ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Awarapan 2 Film Review: વાંચો ફિલ્મ 'આવારાપન 2'નો ફર્સ્ટ રિવ્યૂ, ઈમરાન હાશમીએ શિવ પંડિત બની હંગામો મચાવ્યો

મનોરંજન / Awarapan 2 Film Review: વાંચો ફિલ્મ 'આવારાપન 2'નો ફર્સ્ટ રિવ્યૂ, ઈમરાન હાશમીએ શિવ પંડિત બની હંગામો મચાવ્યો

Published By: Jinal Chauhan

Last Updated: 12:27 PM, 14 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈમરાન હાશમીની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'આવારાપન 2' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મના ફર્સ્ટ રિવ્યૂમાં ઈમરાન હાશમીની એક્ટિંગ અને સ્ટોરીની ખાસ પ્રશંસા કરવામાં આવી છે.

ADVERTISEMENT

ઈમરાન હાશમીની મચઅવેટેડ ફિલ્મ 'આવારાપન 2' થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ છે. વર્ષ 2007માં આવેલી 'આવારાપન'ની આ સિક્વલને લઈને દર્શકોમાં પહેલેથી જ ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી. ફિલ્મની એડવાન્સ બુકિંગને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. હવે ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે સોશિયલ મીડિયા પર ફિલ્મનો ફર્સ્ટ રિવ્યૂ શેર કર્યો છે અને ઈમરાન હાશમી સહિત સ્ટાર કાસ્ટના અભિનયની પ્રશંસા કરી છે.

તરણ આદર્શે આપ્યા 4 સ્ટાર

ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે 'આવારાપન 2'ને ચાર સ્ટાર આપ્યા છે. તેમણે ફિલ્મને એક શબ્દમાં 'જોરદાર હિટ' ગણાવી છે. ખાસ કરીને ઈમરાન હાશમીની શિવ પંડિત તરીકેની વાપસીને તેમણે ફિલ્મની સૌથી મોટી ખાસિયત ગણાવી છે.તરણના રિવ્યૂ પ્રમાણે ફિલ્મમાં માસ ઓડિયન્સને પસંદ આવે તેવા અનેક સીન છે. સાથે જ પહેલા ભાગ સાથે જોડાયેલી કેટલીક બાબતો દર્શકોને જૂની યાદો તાજી કરાવશે. જોકે ફિલ્મની વાર્તા આગળ વધતા કેટલાક સબ-પ્લોટને કારણે થોડી ભટકતી પણ જોવા મળે છે.

શિવ પંડિતની વાર્તા ફિલ્મનું કેન્દ્ર

'આવારાપન 2'ની વાર્તામાં શિવમ અને એક બાળક વચ્ચેનો સંબંધ મહત્વની ભૂમિકા ભજવે છે. ફિલ્મની શરૂઆતમાં જ બાળકોની તસ્કરી જેવા ગંભીર મુદ્દાને વાર્તા સાથે જોડવામાં આવ્યો છે.આ ઉપરાંત ફિલ્મમાં એક્શન અને ઈમોશનલ સીનનું મિશ્રણ જોવા મળે છે. વાર્તા આગળ વધતા અનેક સબ-પ્લોટ ઉમેરાય છે પરંતુ લેખકોએ શિવ પંડિતના પાત્રને વાર્તાના કેન્દ્રમાં જાળવી રાખ્યું હોવાનું તરણ આદર્શના રિવ્યૂમાં જણાવાયું છે.

vtv app promotion

આ પણ વાંચોઃ 35 લાખની બેગ, 21 લાખની ઘડિયાળ, અભિનેત્રીથી સાંસદ બનેલી કંગનાનો 56 લાખનો લુક થયો વાયરલ

ઈમરાન હાશમીની એક્ટિંગની ખાસ પ્રશંસા

તરણ આદર્શે ઈમરાન હાશમીના અભિનયની ખાસ પ્રશંસા કરી છે. શિવમના પાત્રમાં ઈમરાન હાશમીએ નબળાઈ ઊંડાણ અને લાગણીઓને સારી રીતે રજૂ કરી હોવાનું તેમણે જણાવ્યું છે.તેમના મતે આ ઈમરાન હાશમીની કારકિર્દીની શ્રેષ્ઠ પરફોર્મન્સમાંથી એક બની શકે છે. દિશા પટણીની એક્ટિંગને પણ ઈમોશનલ અને દિલથી કરાયેલી પરફોર્મન્સ ગણાવવામાં આવી છે.

દિગ્દર્શન અને એક્શન સીન પણ ચર્ચામાં

ફિલ્મનું દિગ્દર્શન નિતિન કક્કડે કર્યું છે. તરણ આદર્શે બેંગકોકની સડકો પરનું કાર ચેઝ સીન ફિલ્મના સારા ભાગોમાં સામેલ કર્યું છે. આ ઉપરાંત કેટલાક પાત્રોની બેકસ્ટોરી અને ફિલ્મના ક્લાઈમેક્સની પણ પ્રશંસા કરવામાં આવી છે.'આવારાપન'ના પહેલા ભાગના કેટલાક સીનને નવી ફિલ્મમાં સમજદારીપૂર્વક સામેલ કરવામાં આવ્યા છે. જેના કારણે બંને ફિલ્મો વચ્ચે કનેક્શન બને છે અને પહેલા ભાગના ચાહકોને નોસ્ટાલ્જિક અનુભવ થઈ શકે છે.

મ્યુઝિક પણ ફિલ્મની મોટી ખાસિયત

'આવારાપન 2'ના મ્યુઝિકને પણ ફિલ્મની ખાસિયતોમાં સામેલ કરવામાં આવ્યું છે. જોકે સ્વાભાવિક રીતે તેની સરખામણી 2007માં આવેલી 'આવારાપન'ના મ્યુઝિક સાથે થઈ શકે છે.વિલનની ભૂમિકામાં પૂરન ગબ્બી અસરકારક જોવા મળ્યા છે જોકે કેટલાક સીનમાં તેમની ઓવરએક્ટિંગ પણ નજરે પડે છે. અનિરુદ્ધ રાવલે અને અન્ય કલાકારોએ પણ પોતાની ભૂમિકાને યોગ્ય ન્યાય આપ્યો હોવાનું રિવ્યૂમાં જણાવાયું છે.

'આવારાપન 2' જોવી જોઈએ?

તરણ આદર્શના ફર્સ્ટ રિવ્યૂ પ્રમાણે 'આવારાપન 2'માં ઈમરાન હાશમીની એક્ટિંગ અને માસ એન્ટરટેઈનમેન્ટ બંને જોવા મળે છે. ફિલ્મમાં એક્શન સાથે ઈમોશનલ કહાની અને પહેલા ભાગ સાથે જોડાયેલી યાદો પણ છે.જોકે આ માત્ર ફિલ્મનો પ્રારંભિક રિવ્યૂ છે. દર્શકોનો પ્રતિસાદ અને બોક્સ ઓફિસ પર ફિલ્મનું પ્રદર્શન કેવું રહે છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. પરંતુ શરૂઆતના રિવ્યૂને જોતા ઈમરાન હાશમીના ફેન્સ માટે ફિલ્મ ખાસ બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Emraan Hashmi Awarapan 2 First Review Awarapan 2 Film Review

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ