ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ટોયોટાની નવી કારમાં 30 KM સુધીની માઇલેજનો દાવો, હાઇબ્રિડ ટેક્નોલોજી સહિતના આધુનિક ફીચર્સ

ઓટો / ટોયોટાની નવી કારમાં 30 KM સુધીની માઇલેજનો દાવો, હાઇબ્રિડ ટેક્નોલોજી સહિતના આધુનિક ફીચર્સ

Published By: Pravin Joshi

Last Updated: 01:37 PM, 11 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટોયોટા આગામી 14 ઓક્ટોબરે ભારતીય બજારમાં તેની નવી Toyota Glanza Facelift કાર લોન્ચ કરવા જઈ રહી છે, જેનું ટીઝર હાલમાં જ કંપની દ્વારા જારી કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT

ભારતીય ઓટોમોબાઈલ બજારમાં ગ્રાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટોયોટા પોતાની સૌથી સસ્તી અને લોકપ્રિય કારનું નવું અવતાર ભારતીય માર્કેટમાં ઉતારવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. કંપનીએ આ આગામી કારનું ટીઝર પણ જારી કરી દીધું છે. વાત કરી રહ્યા છીએ Toyota Glanza Facelift ની, જે આગામી 14 ઓક્ટોબરે સત્તાવાર રીતે લોન્ચ થવા જઈ રહી છે.

આ અઠવાડિયે જ ટોય્ટોયાએ ભારતીય બજારમાં નવી ફોર્ચ્યૂનર લીડર (Fortuner Leader) લોન્ચ કરી છે, અને હવે કંપની તેની બીજી મોટી પ્રોડક્ટ લાવવા માટે તૈયાર છે. તાજેતરમાં જારી કરવામાં આવેલી શોર્ટ ક્લિપમાં કંપનીએ હેચબેક કારના ફ્રન્ટ લુક પર ખાસ ફોકસ કર્યું છે, જેમાં રિડિઝાઈન કરેલી ગ્રીલ અને ટોયોટાનો પ્રખ્યાત લોગો સ્પષ્ટપણે નજરે પડે છે. ગત મહિને જ્યારે મારુતિ સુઝુકીએ પોતાની નવી બલેનો ફેસલિફ્ટ (Maruti Suzuki Baleno Facelift) લોન્ચ કરી હતી, ત્યારે જ ટોય્ટોયા ગ્લાન્ઝાના આગમનની ચર્ચાઓ તેજ થઈ ગઈ હતી.

કેવું હશે નવું એન્જિન અને પરફોર્મન્સ?

ટોયોટા ગ્લાન્ઝા એ મૂળભૂત રીતે મારુતિ બલેનોનું જ રીબેજ્ડ વર્ઝન છે. મારુતિએ ગત મહિને આ કારને નવા એન્જિન, શાનદાર એક્સટીરિયર અને આકર્ષક ઇન્ટિરિયર અપડેટ સાથે બજારમાં ઉતારી હતી. હવે બરાબર એવા જ બદલાવ નવી ટોયોટા ગ્લાન્ઝા ફેસલિફ્ટમાં પણ જોવા મળશે. હાલની ગ્લાન્ઝામાં 1.2-લિટરનું 4-સિન્ડર એન્જિન આવે છે, પરંતુ ફેસલિફ્ટ મોડેલમાં કંપની 1.2-લિટરનું 3-સિન્ડર એન્જિન આપી શકે છે જે નવી બલેનોમાં ઉપલબ્ધ છે. આ એન્જિન 83 hp નો પાવર અને 112 Nm નો ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.

શાનદાર CNG સેટઅપ

ખાસ વાત એ છે કે આ કાર તેના શાનદાર CNG સેટઅપ સાથે અંદાજે 30 km/kg (કિલોગ્રામ દીઠ કિલોમીટર) સુધીનું શાનદાર માઇલેજ ઓફર કરશે. ગ્રાહકોને તેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક એમ બંને ગિયરબોક્સના વિકલ્પો મળશે.

આધુનિક ફીચર્સ અને સેફ્ટી

કારના કેબિનના ઓવરઓલ લુકમાં મોટો ફેરફાર નહીં થાય, પરંતુ તેમાં બલેનો ફેસલિફ્ટ જેવા જ લેટેસ્ટ ફીચર્સ જોડવામાં આવશે. કારમાં વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, કૂલ્ડ વાયરલેસ ચાર્જિંગ પેડ અને 9-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે, જે વાયરલેસ Apple CarPlay અને Android Auto ને સપોર્ટ કરશે. નવી ગ્લાન્ઝામાં સેફ્ટીને પ્રાથમિકતા આપતા લેવલ 2 ADAS (Advanced Driver Assistance System) ફિચર આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ, લેન-કીપ અસિસ્ટ, એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ અને ઓટોમેટિક હાઇ-સ્પીડ અસિસ્ટ જેવા સેફ્ટી ફિચર્સ પણ ઉપલબ્ધ હશે.

વધુ વાંચો : દિલ્હી પોલીસે 7000થી વધુને કસ્ટડીમાં લીધા, કેજરીવાલ સહિત આ નેતાઓને છોડ્યા, જાણો આજે શું શું થયું?

લોકપ્રિય ગાડીઓ સાથે થશે મૂકાબલો

બજારમાં આવ્યા બાદ આ નવી કારનો સીધો મુકાબલો Hyundai i20 અને Tata Altroz જેવી લોકપ્રિય ગાડીઓ સાથે થશે. જો તમે પણ કોઈ સ્ટાઇલિશ, ફીચર-પેક્ડ અને બજેટ ફ્રેન્ડલી હેચબેક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ ગાડી તમારા માટે ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ToyotaGlanza ToyotaFacelift AutoNews

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ