ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / એલોન મસ્કના Starlink વિવાદ પર આકાશ અંબાણીએ શું કહ્યું?

ટેકનોલોજી / એલોન મસ્કના Starlink વિવાદ પર આકાશ અંબાણીએ શું કહ્યું?

Published By: Ajitsinh Jadeja

Last Updated: 09:10 PM, 8 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Akash Ambani: રિલાયન્સ જિયોની સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ પર એક મહત્વપૂર્ણ માહિતી આવી છે.

ADVERTISEMENT

Akash Ambani: આકાશ અંબાણીએ જિયોની સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ આપી છે. તેમણે જણાવ્યું કે કંપની તેના પર ઝડપથી કામ કરી રહી છે, પરંતુ લોન્ચ તારીખ અત્યારે જાહેર કરશે નહીં. દરમિયાન સ્ટારલિંક અંગે એલોન મસ્કના ‘Oligarch’ વાળા નિવેદન પર આકાશ અંબાણીએ ફક્ત ‘No comments’ કહ્યું હતું.

રિલાયન્સ જિયોની સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ પર એક મહત્વપૂર્ણ માહિતી આવી છે. કંપનીના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું કે જિયો તેની સેટેલાઇટ સર્વિસ પર ઝડપથી કામ કરી રહ્યું છે. તેમણે ભારતમાં તેની પ્રથમ સેટેલાઇટ સર્વિસ માટે કંપનીની લોન્ચ તારીખ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

આકાશ અંબાણીએ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2026 દરમિયાન એક ખાસ વાતચિતમાં આ વાત કહી હતી. તેમને એલોન મસ્કના તાજેતરના નિવેદન અને ભારતમાં સ્ટારલિંક વિશે ચાલી રહેલી ચર્ચા વિશે પૂછવામાં આવ્યું હતું. તેમણે આ અંગે કોઇ કમેન્ટ કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું, "અમે ફક્ત અમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ભારતીય ગ્રાહકોને સારી સર્વિસ પૂરી પાડવા માંગીએ છીએ."

સેટેલાઇટ ટેકનોલોજી બ્રોડબેન્ડને ઘરોમાં લાવવામાં મદદ કરશે

આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે આવનાર સમયમાં વધુ લોકો સુધી બ્રોડબેન્ડ ઇન્ટરનેટ પહોંચાડવામાં સેટેલાઇટ ટેકનોલોજી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, ખાસ કરીને એવા ઘરોમાં જ્યાં સ્ટાન્ડર્ડ બ્રોડબેન્ડ નેટવર્ક હજુ સુધી પહોંચ્યા નથી.

તેમના મતે સેટેલાઇટનો સૌથી મોટો ઉપયોગ હોમ બ્રોડબેન્ડમાં થઈ શકે છે. આનાથી એવા વિસ્તારોમાં પણ ઇન્ટરનેટ પહોચાડવું સરળ બનશે જ્યાં ફાઇબર અથવા અન્ય નેટવર્ક પહોંચવું મુશ્કેલ છે.

આકાશ અંબાણીએ કહ્યું કે જિયો પહેલાથી જ દેશના વધુ ઘરોમાં બ્રોડબેન્ડ લાવવા માટે કામ કરી રહ્યું છે, અને સેટેલાઇટ કનેક્ટિવિટી આ કામને વધુ આગળ વધારી શકે છે.

જિયોનું સ્વદેશી ટેકનોલોજી પર ધ્યાન

આકાશ અંબાણીએ એમ પણ કહ્યું હતું કે જિયો તેની સેટેલાઇટ સેવા માટે એન્ડ-ટુ-એન્ડ સ્વદેશી ટેકનોલોજી વિકસાવવામાં સારી પ્રગતિ કરી રહ્યું છે. કંપનીનો ઉદ્દેશ્ય તેની સેટેલાઇટ ટેકનોલોજી વૈશ્વિક ધોરણો સાથે મેળ ખાય છે અથવા તેના બરોબર છે.

જિયો પહેલા પણ તેની અન્ય ટેકનોલોજીને લઇ આવી રીતે ફોક્સ દેખાડી ચુક્યુ છે. હવે, કંપની સેટેલાઇટ ઇન્ટરનેટમાં આ સ્તરની ટેકનોલોજી લાવવાની તૈયારી કરી રહ્યું છે.

સ્ટારલિંકને લઇ મામલો શું છે?

ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટને લઇને જિયોની સાથે-સાથે એલોન મસ્કની કંપની સ્ટારલિંક પણ ચર્ચામાં છે. સ્ટારલિંક ગ્રામીણ વિસ્તારો અને એવા વિસ્તારોમાં ઇન્ટરનેટ પહોચાડવાની તૈયારી કરી રહ્યુ છે. જ્યાં સામાન્ય બ્રોડબેન્ડ નેટવર્ક હાલમાં મર્યાદિત ઍક્સેસ ધરાવે છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ તમારા કામનું / તહેવારોમાં રાહત! વેપારીઓના વિરોધ બાદ UPI પર MDR લાગુ કરવાની મુદત 1 જાન્યુઆરી સુધી ટળી શકે

સ્ટારલિંકને ભારતમાં સર્વિસ શરૂ કરવા માટે લાઇસન્સ મળી ગયું છે. આ સિવાય જિયો અને એરટેલના વનવેબને પણ લાઇસન્સ પ્રાપ્ત થયા છે. જોકે, વાણિજ્યિક સેવા શરૂ થાય તે પહેલાં કેટલીક સિક્યોરીટી અને સ્પેક્ટ્રમ સંબંધિત મંજૂરીઓ હજુ બાકી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Elon Musk Reliance Jio Akash Ambani

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ