બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / રક્ષાબંધન પર લાગશે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, જાણો સૂતક કાળનો સમય અને પ્રભાવ

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / રક્ષાબંધન પર લાગશે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, જાણો સૂતક કાળનો સમય અને પ્રભાવ

Last Updated: 05:24 PM, 14 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

28 ઓગસ્ટ 2026ના રોજ લાગનારું આ વર્ષનું છેલ્લું આંશિક ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં અને તેનો કોઈ અસર કે સૂતકકાળ પણ માન્ય નહીં ગણાય. ચાલો તેના વિષે જાણીએ.

1/7

photoStories-logo

1. છેલ્લું ચંદ્રગ્રહણ

આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ રક્ષાબંધનના દિવસે લાગવાનું છે. શ્રાવણ પૂર્ણિમાની તિથિએ આ ગ્રહણ જોવા મળશે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે આ ગ્રહણનો અસર રક્ષાબંધનના પર્વ પર તો નહીં પડે? સાથે જ આ ગ્રહણ ક્યાં-ક્યાં દેખાશે અને તેનો સૂતકકાળ ક્યારથી શરૂ થશે તે પણ જાણવું જરૂરી છે. ચાલો જાણીએ ચંદ્રગ્રહણની તારીખ, સમય અને સૂતકકાળ વિશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ભારતમાં દેખાશે ચંદ્રગ્રહણ?

આ ખંડગ્રાસ એટલે કે આંશિક ચંદ્રગ્રહણ હશે. જેમાં 28 ઓગસ્ટે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ લાગવાનું છે, જે મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ એશિયામાં દેખાશે. ભારતમાં આ ચંદ્રગ્રહણ અદૃશ્ય રહેશે અને તેનો કોઈ અસર પણ નહીં પડે. કેમ કે ભારતમાં આ ગ્રહણ દેખાતું નથી આથી અહીં તેનો સૂતકકાળ પણ માન્ય નહીં ગણાય.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ચંદ્રગ્રહણ 2026ની તારીખ અને સમય

ચંદ્રગ્રહણની શરૂઆત 28 ઓગસ્ટે સવારે 8:04 વાગ્યે (ભારતીય સમય અનુસાર) થશે. ચંદ્રગ્રહણનો પીક ટાઈમ 28 ઓગસ્ટે સવારે 9:43 વાગ્યે થશે. જેમાં ચંદ્રગ્રહણની સમાપ્તિ સવારે 11:22 વાગ્યે થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ભારતમાં સ્થિતિ

જે સમયે આંશિક ચંદ્રગ્રહણ શરૂ થશે ત્યાં સુધીમાં ભારતમાં ચંદ્રમા અસ્ત થઈ ચૂક્યો હશે.આથી તેનો અસર ભારત પર નહીં પડે. સામાન્ય રીતે ચંદ્રગ્રહણનો સૂતકકાળ ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલાં લાગે છે. ભારતીય સમય અનુસાર આ સૂતકકાળ 27 ઓગસ્ટે રાત્રે 11:04 વાગ્યે શરૂ થઈ જશે. પરંતુ ભારતમાં આ ગ્રહણનો સૂતકકાળ માન્ય નહીં ગણાય આથી પૂજા-પાઠ અને બીજા મંગલિક કાર્યોમાં કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ચંદ્રગ્રહણ 2026 ક્યાં-ક્યાં દેખાશે?

આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ દક્ષિણ-પશ્ચિમ એશિયા (પાકિસ્તાન, અફઘાનિસ્તાનના દક્ષિણ વિસ્તાર, ઈરાન, ઈરાક, સાઉદી અરબ, શારજાહ વગેરે), આફ્રિકા, મોટા ભાગનું યુરોપ, મોટા ભાગનું ઉત્તર અને દક્ષિણ અમેરિકા તથા હિન્દ-પ્રશાંત મહાસાગરમાં દેખાશે. ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં અને તેનો કોઈ અસર પણ નહીં રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું?

ચંદ્રગ્રહણ દરમિયાન ઈશ્વરનું ધ્યાન કરવું યોગ્ય છે. તમે ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર, ચંદ્ર મંત્ર કે નવગ્રહ મંત્રોનો જપ કરી શકો છો. ઘરમાં રહીને શાંતિથી ધ્યાન કરો. ગ્રહણ દરમિયાન ખાવું-પીવું ન કરો.જોકે ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધો તેમના સ્વાસ્થ્ય મુજબ ખાઈ-પી શકે છે પરંતુ તે પહેલાં ખોરાકમાં તુલસીના પાંદડા કે દૂર્વા રાખી દેવા જોઈએ. ગ્રહણ સમાપ્ત થયા બાદ સ્નાન, દાન અને પુણ્ય કાર્યો જરૂર કરવા જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

lunar eclipse Sutakkal Raksha Bandhan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ