ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તહેવારોમાં રાહત! વેપારીઓના વિરોધ બાદ UPI પર MDR લાગુ કરવાની મુદત 1 જાન્યુઆરી સુધી ટળી શકે
Last Updated: 02:22 PM, 8 October 2026
ADVERTISEMENT
યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ) મારફતે થતા વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) લાગુ કરવાની તારીખ ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬થી વધારીને ૧ જાન્યુઆરી, ૨૦૨૭ કરવાની દરખાસ્ત વિચારણા હેઠળ છે. આ મામલાથી વાકેફ સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસોમાં અંતિમ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
ADVERTISEMENT

આ મુદત લંબાવવામાં આવે તો તહેવારોની મોસમ પૂરી થાય ત્યાં સુધી વેપારીઓ માટે યુપીઆઈ પેમેન્ટ નિઃશુલ્ક રહેશે. વેપારીઓનાં સંગઠનોનાં વિરોધ બાદ આ નિર્ણય લેવાઈ શકે છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, એમડીઆર હવે તહેવારોની મોસમ પૂરી થયા બાદ જ અમલમાં આવે તેવી શક્યતા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)ના વડપણ હેઠળની યુપીઆઈ એન્ડ સર્વિસિસ સ્ટિયરિંગ કમિટીની બુધવારે બેઠક મળી હતી. તેમાં એમડીઆર લાગુ કરવાનો સમય અને અન્ય સ્પષ્ટતાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વેપારીઓનાં સંગઠનોએ પ્રસ્તાવિત એમડીઆરના વિરોધમાં ૨ ઓક્ટોબરે ‘નો યુપીઆઈ ડે’નું આયોજન કર્યું હતું, પરંતુ નાણાપ્રધાન નિર્મલા સીતારામન સાથે બેઠક થયા બાદ વિરોધ પાછો ખેંચી લીધો હતો. નિર્મલા સીતારામને ગયા મહિને જણાવ્યું હતું કે યુપીઆઈ સ્ટિયરિંગ કમિટીની બેઠક કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે મળશે.
ADVERTISEMENT
ટોચનાં સૂત્રોનો દાવો છે કે ક્રિસમસ બાદ તહેવારોની મોસમ પૂરી થશે ત્યારે યુપીઆઈ પર એમડીઆર લાગુ થવાની શક્યતા છે. એટલે કે તેની શરૂઆત ૧ જાન્યુઆરીથી થશે અને સમગ્ર ક્ષેત્રમાં લાગુ પડતી કેટેગરી મુજબ ફી વસૂલવાની વ્યવસ્થા અમલમાં આવી શકે છે. રૂ. ૨,૦૦૦ સુધીના યુપીઆઈ વ્યવહારો માટેની એમડીઆરમાંથી મુક્તિ અગાઉની જેમ જ ચાલુ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત, કમિટી વાર્ષિક રૂ. ૪૦ લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને એમડીઆરમાંથી મુક્તિ આપવાની પણ વિચારણા કરી રહી છે. આ પગલાંથી હાલની વ્યવસ્થા કરતાં મુક્તિનો વ્યાપ નોંધપાત્ર રીતે વધશે. હાલના માળખા હેઠળ માસિક રૂ. ૧ લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને આ ફીમાંથી મુક્તિ મળે છે. એમડીઆર એટલે વેપારી દ્વારા ડિજિટલ વ્યવહારની પ્રક્રિયા કરતી બેન્ક અથવા પેમેન્ટ કંપનીને ચૂકવવામાં આવતી ફી.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT