ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:42 PM, 26 August 2026
ADVERTISEMENT
અમદાવાદમાં ભાઈ-બહેનના પ્રેમ અને અતૂટ વિશ્વાસનું પર્વ રક્ષાબંધન આ વર્ષે શુક્રવાર ર૮ ઓગસ્ટે ઊજવાશે. પંચાંગ મુજબ ર૭ ઓગસ્ટે સવારના ૯.૧૦ વાગ્યે શ્રાવણ પૂર્ણિમા શરૂ થશે, પરંતુ રાતના ૯.૩૪ વાગ્યા સુધી ભદ્રાનો પ્રભાવ હોવાથી રક્ષાસૂત્ર બાંધવાનું ટાળવામાં આવશે. ર૮ ઓગસ્ટે સૂર્યોદય પહેલાં ભદ્રા પૂર્ણ થઈ જશે અને પૂર્ણિમા સવારના ૯.૪૮ વાગ્યા સુધી રહેશે. તેથી અમદાવાદમાં શાસ્ત્રીય પરંપરા મુજબ ર૮ ઓગસ્ટે જ રાખડી બાંધવી શુભ માનવામાં આવી છે.
ADVERTISEMENT

આ વર્ષે રક્ષાબંધન પર શતભિષા નક્ષત્ર અને સુકર્મા યોગનો સંયોગ બની રહ્યો છે. આ સંયોગ પર્વના ધાર્મિક મહત્ત્વમાં વધારો કરે છે. પંચાંગ અનુસાર ર૮ ઓગસ્ટે સવારના ૬.૩૬થી ૯.૪૮ વાગ્યા સુધી રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય છે. આ ઉપરાંત બપોરના ૧ર.૦૩થી ૧ર.પ૩ અને સાંજના ૭.૪૩થી ૯.૩૦ વાગ્યા સુધી પણ શુભ સમય માનવામાં આવ્યો છે.
ADVERTISEMENT
28 ઓગસ્ટે ખંડ ચંદ્રગ્રહણ પણ થશે. ભારતીય સમય મુજબ ગ્રહણ સવારના ૮.૦૪ વાગ્યે શરૂ થઈ બપોરના ૧૧.રર વાગ્યે પૂર્ણ થશે, જોકે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. તેથી અમદાવાદ સહિત ભારતમાં રક્ષાબંધનના ધાર્મિક પર્વ પર ગ્રહણનો કોઈ પ્રભાવ નહીં પડે અને ગ્રહણસૂતક પાળવાની જરૂરિયાત રહેશે નહીં.
ADVERTISEMENT
ભદ્રા કોઈ અદૃશ્ય સંકટ કે અનિષ્ટકારી શક્તિ નથી. પંચાંગમાં તેને ‘વિષ્ટિ કરણ’ કહેવામાં આવે છે. કુલ ૧૧ કરણમાંથી વિષ્ટિ કરણને ભદ્રા કહેવામાં આવે છે. તેનો સ્વભાવ ઉગ્ર માનવામાં આવતો હોવાથી લગ્ન, ગૃહપ્રવેશ અને રક્ષાસૂત્ર બાંધવા જેવાં માંગલિક કાર્યો ભદ્રા દરમિયાન ટાળવાની પરંપરા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT