બ્રેકિંગ ન્યુઝ
9 ફોટો ગેલેરી
Last Updated: 08:11 AM, 11 August 2026
1/9
જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજના ભાવ જાણીને ખરીદી કરવી ફાયદાકારક રહી શકે છે. 11 ઓગસ્ટ 2026ના રોજ દેશમાં 24 કેરેટ સોનાનો સરેરાશ ભાવ ₹1,51,960 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,39,290 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પણ સોનાના ભાવમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે. આ શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,52,010 પ્રતિ 10 ગ્રામ જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,39,340 પ્રતિ 10 ગ્રામ છે.
2/9
11 ઓગસ્ટના રોજ ભારતમાં 24 કેરેટ સોનાનો સરેરાશ ભાવ ₹1,51,960 પ્રતિ 10 ગ્રામ પર છે. એક ગ્રામની વાત કરીએ તો ભાવ ₹15,196 છે. 22 કેરેટ સોનાનો ભાવ ₹1,39,290 પ્રતિ 10 ગ્રામ એટલે કે ₹13,929 પ્રતિ ગ્રામ છે. 18 કેરેટ સોનાની કિંમત ₹1,13,970 પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. શહેર અને સ્થાનિક બજાર પ્રમાણે ભાવમાં થોડો તફાવત જોવા મળી શકે છે.
3/9
ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે સોનાના ભાવ લગભગ સમાન જોવા મળી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,39,340 પ્રતિ 10 ગ્રામ છે. આ શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત ₹1,52,010 પ્રતિ 10 ગ્રામ જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ ₹1,14,020 પ્રતિ 10 ગ્રામ છે. એટલે ગુજરાતમાં ખરીદી કરનાર ગ્રાહકોએ સ્થાનિક જ્વેલર્સ પાસેથી અંતિમ ભાવની પુષ્ટિ કરવી જરૂરી છે.
4/9
દેશના અલગ-અલગ શહેરોમાં પણ સોનાના ભાવમાં થોડો તફાવત જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં 22 કેરેટ સોનું ₹1,39,440 અને 24 કેરેટ સોનું ₹1,52,110 પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,39,290 અને 24 કેરેટનો ભાવ ₹1,51,960 છે. ચેન્નાઈમાં 22 કેરેટ સોનું ₹1,39,490 જ્યારે 24 કેરેટ સોનું ₹1,52,170 પ્રતિ 10 ગ્રામ છે.
5/9
છેલ્લા 10 દિવસના ભાવ પર નજર કરીએ તો સોનામાં એકંદરે તેજી બાદ હવે થોડી સ્થિરતા જોવા મળી રહી છે. 5 ઓગસ્ટે 24 કેરેટ સોનાનો ભાવ ₹14,684 પ્રતિ ગ્રામ હતો જે 6 ઓગસ્ટે વધીને ₹14,973 થયો હતો. ત્યારબાદ 7 અને 8 ઓગસ્ટે પણ ભાવમાં વધારો નોંધાયો હતો. 10 ઓગસ્ટે ભાવ ઘટીને ₹15,197 થયો અને આજે તેમાં ફરી ₹1નો સામાન્ય ઘટાડો થયો છે. એટલે છેલ્લા કેટલાક દિવસની તેજી બાદ હાલમાં ભાવ થોડો સ્થિર થતો દેખાઈ રહ્યો છે.
6/9
24 કેરેટ સોનું સૌથી વધુ શુદ્ધ માનવામાં આવે છે અને તેમાં લગભગ 99.9 ટકા સોનું હોય છે. તેની નરમાઈને કારણે તેમાંથી સામાન્ય રીતે ઘરેણાં બનાવવામાં મુશ્કેલી પડે છે. બીજી તરફ 22 કેરેટ સોનામાં લગભગ 91.6 ટકા સોનું હોય છે અને તેમાં અન્ય ધાતુઓ ભેળવવામાં આવે છે. તેના કારણે સોનું વધુ મજબૂત બને છે અને ઘરેણાં બનાવવા માટે યોગ્ય રહે છે. આ જ કારણસર જ્વેલરી ખરીદનારાઓમાં 22 કેરેટ સોનાની માંગ વધુ જોવા મળે છે.
7/9
સોનાના ઘરેણાં ખરીદતી વખતે તેની શુદ્ધતા ચકાસવી ખૂબ જરૂરી છે. હોલમાર્ક દ્વારા સોનાની શુદ્ધતા વિશે માહિતી મળે છે. 24 કેરેટ સોના માટે સામાન્ય રીતે 999, 22 કેરેટ માટે 916 અને 18 કેરેટ માટે 750 નંબર જોવા મળે છે. સોનું ખરીદતા પહેલા હોલમાર્ક અને શુદ્ધતાની વિગતો ચકાસવી જોઈએ. સાથે જ જ્વેલરીનું બિલ લેવું પણ મહત્વનું છે.
8/9
સોનાના લેટેસ્ટ ભાવ જાણવા માટે ગ્રાહકો 8955664433 નંબર પર મિસ્ડ કોલ કરી શકે છે. મિસ્ડ કોલ કર્યા બાદ SMS દ્વારા ભાવની માહિતી મળવાની સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત સોનાના ભાવની વધુ માહિતી માટે સત્તાવાર IBJA રેટ્સ વેબસાઇટ પણ જોઈ શકાય છે. જોકે જ્વેલરી ખરીદતી વખતે મેકિંગ ચાર્જ, GST અને અન્ય લાગુ પડતા ચાર્જને કારણે અંતિમ કિંમત અલગ હોઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
7 ફોટોઝ
Surya Grahan 2026 / 12 ઓગસ્ટે વર્ષનું બીજું સૂર્યગ્રહણ! ભારતમાં દેખાશે કે નહીં? સૂતક કાળ જાણો
ટોપ સ્ટોરીઝ