ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / એક જ ફૂડ અને ₹130 નો તફાવત, ફૂડ મંગાવતા પહેલાં જાણી લો હિડન ચાર્જિસનો ખેલ
6 ફોટો ગેલેરી
Last Updated: 10:03 PM, 27 September 2026
1/6
આજના સમયમાં ભૂખ લાગે એટલે હોટેલ સુધી ધક્કો ખાવાને બદલે મોબાઈલમાં ફૂડ ઓર્ડર કરી લેવું એકદમ સામાન્ય બની ગયું છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે ફૂડ ઓર્ડર કરી રહ્યા છો, તે જ ડિશ બીજી કોઈ એપ પર તમને ઘણી સસ્તી મળી શકે છે? તાજેતરમાં સોશિયલ મીડિયા પર આવો જ એક કિસ્સો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ગ્રાહકે એક જ રેસ્ટોરન્ટમાંથી બિરયાની ઓર્ડર કરતી વખતે બે અલગ-અલગ ફૂડ ડિલિવરી એપ્સ પર ભાવ સરખાવ્યા તો તેને પૂરા 130 રૂપિયાનો મોટો તફાવત જોવા મળ્યો. આ ઘટનાએ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા હજારો ગ્રાહકોને વિચારતા કરી મૂક્યા છે.
2/6
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
અમુક એપ્સ ભારે ડિસ્કાઉન્ટ કે કેશબેક આપવાનો દાવો કરે છે પરંતુ તેની મૂળ કિંમત જ એટલી ઊંચી રાખવામાં આવે છે કે કૂપન એપ્લાય કર્યા પછી પણ ગ્રાહકને મોંઘું જ પડે છે. આ સિવાય સ્વિગી કે ઝોમેટો જેવા મોટા એગ્રીગેટર્સની સરખામણીએ ONDC એટલે કે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ કે મેજિકપિન જેવી એપ્સ પર કમિશન ઓછું હોવાથી ત્યાં એ જ બિરયાની ઘણી સસ્તી મળી રહે છે.
6/6
સોશિયલ મીડિયા યુઝર્સ આ વાયરલ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા સલાહ આપી રહ્યા છે કે ઓનલાઈન ઓર્ડર કરતી વખતે કોઈપણ એક એપ પર આંધળો વિશ્વાસ ન કરવો. ઓર્ડર કન્ફર્મ કરતા પહેલા બે-ત્રણ અલગ એપ્સ પર આઈટમનું ફાઈનલ બિલ એમાઉન્ટ સરખાવી લેવું જોઈએ. જો શક્ય હોય તો નજીકની રેસ્ટોરન્ટમાં ડાયરેક્ટ કોલ કરીને કે જાતે જઈને પિકઅપ કરવાથી પણ બિનજરૂરી ચાર્જિસમાંથી બચી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ