ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / દીકરા પર એટેક બાદ પિતા જેકી શ્રોફનું ફર્સ્ટ રિએક્શન સામે આવ્યું, જુઓ શું કહ્યું?
Last Updated: 09:37 AM, 19 October 2026
ADVERTISEMENT
બોલિવૂડ ફિલ્મ ઇન્ડરસ્ટ્રૂીના કલાકારો પર હુમલાઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. સલમાન ખાન અને રોહિત શેટ્ટી સાથે બનેલી ઘટનાઓ બાદ, હવે બોલિવૂડના યુવા અભિનેતા ટાઈગર શ્રોફને નિશાન બનાવીને તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો છે. આ ઘટના જાહેર રસ્તાની વચ્ચે અજાણ્યા બદમાશો દ્વારા અંજામ આપવામાં આવી હતી. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું છે અને ચાહકો તેમના પ્રિય અભિનેતાની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છે. આ ઘટના બાદ શ્રોફ પરિવારે હવે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફ (ટાઈગરના પિતા)ની ટીમે એક સંક્ષિપ્ત નિવેદન જારી કરીને આ ઘટનાનો સ્વીકાર કર્યો છે અને ટાઈગરના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપી છે. દરમિયાન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ બાબતે પ્રતિક્રિયા આપી છે અને પોલીસને સઘન તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
#WATCH | Mumbai | Visuals from inside the residence of Tiger Shroff as Maharashtra Dy CM Eknath Shinde arrived to visit him following an incident of firing at his car, injuring his driver The actor is safe and has not sustained any gunshot injuries, as per Mumbai Police (Visuals source: Shivsena PR)
— ANI (@ANI) October 18, 2026
ADVERTISEMENT
આ ઉપરાંત, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ટાઈગરના ઘરે જઈને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. આ મુલાકાતની એક તસવીર પણ સામે આવી છે, જેમાં ટાઈગર શ્રોફ ઈજાગ્રસ્ત જણાય છે. જોકે, તેઓ જોખમની બહાર છે અને નાયબ મુખ્યમંત્રી સાથે વાતચીત કરતા જોવા મળે છે.
જૈકી શ્રોફએ શું કહ્યું?
ADVERTISEMENT
આ બાબત પર પ્રતિક્રિયા આપતા જેકી શ્રોફની ટીમે જણાવ્યું કે, "ટાઈગર ઠીક છે." આ ત્રણ શબ્દો ટાઈગરના ચાહકો માટે રાહતરૂપ સાબિત થશે. અભિનેતા સારી રીતે સ્વસ્થ થઈ રહ્યા છે. સરકારે કડક વલણ અપનાવ્યું છે અને પોલીસ કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી છે. આ કેસના સંબંધમાં હાલમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને તપાસ માટે પોલીસની 15 અલગ-અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ પહેલા સલમાન, પછી રોહિત શેટ્ટી અને હવે ટાઈગર શ્રોફ, આ શું થઇ રહ્યું છે બોલીવુડમાં?
ADVERTISEMENT
એકનાથ શિંદેએ શું કહ્યું?
એકનાથ શિંદેએ આ હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે કે જીવલેણ હુમલો એ અત્યંત ગંભીર બાબત છે. શિંદેના જણાવ્યા અનુસાર, મુંબઈ પોલીસે આ કેસને ગંભીરતાથી લીધો છે; પોલીસ કમિશનરે ખાસ ટીમોની રચના કરી છે, જેઓ અત્યારે આરોપીઓની સક્રિયપણે શોધખોળ કરી રહી છે. નાયબ મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ