ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / કુંભ રાશિમાં ચંદ્રગ્રહણ, 5 રાશિના બજેટ-સ્વાસ્થ્ય-સંબંધો પર અસરનો દાવો! જાણો કઈ ભૂલો ટાળવી
7 ફોટો ગેલેરી
Last Updated: 04:56 PM, 26 August 2026
1/7
28 ઓગસ્ટે કુંભ રાશિમાં લાગનારા ચંદ્રગ્રહણને જ્યોતિષીય દૃષ્ટિકોણથી ખાસ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ રાહુ-કેતુના પ્રભાવ સાથે જોડાયેલું છે જેના કારણે અમુક રાશિઓ માટે સમય થોડો પડકારજનક બની શકે છે. ગ્રહોની સ્થિતિને લીધે કેટલાક જાતકોના પૈસા, સ્વાસ્થ્ય અને સંબંધો પર અસર પડવાની શક્યતા છે. ચાલો જાણીએ કઈ પાંચ રાશિઓને આ સમયે વધુ સાવધાન રહેવાની જરૂર છે.
2/7
તમારા માટે આર્થિક બાબતોમાં અચાનક મુશ્કેલીઓ આવી શકે છે. એવા ખર્ચ સામે આવી શકે છે જેની અગાઉથી કોઈ યોજના ન હોય. ઉતાવળમાં લીધેલા નિર્ણયથી નુકસાન થવાની શક્યતા છે. મનમાં બેચેની અને અસમંજસ રહી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે પણ કેરલેસ ન રહેવું. સપ્ટેમ્બરમાં કોઈ અણધારી પરિસ્થિતિ આવે તો ગભરાવાને બદલે શાંતિથી વિચારીને પગલું ભરવું વધુ સારું રહેશે.
ADVERTISEMENT
3/7
તમારા માટે ગ્રહણ સાતમા ભાવમાં થઈ રહ્યું છે આથી વૈવાહિક જીવન અને સહભાગીદારી સંબંધિત બાબતો પર અસર પડી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્ય કે પરસ્પરના મતભેદને લીધે તણાવ વધી શકે છે. કાનૂની કે પ્રોપર્ટીના મામલામાં ઉતાવળ કરવાનું ટાળવું. વાહન ચલાવતી વખતે વધુ સાવધાની રાખવી અને જોખમી પગલાંથી દૂર રહેવું. પહેલાથી ચાલતી કોઈ સ્વાસ્થ્ય સમસ્યામાં થોડી રાહત મળવાની શક્યતા પણ છે.
4/7
તમારા માટે પૈસા અને પરિવાર સંબંધિત બાબતોમાં સંયમ રાખવો જરૂરી છે. કોઈ નજીકના વ્યક્તિને લીધે માનસિક તણાવ કે આર્થિક મુશ્કેલી આવી શકે છે. લાગણીમાં વહી જઈને નિર્ણય લેવાને બદલે વ્યવહારિક રીતે પરિસ્થિતિ સમજવી. ખર્ચ વધી શકે છે, પણ આવકના માધ્યમથી સ્થિતિ સંભાળી શકાય. કોઈની કહેલી-સાંભળેલી વાત પર તરત વિશ્વાસ ન કરવો અને માહિતી ચકાસીને જ પગલું ભરવું.
ADVERTISEMENT
5/7
આ ગ્રહણ કુંભ રાશિમાં જ લાગી રહ્યું છે તેથી આ રાશિ પર તેની અસર સૌથી વધુ માનવામાં આવે છે. સપ્ટેમ્બરમાં દરેક કામ વિચારી-વિચારીને કરવું પડશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ અનુભવાઈ શકે છે અને અચાનક બચતના પૈસા પણ ખર્ચવા પડી શકે છે. રોકાણ કે મોટા આર્થિક નિર્ણયમાં ઉતાવળ ન કરવી. સાસરીયા પક્ષ સાથે કોઈ મુદ્દે વિવાદ થવાની શક્યતા હોય તો વાતચીતમાં સંયમ રાખવો. જોખમી કામોથી દૂર રહેવું અને કામમાં મન ન લાગવાની અથવા ઉત્સાહ ઘટવાની પણ સંભાવના છે.
6/7
તમારા માટે પણ આ સમય થોડો પડકારજનક રહી શકે છે. પહેલાથી જ શનિની સાડાસાતીનો પ્રભાવ છે અને ગ્રહણ દરમિયાન માનસિક તેમજ આર્થિક બાબતોમાં સાવધાની જરૂરી છે. ઇન્ફેકશન કે મોસમી બીમારીને અવોઇડ ન કરવી. આર્થિક મામલામાં પણ સતર્ક રહેવું, કેમ કે કોઈ સારી તક હાથમાંથી નીકળી શકે છે. વિરોધીઓથી સાવધાન રહેવું અને વગર વિચાર્યે કોઈ પર વિશ્વાસ ન કરવો.
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ