ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / UPSC પ્રીલિમ્સમાં 27 સવાલો પર વિવાદ, CATએ જવાબ માંગ્યો, હજારો યુવાનોના માર્ક પર અસર પડી શકે

નેશનલ / UPSC પ્રીલિમ્સમાં 27 સવાલો પર વિવાદ, CATએ જવાબ માંગ્યો, હજારો યુવાનોના માર્ક પર અસર પડી શકે

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:51 PM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPSC Controversy: યુપીએસસી પ્રિલિમ્સ પરીક્ષાને લગતો વિવાદ હજુ પણ ચાલી રહ્યો છે. શરૂઆતમાં સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષામાં આઠ પ્રશ્નો પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ હવે આ સંખ્યા વધીને 27 થઈ ગઈ છે.

ADVERTISEMENT

UPSC Controversy: યુપીએસસી પ્રિલિમ્સ પરીક્ષાને લગતો વિવાદ હજુ પણ ચાલી રહ્યો છે. શરૂઆતમાં સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષામાં આઠ પ્રશ્નો પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ હવે આ સંખ્યા વધીને 27 થઈ ગઈ છે. આશરે 63 ઉમેદવારોના બીજા જૂથે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT) નો સંપર્ક કર્યો છે, જેમાં પ્રિલિમ્સ પરીક્ષામાં 27 પ્રશ્નો પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. CAT એ આયોગને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે.

યૂપીએસસી સિવિલ સેવા પ્રિલિમ્સ પરીક્ષામાં વાંધાઓની સંખ્યા વધીને 27 થઈ ગઈ છે. ઉમેદવારોએ જનરલ સ્ટડીઝ અને એપ્ટિટ્યુડ પેપરમાં 27 પ્રશ્નો પર વાંધો ઉઠાવ્યો છે. ઓગસ્ટમાં ફક્ત આઠ પ્રશ્નોનો આ મામલો હતો. સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો દાવો કરે છે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ની પ્રોવિઝનલ આન્સર કીમાં આપવામાં આવેલા જવાબો કાં તો ખોટા છે, અથવા તેના સાચા જવાબ નથી, અથવા એક કરતાં વધુ સાચા જવાબો હોઇ શકે છે.

સંઘ લોક સેવા આયોજ (UPSC) સિવિલ સર્વિસીસ પરીક્ષા દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાંની એક છે. દર વર્ષે લાખો ઉમેદવારો આઇએએસ,આઇપીએસ, આઇએફએસ સહિત અધિકારીઓ બનવાના સ્વપ્ન સાથે UPSC CSE પરીક્ષા આપે છે. આ ઉમેદવારોમાંથી ખૂબ ઓછા તેમના સપના પૂરા કરી શકે છે. લાખો ઉમેદવારો ત્રણેય તબક્કામાં પાછળ છુટી જાય છે: પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ. આમાંના ઘણા ઉમેદવારો ફક્ત થોડા ગુણથી રહી જાય છે. આવી સ્થિતિમાં યૂપીએસસી પ્રિલિમ્સ પરીક્ષામાં 27 પ્રશ્નો સામે ઉઠાવવામાં આવેલા વાંધા એક ગંભીર બાબત છે.

શરૂઆતમાં વાંધા 8 પ્રશ્નો સામે હતા, હવે આ 27 થયા

એક અહેવાલ મુજબ ઉમેદવારોના ઓછામાં ઓછા બે ગૃપએ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT) માં આ પ્રશ્નોને પડકાર્યા છે. ચાર ઉમેદવારોના એક ગૃપએ આઠ પ્રશ્નોને પડકાર્યા છે, જ્યારે 63 ઉમેદવારોના બીજા ગૃપએ 27 પ્રશ્નોને પડકાર્યા છે, જેમાં પહેલી અરજીમાં પડકારવામાં આવેલા આઠ પ્રશ્નોનો સમાવેશ થાય છે.

અગાઉ સચિન તિવારી અને અન્ય યૂપીએસસી ઉમેદવારોએ વકીલ દ્વારા CAT ની પ્રિન્સિપાલ બેન્ચમાં પ્રિલિમ્સ પરીક્ષામાં 8 પ્રશ્નો અંગે યૂપીએસસી વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. ઉમેદવારો ફરિયાદ કરી રહ્યા છે કે UPSC પ્રિલિમ્સ જનરલ સ્ટડીઝ (GS) પેપર 1 (સેટ A) માં આઠ પ્રશ્નો (પ્રશ્નો 7, 11, 45, 60, 62, 82, 86 અને 96) માં ભૂલો છે.

UPSC CSE પ્રિલિમ્સ પ્રશ્નોમાં 'ભુલો' શું છે?

ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ યૂપીએસસી પ્રિલિમ્સ પરીક્ષામાં મુખ્ય ભૂલો નીચે મુજબ છે:

Zero FIR: ઉમેદવારો કહે છે કે હિન્દી સંસ્કરણમાં તપાસ જેવો શબ્દને મળતો આવતો શબ્દ વપરાય છે, જ્યારે અંગ્રેજી સંસ્કરણમાં 'preliminary inquiry' લખાયું છે, જેના કારણે સાચો વિકલ્પ પસંદ કરવામાં મૂંઝવણ થાય છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ નેશનલ / આતંકવાદ સામે કોઈપણ પ્રકારની સ્ટ્રાઈક કરવા માટે ભારત તૈયાર, રક્ષામંત્રી રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી

ગ્રાન્ડ સ્લેમ નિયમો: ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ સંબંધિત પ્રશ્નનો જવાબ સત્તાવાર નિયમપુસ્તકમાંથી મુખ્ય રેન્કિંગ માપદંડને અવગણે છે.

ઋગ્વેદિક કાળ: ઋગ્વેદિક કૃષિ સંબંધિત પ્રશ્નો, જેમ કે અશ્મા ચક્ર અને આહાવામાં સરકારી/સંસ્કૃતિ મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ તથ્યો અને યૂપીએસસીની આંસર કી વચ્ચે વિરોધાભાસ હોવાનું જણાવાયું છે.

CAT એ UPSC પાસેથી જવાબ માંગ્યો, 8 ઓક્ટોબરે સુનાવણી

જ્યારે આયોગ તરફથી પ્રોવિજનલ આંસર કી અને ઇમેલ દ્વારા પણ કોઇ જવાબ ના અપાય તો ઉમેદવારોએ CATનો સંપર્ક કર્યો. તેમણે UPSC અને ભારત સરકાર વિરુદ્ધ CAT પ્રિન્સિપાલ બેન્ચમાં અરજી દાખલ કરી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UPSC Prelims Issue CAT UPSC Controversy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ