ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / 35 લાખની બેગ, 21 લાખની ઘડિયાળ, અભિનેત્રીથી સાંસદ બનેલી કંગનાનો 56 લાખનો લુક થયો વાયરલ
Last Updated: 12:56 AM, 14 August 2026
ADVERTISEMENT
સંસદમાં કંગના રાણાવતનો તાજેતરનો લૂક સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. વરસાદવાળા દિવસે પાર્લામેન્ટ પહોંચેલી કંગનાએ હળવા લાઈટ બ્લુ રંગની સાડી પહેરી હતી પરંતુ તેમના સાદા લૂકમાં મોંઘા એક્સેસરીઝએ બધાનું ધ્યાન ખેંચી લીધું. રિપોર્ટ્સ અનુસાર તેમના આખા લૂકમાં આશરે 56 લાખ રૂપિયાની લગ્ઝરી એક્સેસરીઝ સામેલ હતી.
ADVERTISEMENT
કંગનાએ કાળા રંગનો હર્મેસ બર્કિન (Hermes Birkin) બૅગ લીધી હતી, જે ટોગો લેધરમાંથી બનેલો હતો અને તેની કિંમત આશરે 35 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. આ બૅગમાં સિગ્નેચર ટોપ હૅન્ડલ અને ગોલ્ડ હાર્ડવેર લાગેલા હતા, જેને તેમના સાદા લૂકમાં અદ્ભુત લગ્ઝરી ટચ ઉમેરી દીધો હતો. લાઈટ બ્લુ સાડી સાથે કાળો બર્કિન બૅગ સરળતાથી નજરે પડી રહ્યો હતો.
ADVERTISEMENT
કંગનાએ નોર્થઈસ્ટની એરી સિલ્કની હળવી વાદળી સાડી પહેરી હતી. તેની સાથે તેને સફેદ રંગનું સાદું શોર્ટ-સ્લીવ બ્લાઉઝ પહેર્યું હતું અને જ્વેલરી પણ ખૂબ ઓછી રાખી હતી. તેમના લૂકની સૌથી વધુ ચર્ચા તેમના બ્લૅક હર્મેસ બર્કિન બૅગને લઈને થઈ. રિપોર્ટ્સ પ્રમાણે બ્લૅક ટોગો લેધરનો આ બૅગ આશરે 35 લાખનો હોવાનું જણાય છે. જેમાં ગોલ્ડ હાર્ડવેર અને સિગ્નેચર હૅન્ડલે તેને વધુ ખાસ બનાવ્યો.
ADVERTISEMENT
બૅગ સિવાય કંગનાની રોલેક્સ લેડી-ડેટજસ્ટ ઘડિયાળ પણ ચર્ચામાં રહી. ચોકલેટ બ્રાઉન ડાયલવાળી આ ઘડિયાળની અંદાજિત કિંમત આશરે 21 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.
વધુ વાંચો :
ADVERTISEMENT
ADVERTISEMENT
દિલ્હીના વરસાદથી બચવા માટે કંગનાએ ગુડ અર્થની પ્રિન્ટેડ છત્રી પણ લીધી હતી, જેની કિંમત આશરે 6100 રૂપિયા હોવાનું જણાય છે. ખાસ વાત એ છે કે છત્રીનો રંગ અને પ્રિન્ટ તેમની સાડી સાથે સરળતાથી મેળ ખાતા હતા. એક્વા-ટોનવાળી આ છત્રીના ઉપરના ભાગમાં ટ્રોપિકલ-સ્ટાઇલના પ્રિન્ટ હતા, જ્યારે અંદરની બાજુએ ગ્રાફિક શેવરોન પૅટર્ન બનાવેલું હતું. તેમાં લાકડાનું હૅન્ડલ પણ લાગેલું હતું. એવું બિલકુલ નહોતું લાગતું કે તેને માત્ર વરસાદથી બચવા માટે લીધી હોય પણ આ છત્રી તેમની સાડીના રંગો સાથે ખૂબ સારી રીતે મેળ ખાતી હતી. કંગનાએ સાદા ભારતીય લૂક સાથે લગ્ઝરી એક્સેસરીઝનું એવું કોમ્બિનેશન પસંદ કર્યું જેને સંસદમાં પહોંચતાં જ તેમના આઉટફિટને સુર્ખિઓમાં લાવી દીધો.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT