ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 8th પે કમિશને કર્યું નોટિફિકેશન જાહેર, કેન્દ્રીય કર્મચારીઓ ખાસ જાણી લે
Last Updated: 09:40 PM, 11 August 2026
ADVERTISEMENT
કેન્દ્ર સરકારના કર્મચારીઓ 8મા પગાર પંચની ભલામણોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. પગાર પંચ આવતા વર્ષના પ્રથમ છિમાસિક ગાળા સુધીમાં પોતાની ભલામણો સરકારને સોંપશે તેવી શક્યતા છે. તે પહેલાં વિવિધ કર્મચારી સંગઠનો સાથે બેઠકો યોજવામાં આવી રહી છે. આ દરમિયાન 8મા કેન્દ્રીય પગાર પંચ તરફથી એક નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
8મા કેન્દ્રીય પગાર પંચમાં કન્સલ્ટન્ટ તરીકેની નિમણૂક માટેના પાત્રતાના નિયમોમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યા છે. આ સુધારેલી માર્ગદર્શિકા મુજબ કન્સલ્ટન્ટની જગ્યાઓને 3 શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે: સીનિયર કન્સલ્ટન્ટ, કન્સલ્ટન્ટ અને યંગ પ્રોફેશનલ કન્સલ્ટન્ટ.
સીનિયર કન્સલ્ટન્ટ: આ પદ માટે ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ જરૂરી છે અને મહત્તમ વયમર્યાદા 45 વર્ષ નક્કી કરવામાં આવી છે.
ADVERTISEMENT
કન્સલ્ટન્ટ: આ શ્રેણી માટે ઓછામાં ઓછો 6 વર્ષનો અનુભવ અને મહત્તમ વયમર્યાદા 40 વર્ષ છે.
યંગ પ્રોફેશનલ કન્સલ્ટન્ટ: આ માટે 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે અને અરજી કરનારની મહત્તમ ઉંમર 32 વર્ષ હોવી જોઈએ. પંચ આ શ્રેણીમાં મહત્તમ 16 કન્સલ્ટન્ટ્સની નિમણૂક કરી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદ સહિત ગુજરાતમાં સોનાના ભાવમાં ફેરફાર! જાણો આજે શું છે 22K-24K ગોલ્ડનો ભાવ ?
ADVERTISEMENT
નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અરજીઓ માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. ટપાલ, ઈમેઈલ કે અન્ય કોઈ માધ્યમથી મોકલેલી હાર્ડ કોપી સ્વીકારાશે નહીં. ઉપરાંત, જે ઉમેદવારોએ અગાઉ અરજી કરી દીધી છે તેમણે ફરીથી અરજી કરવાની જરૂર નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT