ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / નેપાળમાં વિનાશક પૂર બાદ ભારત એક્શનમાં! IAFનું રાહત સામગ્રી સાથે વિમાન રવાના, NDRFની ટીમો સ્ટેન્ડબાય પર
Last Updated: 12:00 AM, 27 August 2026
ADVERTISEMENT
નેપાળમાં હિમાલયી વિસ્તારમાં અચાનક આવેલ ભીષણ જળપ્રલયે મોટા પાયે તબાહી મચાવી છે. આ કુદરતી આપદામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 46 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 105 ભારતીય પ્રવાસીઓ અને 37 NRI સહિત અંદાજે 400 લોકો લાપતા હોવાના અહેવાલ છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પાડોશી દેશની મદદે તાત્કાલિક કદમ ઉઠાવ્યા છે.
ADVERTISEMENT
Dispatched 10 tonnes of HADR assistance and essential medicines to support Nepal’s response to the devastating floods.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) August 26, 2026
Our thoughts are with the bereaved families and all those affected.
In face of this challenge, India stands with Nepal and its people. pic.twitter.com/FUJdkJzi1o
તિમુરે તરફ ધસી આવ્યું ફ્લેશ ફ્લડ, CCTVમાં કેદ થયા ભયાનક દૃશ્યો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 26, 2026
નેપાળના રસુવા જિલ્લામાં ફ્લેશ ફ્લડના ભયાનક દૃશ્યો સામે આવ્યા છે. ચીનના તિબેટ સ્થિત ગાયરોંગ પોર્ટના CCTVમાં ધસમસતા પૂરનો પ્રવાહ કેદ થયો છે. ગાયરોંગ પોર્ટની સામે નેપાળનો રસુવા જિલ્લો આવેલો છે અને અહીંથી આવેલા પૂરનાં… pic.twitter.com/UzGYBI1Mns
ADVERTISEMENT
નેપાળમાં માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે ભારતીય વાયુસેના (IAF) નું વિશેષ વિમાન 10 ટન HADR (હ્યુમેનિટેરિયન એસિસ્ટન્સ એન્ડ ડિઝાસ્ટર રિલીફ) સામગ્રી અને જરૂરી દવાઓનો જથ્થો લઈને રવાના થઈ ચૂક્યું છે. આ ઉપરાંત, કોઈ પણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.
ADVERTISEMENT
ચીન સરહદે નેપાળના રસુવામાં ફ્લેશ ફ્લડ, બજાર અને રહેણાંક વિસ્તારોમાં તબાહી
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 26, 2026
ચીનની સરહદને અડીને આવેલા નેપાળના રસુવા જિલ્લામાં ફ્લેશ ફ્લડથી ભારે તબાહી સર્જાઈ છે. ધસમસતા પૂરના પાણી બજાર અને રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતા અનેક સ્થળોએ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પૂરનાં પાણીના કારણે… pic.twitter.com/mqjLCP80KB
ADVERTISEMENT
નેપાળ ટૂરિઝમ બોર્ડના જણાવ્યા અનુસાર, લાપતા થયેલા 400 લોકોમાં 291 વિદેશી અને 93 નેપાળી નાગરિકો છે.
નેપાળમાં ભયાનક પૂરથી તબાહી, 105 ભારતીયો લાપતા હોવાના અહેવાલ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 26, 2026
નેપાળમાં ભીષણ ફ્લેશ ફ્લડના કારણે અનેક વિસ્તારોમાં તબાહી મચી છે. વાયરલ વીડિયોમાં ધસમસતા પૂરના પાણીથી સર્જાયેલી ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન 105 ભારતીયો લાપતા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જોકે, લાપતા ભારતીયોની… pic.twitter.com/p4wo5crxv3
ADVERTISEMENT
વિદેશીઓમાં ભારત ઉપરાંત અમેરિકા, બ્રિટન, મલેશિયા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. ફસાયેલા લોકોને શોધવા માટે નેપાળી સેના, પોલીસ અને સશસ્ત્ર દળો દ્વારા 14 હેલિકોપ્ટર, ડ્રોન અને સ્નિફર ડોગ્સની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી છે.
નેપાળમાં ભીષણ પૂરથી તબાહી, 7નાં મો*ત; 9 પોલીસકર્મી લાપતા
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 26, 2026
નેપાળમાં આવેલા ભીષણ પૂરના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 7 લોકોના મો*ત થયાના અહેવાલ છે. રસુવાના તિમુરે અને સ્યાબ્રુબેસી વિસ્તારમાં પૂરથી ઘરો, પુલ અને ચીન બોર્ડર તરફ જતો રસ્તો પણ ધોવાઈ ગયો હોવાની માહિતી છે. 9 આર્મ્ડ… pic.twitter.com/SPoHXVqS7H
ADVERTISEMENT
સેન્ટ્રલ વોટર કમિશન (CWC) ના જણાવ્યા મુજબ, નેપાળ-ચીન સરહદ નજીક ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF) ના કારણે ત્રિશૂલી નદીના જળસ્તરમાં ભયાનક વધારો થયો છે. આ પૂરનું પાણી ગંડક નદી મારફતે ભારતમાં પ્રવેશવાની શક્યતાને પગલે બિહાર અને ઉત્તર પ્રદેશના સીમાવર્તી જિલ્લાઓને હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યા છે.
નેપાળમાં જીવલેણ પૂરથી તબાહી, ઘરો-પુલો પાણીમાં તણાયા
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 26, 2026
નેપાળના રસુવા જિલ્લામાં આવેલા ભીષણ ફ્લેશ ફ્લડથી ભારે તબાહી સર્જાઈ છે. ધસમસતા પૂરના પાણીમાં ઘરો, વાહનો, પુલો અને રસ્તાઓ તણાઈ ગયા છે, જ્યારે તિમુરે અને સ્યાફ્રુબેસી સહિતના વિસ્તારોમાં મોટા પાયે નુકસાન થયું છે. હાલ રાહત અને બચાવ… pic.twitter.com/204IE7rkKi
પશ્ચિમ ચંપારણ અને મુઝફ્ફરપુરમાં NDRF ની ટીમો ગોઠવવામાં આવી છે. રાજ્યમાં કુલ 9 ટીમો તૈનાત છે. કુશીનગર અને ગંડક નદીના કિનારે આવેલા વિસ્તારોમાં NDRF ની 11 ટીમો સતત મોનિટરિંગ કરી રહી છે.
અચાનક આવેલા પૂરના કારણે નેપાળનો રસૂવા જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. તિમુરે અને સ્યાફ્રુબેસી સહિતના વિસ્તારોમાં રોડ-રસ્તા, પુલ અને કસ્ટમ્સ પરિસરમાં રાખેલા વાહનો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા છે. સ્યાફ્રુબેસી, બેત્રાવતી, શાંતિબજાર, પેરેબેસી અને બત્તર સહિત નદીકાંઠાની અનેક બસ્તીઓ જળમગ્ન થઈ ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ