ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગોંડલ પાસે અકસ્મતામાં એક જ પરિવારના 3 વ્યક્તિના મોત, કારચાલકે એક્ટિવાને અડફેટે લીધું

અકસ્માત / ગોંડલ પાસે અકસ્મતામાં એક જ પરિવારના 3 વ્યક્તિના મોત, કારચાલકે એક્ટિવાને અડફેટે લીધું

Published By: Hiralal Parmar
Reported By: Dhruv Maru

Last Updated: 03:54 PM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોંડલ પાસે ઘોઘાવદર-રામોદ રોડ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કારચાલકે એક્ટિવાને અડફેટે લેતાં 3 લોકોના મોત થયા હતા.

ADVERTISEMENT

ગોંડલ પાસે ઘોઘાવદર-રામોદ રોડ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કારચાલકે એક્ટિવાને અડફેટે લેતાં 3 લોકોના મોત થયા હતા. અનિડા ભાલોડીના દંપતી અને 13 વર્ષના દીકરાનું મોત થયું છે. અકસ્માત કરનાર કાર મહિલા હંકારી રહી હતી.

અનિડા ભાલોડીનો પરિવાર સસરાના ઘેર જઈ રહ્યો હતો

અનિડા ભાલોડીનો પરિવાર રામોદ ખાતે સસરાના ઘરે જઈ રહ્યો હતો. પરિવારના સભ્યો ટુ વ્હીલર પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે ધોધાવદર અને રામોદ વચ્ચે અચાનક કાર સાથે ભીષણ અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટુ વ્હીલર પર સવાર પરિવારના ત્રણેય સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં.

આ પણ વાંચોઃ નવસારીના વિજલપોરમાં ગણેશ વિસર્જન બાદ રસ્તા પર જામ્યા ગુલાલના જાડા થર, 11 હજાર કિલો ગુલાલ ઉડાવાતા વાહનો અટવાયા

મૃતકોમાં કોણ કોણ?

આ ગમખ્વાર અકસ્માતમાં જયેશભાઈ બગડા, શારદાબેન બગડા અને વ્રજ બગડાનું કરૂણ મોત થયું છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના એકસાથે મોતના સમાચારથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.અકાળે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી અનીડા ભાલોડી અને રામોદ પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અકસ્માતની ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાએ સ્થાનિકોમાં પણ ચકચાર જગાવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Latest Gujarat News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ