ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / કાર સેગમેન્ટમાં MG Hectorનો ધમાકો, લૉન્ચ થઈ Tomahawk PHEV, Royal Enfieldની બાઈકથી પણ વધુ આપે છે એવરેજ

photo-story

6 ફોટો ગેલેરી

ઓટો / કાર સેગમેન્ટમાં MG Hectorનો ધમાકો, લૉન્ચ થઈ Tomahawk PHEV, Royal Enfieldની બાઈકથી પણ વધુ આપે છે એવરેજ

Last Updated: 05:02 PM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એમજી મોટર ઈન્ડિયાએ ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં દેશની પહેલી પ્લગ-ઈન હાઇબ્રિડ (PHEV) 7-સીટર SUV 'MG Hector Tomahawk' લોન્ચ કરી છે.

1/6

photoStories-logo

1. કાર સેગમેન્ટમાં MG Hectorનો ધમાકો, લૉન્ચ થઈ Tomahawk PHEV, Royal Enfieldની બાઈકથી પણ વધુ આપે છે એવરેજ

ઓટોમોબાઈલ ઉત્પાદક કંપની મોરિસ ગેરાજીસ (MG Motor) એ ભારતીય બજારમાં પોતાની નવીનતમ અને દેશની પહેલી પ્લગ-ઈન હાઇબ્રિડ એસયુવી MG Hector Tomahawk PHEV સત્તાવાર રીતે લોન્ચ કરી દીધી છે. આકર્ષક લુક, વિશાળ કેબિન અને પેટ્રોલ-ઇલેક્ટ્રિકના શક્તિશાળી કોમ્બિનેશન સાથે આવેલી આ 7-સીટર કાર ભારતીય ગ્રાહકો માટે ઇલેક્ટ્રિક અને એન્જિન બંનેનો બહેતરીન અનુભવ પૂરો પાડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કિંમત, BaaS પ્લાન અને બુકિંગ

એમજી મોટરે આ કારને પોતાના ખાસ 'બેટરી-એઝ-એ-સર્વિસ' (BaaS) સબ્સ્ક્રિપ્શન પ્લાન સાથે લોન્ચ કરી છે, જેમાં ગ્રાહકોને કાર ખરીદવા માટે બે આકર્ષક વિકલ્પો મળે છે. કારના એક્સક્લૂસિવ (Exclusive) વેરિઅન્ટની ફૂલ પ્રાઇસ ₹25,69,800 છે, જ્યારે BaaS પ્લાન હેઠળ તેની એક્સ-શોરૂમ કિંમત ₹21,79,000 થાય છે અને તેના માટે ₹3.20 પ્રતિ કિલોમીટરના દરે બેટરીનું ભાડું ચૂકવવાનું રહે છે. બીજી તરફ, કારના ટોપ-એન્ડ એસન્સ (Essence) વેરિઅન્ટની ફૂલ પ્રાઇસ ₹27,79,800 રાખવામાં આવી છે, જેને BaaS પ્લાન સાથે ₹23,89,000 ની એક્સ-શોરૂમ કિંમતે ખરીદી શકાય છે અને તેમાં પણ બેટરી રેન્ટલ ₹3.20 પ્રતિ કિલોમીટર જ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. એન્જિન, પાવર અને માઇલેજ

આ કારમાં 1.5-લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન સાથે 20.5kWh નું બેટરી પેક અને 148 kW ની ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. ડ્રાઇવિંગ રેન્જની વાત કરીએ તો ફૂલ ટેન્ક અને ફૂલ ચાર્જ પર આ કાર કુલ 1,100 કિલોમીટર સુધીની સફર તય કરી શકે છે, જ્યારે પ્યોર EV મોડમાં માત્ર બેટરી પર 115 કિલોમીટર સુધી ચાલે છે. પ્રદર્શન અને ક્ષમતાની દ્રષ્ટિએ તે કમ્બાઇન્ડ મોડમાં 50 km/l ની ઉત્તમ માઇલેજ આપે છે અને માત્ર 9 સેકન્ડમાં 0 થી 100 km/h ની ઝડપ પકડી લે છે. ચાર્જિંગ વિશે વાત કરીએ તો 25kW DC ફાસ્ટ ચાર્જરની મદદથી કારને માત્ર 35 મિનિટમાં 80% સુધી ચાર્જ કરી શકાય છે, જ્યારે 3.3kW AC ચાર્જરથી ફુલ ચાર્જ થવામાં 7.5 કલાકનો સમય લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ડિઝાઇન અને સાઇઝ

પરિમાણોની દ્રષ્ટિએ આ એસયુવી 4,745 મિમી લંબાઈ, 1,850 મિમી પહોળાઈ અને 1,770 મિમી ઊંચાઈ ધરાવે છે. તેનો 2,810 મિમીનો વ્હીલબેઝ કેબિનમાં ઉત્કૃષ્ટ સ્પેસ પૂરી પાડે છે, જે મહિન્દ્રા XUV7XO અને ટાટા સફારી કરતાં પણ વધુ લંબાઈ ધરાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. હાઇ-ટેક કેબિન અને ઇન્ફોટેનમેન્ટ

કેબિનમાં સેગમેન્ટની સૌથી મોટી 15.6-ઇંચ HD ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન આપવામાં આવી છે, જે વાયરલેસ Apple CarPlay અને Android Auto ને સપોર્ટ કરે છે. તેમાં નેપ, પ્રો પેટ, કેમ્પ, ક્વાઇટ, એનર્જીઝ અને સ્મોકિંગ જેવા 6 સ્પેશિયલ એક્સપિરિયન્સ મોડ્સ છે. આ ઉપરાંત, મનોરંજન માટે સેગમેન્ટમાં પહેલીવાર 8,000 થી વધુ ગીતો ધરાવતી 'સ્ટારમંચ કરાઓકે એપ' અને ગૂગલ પાવર્ડ Gen-AI વોઇસ કન્ટ્રોલ જેવા આધુનિક ફીચર્સ ઉમેરાયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ટોપ-નોચ સેફ્ટી ફીચર્સ

સુરક્ષા માટે તમામ વેરિઅન્ટ્સમાં 6 એરબેગ્સ, ESP, TCS, ગિલ હોલ્ડ કન્ટ્રોલ, ABS વિથ EBD, TPMS અને ઓલ-વ્હીલ ડિસ્ક બ્રેક્સ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યા છે. સાથે જ, 360-ડિગ્રી HD કેમેરા સિસ્ટમ અને લેવલ-2 ADAS ટેકનોલોજી (એડેપ્ટિવ ક્રૂઝ કન્ટ્રોલ, ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ, લેન કીપ આસિસ્ટ વગેરે) ઉપલબ્ધ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

HectorTomahawk MGHector HybridSUV
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ