ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ગેમર્સ માટે ખુશખબર, BGMI AIRનું ઓપન બીટા થયું લૉન્ચ, આ રીતે કરો ડાઉનલોડ
Last Updated: 02:39 PM, 25 November 2026
ADVERTISEMENT
મોબાઇલ ગેમર્સ માટે મોટા સમાચાર છે. KRAFTON એ BGMI ખેલાડીઓ માટે એક નવી ગેમ રજૂ કરી છે. તેનું નામ 'BGMI Air' છે, જેને અગાઉ 'BGMI Lite' તરીકે ઓળખવામાં આવતું હતું.
ADVERTISEMENT
કંપનીએ 25 નવેમ્બર, 2026ના રોજ એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ માટે Open Beta લોન્ચ કર્યું. ખાસ વાત એ છે કે, આ ગેમને ઓછી સ્ટોરેજ અને ઓછી ક્ષમતાવાળા સ્માર્ટફોનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જેનો અર્થ એ છે કે જો તમારા ફોનમાં સ્ટોરેજ સ્પેસ ઓછી હોય, તો પણ તમે આ ગેમ રમી શકો છો.
લગભગ 1GBનો છે BGMI Air
ADVERTISEMENT
BGMI Air ની સૌથી મોટી ખાસિયત તેની નાની ડાઉનલોડ સાઈઝ છે. તેનું પ્રારંભિક ડાઉનલોડ લગભગ 1GB નું છે. આ હાલની BGMI ગેમનું કોઈ અપડેટ નથી, પરંતુ એક અલગ એપ છે. તેને ડાઉનલોડ કરવા માટે યુઝર્સે Google Play Store પર જવું પડશે.
કંપનીનો ઉદ્દેશ્ય આ 'બેટલ રોયલ' ગેમને એવા યૂઝર્સ સુધી પહોંચાડવાનો છે જેમની પાસે મોંઘા કે અત્યંત શક્તિશાળી સ્માર્ટફોન નથી. અહેવાલો અનુસાર, તેમાં 'એરેન્ગેલ' મેપ હોઈ શકે છે અને એક મેચમાં 100 ખેલાડીઓ રમી શકે છે. હાલના BGMI યૂઝર્સએ તેમના એકાઉન્ટ બદલવાની કે નવી યુઝર ID બનાવવાની જરૂર રહેશે નહીં.
ADVERTISEMENT
જો તમે પણ BGMI Air રમવા માંગતા હો, તો તેને ડાઉનલોડ કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો.
ADVERTISEMENT
iPhone યૂઝર્સએ જોવી પડશે રાહ
હાલમાં, BGMI Air માટે ઓપન બીટા ફક્ત Android યૂઝર્સ માટે જ ઉપલબ્ધ છે. iPhone યૂઝર્સ માટે TestFlight લિંક હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. જોકે, આ ગેમ Apple App Store પર પ્રી-રજિસ્ટ્રેશન માટે લિસ્ટેડ છે.
ADVERTISEMENT
BGMI Air નું અંતિમ લોન્ચ ક્યારે થશે?
ભારતમાં BGMI Air નું ફાઇનલ લોન્ચ 10 ડિસેમ્બર, 2026ના રોજ નિર્ધારિત છે. આ પહેલાં, 20 થી 24 નવેમ્બર દરમિયાન દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં એક 'Closed Beta ટેસ્ટ' યોજવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 96% કર્મચારીઓ કરી રહ્યાં છે AI ટુલ્સનો ઉપયોગ, ભારત સૌથી અગ્રેસર હોવાનો દાવો
આ ગેમ અંગે યૂઝર્સમાં પહેલેથી જ નોંધપાત્ર રસ હતો. KRAFTON ના જણાવ્યા અનુસાર, નામ બદલવામાં આવ્યું તે પહેલાં જ BGMI Lite માટે 1 કરોડથી વધુ પ્રી-રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા હતા. બાદમાં, ગૂગલ પ્લે સ્ટોર પર આ આંકડો 1.4 કરોડને પાર થઇ ગયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો