવી રહ્યા છે. તમારા ભાઈ કે બહેને ગિફ્ટ મોકલી છે કહીને આવતી એક લિંક તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. રક્ષાબંધનને લઈને ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધ્યો છે. અને સાયબર ઠગો તેનો જ ફાયદો ઉઠાવી રહ્યા છે.વેબસાઇટ અને સોશિયલ મીડિયા પર સસ્તી રાખડી, મીઠાઈ, જ્વેલરી અને મોંઘી ગિફ્ટ પર ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવે છે. લોકો ઓર્ડર કરીને ઓનલાઈન પેમેન્ટ કરે છે પરંતુ ગિફ્ટ તો મળતી નથી અને કેટલીક વખત કાર્ડ, બેંક અથવા UPIની માહિતી પણ જોખમમાં મુકાઈ શકે છે.
ADVERTISEMENT
WhatsApp અને SMS દ્વારા મોટી છેતરપિંડી
બીજી સૌથી મોટી છેતરપિંડી WhatsApp અને SMS દ્વારા થાય છે જેમ કે મેસેજ આવે છે કે “તમારા ભાઈ કે બહેને તમારા માટે રક્ષાબંધનની ગિફ્ટ મોકલી છે… ગિફ્ટ મેળવવા માટે અહીં ક્લિક કરો…”લિંક પર ક્લિક કરતા ફેક વેબસાઇટ ખુલ્લી શકે છે જ્યાં તમારી અંગત અથવા બેંકિંગ માહિતી માંગવામાં આવે છે અને બેંકમાંથી લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવે છે.
ADVERTISEMENT
સાયબર ઠગો કેવી રીતે જાળમાં ફસાવે છે?
સાયબર ઠગો તહેવારોમાં નવી નવી મોડ્સ ઓપરેન્ડી અપનાવી ઠગાઈ કરે છે. તેઓ સોશિયલ મીડિયા દ્વારા મેસેજ કરે છે કે “તમારી રક્ષાબંધનની રૂ.5 હજારની ગિફ્ટ છે પૈસા મેળવવા માટે QR કોડ સ્કેન કરો. પરંતુ અહીં ખાસ ધ્યાન રાખવું કે QR કોડ સ્કેન કરીને અને UPI PIN નાખીને સામાન્ય રીતે પૈસા મેળવાતા નથી, પરંતુ તમારા ખાતામાંથી પેમેન્ટ થઈ શકે છે.એટલે અજાણ્યા વ્યક્તિની કોઈપણ UPI Collect Request અથવા પેમેન્ટ રિક્વેસ્ટને મંજૂરી ન આપવી.
ADVERTISEMENT
રાખડી કે ગિફ્ટના નામે પણ ફ્રોડ
રાખડી કે ગિફ્ટના કુરિયરના નામે પણ ફ્રોડ થઈ શકે છે.. મેસેજ આવે છે કે “તમારું Rakhi Parcel અટવાઈ ગયું છે.. એડ્રેસ અપડેટ કરવા માટે રૂ.25 ચૂકવો…” મેસેજમાં આવેલી લિંક પર ક્લિક કરતા ફેક કુરિયર વેબસાઇટ ખુલી શકે છે અને ત્યાં કાર્ડ, UPI અથવા બેંકિંગ વિગતો નાખતા સાયબર ઠગો તમારી માહિતી મેળવી શકે છે.. એટલું જ નહીં રક્ષાબંધન સ્પેશિયલના નામે 90 ટકા ડિસ્કાઉન્ટ, એક્સક્લુઝિવ કૂપન અને ફ્રી ગિફ્ટ જેવી ઓફર પણ આવી શકે છે..આવી ઓફરની લિંક પર ક્લિક કરતા પાસવર્ડ, કાર્ડ ડિટેલ્સ અથવા UPIની માહિતી ચોરાઈ શકે છે.એટલે કોઈપણ ઓફર સાચી છે કે નહીં તેની ચકાસણી કર્યા વગર પેમેન્ટ કરવું નહીં.
ADVERTISEMENT
વધુ વાંચો : જામનગરમાં ઉછીના રૂપિયા પરત માંગતા છરીના ઘા મારી આધેડની હત્યા, બોલાચાલી બાદ 'બાજી બગડી'
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો