ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:35 PM, 14 August 2026
ADVERTISEMENT
હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની ત્રીજ તિથિએ હરિયાળી તીજનો પવિત્ર તહેવાર મનાવવામાં આવે છે. આ વ્રત પરિણિત મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. આ દિવસે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય, સુખી દામ્પત્ય જીવન અને સારા સ્વાસ્થ્ય માટે નિર્જળા (પાણી પીધા વિનાનું) વ્રત રાખીને ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિવત પૂજા કરે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, હરિયાળી ત્રીજના વ્રતમાં શાસ્ત્રોક્ત નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. અજાણતા થયેલી કેટલીક ભૂલો વ્રતના ફળને નિષ્ફળ બનાવી શકે છે. આથી હરિયાળી તીજ પર મહિલાઓએ નીચે મુજબની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ..
ADVERTISEMENT

ADVERTISEMENT
ત્રીજના દિવસે કાળા, ભૂરા કે સફેદ રંગના કપડાં પહેરવાની મનાઈ છે. આ દિવસે લીલો રંગ પહેરવો અત્યંત શુભ માનવામાં આવે છે, કારણ કે તે પ્રકૃતિ, સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ સિવાય લાલ, પીળો કે નારંગી રંગ પણ પહેરી શકાય છે.

ADVERTISEMENT
આ દિવસે ઘરમાં કોઈની સાથે ઝઘડો કરવો, કટુ વચનો બોલવા કે કોઈનું અપમાન કરવું ધાર્મિક દ્રષ્ટિએ અશુભ ગણાય છે. મનને શાંત રાખીને પતિ કે સાસુ-સસરા સાથે બહેસ ન કરવી જોઈએ. આખો દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના ધ્યાનમાં વિતાવવો જોઈએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
જો તમે નિર્જળા વ્રતનો સંકલ્પ લીધો હોય, તો વચ્ચે વારંવાર પાણી, ચા કે ફળાહાર લેવાનું ટાળવું જોઈએ. વ્રતનું પારણ શાસ્ત્રોક્ત વિધિ અને મુહૂર્ત અનુસાર જ કરવું. જો સ્વાસ્થ્ય યોગ્ય ન હોય, તો જ ફળાહારી વ્રતનો વિકલ્પ પસંદ કરવો.

ADVERTISEMENT
ત્રીજના દિવસે શણગાર વિના પૂજામાં બેસવું શુભ ગણાતું નથી. આ દિવસે હાથમાં મહેંદી મૂકવી, બંગડીઓ પહેરવી, સિંદૂર, બિંદી અને 16 શણગાર કરવા અનિવાર્ય માનવામાં આવે છે. પૂજા દરમિયાન માતા પાર્વતીને પણ સોહાગની સામગ્રી અવશ્ય અર્પણ કરવી.

હરિયાળી ત્રીજનું વ્રત રાખીને દિવસ દરમિયાન ઊંઘવું વર્જિત માનવામાં આવ્યું છે. દિવસના સમયે ઊંઘવાને બદલે તીજની કથા સાંભળવી, ભજન-કીર્તન કરવા અને "ઓમ નમઃ શિવાય" કે "ઓમ ઉમામહેશ્વરાભ્યામ નમઃ" મંત્રનો જાપ કરવો જોઈએ.
વધુ વાંચો: સોમનાથ જવામાં સરળતા પડશે, પવિત્ર શ્રાવણ માસને લઇ ST વિભાગનો મોટો નિર્ણય
પૂજામાં વાસી ફૂલ કે અશુદ્ધ સામગ્રી ચઢાવવાથી બચવું જોઈએ. માતા પાર્વતી અને શિવજીને તાજા બીલીપત્ર, ધતૂરો, શમીના પાન અને તાજા ફૂલો જ અર્પણ કરવા જોઈએ.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને પ્રચલિત માન્યતાઓ અને સર્વસામાન્યા જાણકારીને આધારિત છે. VTV Digital તેની પુષ્ટિ કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT