બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જ્યોર્જિના સાથે ગુપચુપ લગ્ન કર્યા? સોશિયલ મીડિયામાં ચર્ચા તેજ

photo-story

5 ફોટો ગેલેરી

સ્પોર્ટ્સ / ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જ્યોર્જિના સાથે ગુપચુપ લગ્ન કર્યા? સોશિયલ મીડિયામાં ચર્ચા તેજ

Last Updated: 04:54 PM, 12 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પોર્ટુગલના મહાન ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગ્ઝ સાથે ગુપચુપ લગ્ન કરીને ફેન્સને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ ખાનગી લગ્ન સમારોહમાં માત્ર પરિવાર અને તેમના 5 બાળકો જ હાજર રહ્યા હતા.

1/5

photoStories-logo

1. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જ્યોર્જિના સાથે ગુપચુપ લગ્ન કર્યા? સોશિયલ મીડિયામાં ચર્ચા તેજ

વિશ્વના દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોતાના ફેન્સને આશ્ચર્યમાં મૂકવા માટે જાણીતા છે. પરંતુ આ વખતે તેમણે રમતગમતના મેદાનની બહાર એક મોટો ધમાકો કર્યો છે. પોર્ટુગલના આ સ્ટાર ખેલાડીએ 11 August (મંગળવાર) ના રોજ પોતાની લોંગ ટાઈમ પાર્ટનર જ્યોર્જિના રોડ્રિગ્ઝ સાથે ગુપચુપ લગ્ન કરી લીધા છે. આ લગ્નની ફેન્સને છેક સુધી જાણ પણ થઈ નહોતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને આપી માહિતી

આ સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે રોનાલ્ડોએ સોશિયલ મીડિયા પર જ્યોર્જિના સાથેની એક ખાસ તસવીર શેર કરી. આ તસવીરમાં બંને લગ્નની વીંટી પહેરીને એકબીજાનો હાથ પકડેલા જોવા મળી રહ્યા હતા. અહેવાલો મુજબ, આ યુગલે એક અત્યંત ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા, જેમાં તેમના 5 બાળકો પણ સામેલ થયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. આ લગ્ન સમારોહ કાસ્કેસમાં યોજાયો હતો

બ્રન્સવિક ગ્રુપે જાહેરાત કરી હતી કે આ લગ્ન સમારોહ પશ્ચિમ પોર્ટુગલમાં રાજધાની લિસ્બન પાસે આવેલા દરિયા કિનારાના શહેર કાસ્કેસમાં યોજાયો હતો. આ સમારોહમાં હાજર તેમના 5 બાળકોના નામ ક્રિસ્ટિયાનો જુનિયર, જોડિયા બાળકો ઈવા અને માટેઓ, અલાના માર્ટીના અને બેલા એસ્મેરાલ્ડા છે. રોનાલ્ડોએ ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર સાથે કેપ્શનમાં લખ્યું: "C(હાર્ટ ઈમોજી)G".

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કેવી રીતે શરૂ થઈ હતી લવ સ્ટોરી?

રોનાલ્ડો અને જ્યોર્જિના રોડ્રિગ્ઝ 2016 માં મેડ્રિડમાં પ્રથમ વખત મળ્યા હતા અને છેલ્લા એક દાયકાથી સાથે છે. મેડ્રિડમાં એક સ્ટોર પર થયેલી અચાનક મુલાકાતથી શરૂ થયેલો તેમનો સંબંધ આજે એક મજબૂત પરિવાર બની ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, બંનેની પહેલી મુલાકાત મેડ્રિડના ગુચ્ચી (Gucci) બુટીકમાં થઈ હતી, જ્યાં જ્યોર્જિના સેલ્સ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. તે સમયે રોનાલ્ડો રિયલ મેડ્રિડ ક્લબ માટે રમતો હતો. થોડા દિવસો બાદ તેઓ એક બ્રાન્ડ ઈવેન્ટમાં ફરી મળ્યા હતા. નવેમ્બર 2017 માં જ્યોર્જિનાએ તેમની પુત્રી અલાના માર્ટીનાને જન્મ આપ્યો હતો. તેના થોડા મહિના પહેલા જ રોનાલ્ડો સરોગસી દ્વારા જોડિયા બાળકો માટેઓ અને ઈવા મારિયાના પિતા બન્યા હતા. જ્યોર્જિનાએ રોનાલ્ડો જુનિયર સહિત તમામ બાળકોને પોતાના ગણીને દિલથી અપનાવ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. કારકિર્દીના રેકોર્ડ્સ

પોર્ટુગલના આ દિગ્ગજ ખેલાડીના નામે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 146 ગોલનો અદભુત રેકોર્ડ છે અને તેઓ 5 વખત પ્રતિષ્ઠિત બેલોન ડી'ઓર (Ballon d'Or) એવોર્ડ જીતી ચૂક્યા છે. હાલમાં જ તેઓ પોતાની રાષ્ટ્રીય ટીમ માટે છઠ્ઠા વર્લ્ડ કપમાં રમતા જોવા મળ્યા હતા. ક્લબ ફૂટબોલની વાત કરીએ તો રોનાલ્ડો હાલમાં સાઉદી પ્રો લીગની ટીમ અલ-નાસર (Al-Nassr) માટે રમી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

GeorginaRodriguez RonaldoWedding CristianoRonaldo
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ