ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 96% કર્મચારીઓ કરી રહ્યાં છે AI ટુલ્સનો ઉપયોગ, ભારત સૌથી અગ્રેસર હોવાનો દાવો

ટેકનોલોજી / 96% કર્મચારીઓ કરી રહ્યાં છે AI ટુલ્સનો ઉપયોગ, ભારત સૌથી અગ્રેસર હોવાનો દાવો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:51 AM, 25 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AI Tools: એશિયા-પેસિફિક ક્ષેત્રના નવ દેશોમાં ભારતીય કર્મચારીઓ એઆઇ ટૂલ્સનો ઉપયોગ કરવામાં મોખરે છે.

ADVERTISEMENT

એશિયા-પેસિફિક ક્ષેત્રના નવ દેશોમાં ભારતીય કર્મચારીઓ એઆઇ ટૂલ્સનો ઉપયોગ કરવામાં મોખરે છે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપના રીપોર્ટ મુજબ 96 ટકા કર્મચારીઓ દરરોજ અથવા અઠવાડિયામાં બે થી ત્રણ વખત એઆઇ ટૂલ્સનો ઉપયોગ કરે છે.

વૈશ્વિક કન્સલ્ટન્સી ફર્મ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ (BCG) ના એક નવા રિપોર્ટ મુજબ ભારતમાં 96 ટકા કર્મચારીઓ દરરોજ અથવા અઠવાડિયામાં બે થી ત્રણ વખત એઆઇ ટૂલ્સનો ઉપયોગ કરે છે. એશિયા-પેસિફિક ક્ષેત્રના નવ મુખ્ય દેશોમાં ભારત આ દરમાં મોખરે છે. રિપોર્ટનું એક રસપ્રદ પાસું એ છે કે એઆઇ ના નિયમિત ઉપયોગથી ભારતીય કર્મચારીઓની કાર્ય ગતિમાં વધારો થયો છે અને તેઓ દર અઠવાડિયે સરેરાશ 15 કલાક બચાવી રહ્યા છે.

ભારત એશિયા-પેસિફિક ક્ષેત્રમાં આગળ છે

એક ન્યૂઝ અહેવાલ અનુસાર બીસીજી તેના 'ફોર એશિયા-પેસિફિક ક્વૈરિટી ઇજ ધ કી ટૂ વૈલ્યૂ' રિપોર્ટમાં જણાવે છે કે સમગ્ર એશિયા-પેસિફિક ક્ષેત્રમાં, નિયમિતપણે એઆઇનો ઉપયોગ કરતા કર્મચારીઓની સરેરાશ સંખ્યા 85 ટકા છે, જ્યા દર અઠવાડિયે સરેરાશ 9.4 કલાક બચત થઇ રહી છે. આ સરખામણીમાં ભારતીય કર્મચારીઓ ઘણા આગળ છે.

AI દ્વારા બચાવેલા સમયનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં ભારત નવ દેશોમાં પ્રથમ ક્રમે છે.

61 ટકા ભારતીય કર્મચારીઓએ કંપની માટે અન્ય મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક કાર્યો માટે બચાવેલા સમયનો ઉપયોગ કર્યો હોવાનું જણાવ્યું હતું.

સમગ્ર એશિયા-પેસિફિક ક્ષેત્રમાં આમ કરતા સરેરાશ 44 ટકા છે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં 60 ટકા અને ચીનમાં 37 ટકા છે.

તાલીમ અને નિયમો છે, પરંતુ સ્પષ્ટતાનો અભાવ

જ્યારે કર્મચારીઓમાં એઆઇ વિશે ભારે ઉત્સાહ છે, ત્યારે કોર્પોરેટ સ્તરે હજુ પણ સુધારા માટે થોડો અવકાશ છે. અહેવાલમાં કેટલાક મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ તમારા કામનું / 1 ડિસેમ્બરથી લાગુ થઈ રહ્યાં છે આ 7 નવા નિયમ, જાણો તમારા ખિસ્સાં પર થશે સીધી અસર

યોગ્ય તાલીમ અને નિયમો: ભારતમાં 42 ટકા કર્મચારીઓ માને છે કે તેમને AIનો અસરકારક રીતે ઉપયોગ કરવા માટે પૂરતી તાલીમ મળી છે. દરમિયાન 59 ટકા કર્મચારીઓએ જણાવ્યુ કે તેમની ઓફિસોમાં માનવો અને AI સાથે મળીને કામ કરવા માટે સ્પષ્ટ નિયમો છે.

વ્યૂહાત્મક સ્પષ્ટતાનો અભાવ: રિપોર્ટમાં એક મોટા પડકાર તરફ પણ ઇસારો કરવામાં આવ્યો છે. ભારતમાં ફક્ત 38 ટકા કર્મચારીઓને જ સ્પષ્ટ સમજ છે કે તેમની કંપની AIના ઉપયોગ દ્વારા ખરેખર શું પ્રાપ્ત કરવા માંગે છે અને તેમાં તેમની ભૂમિકા શું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AI Tools India Lifestyle

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ