ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / 'અર્નબ'ના પ્રકોપથી 14 રાજ્યોમાં હાહાકાર... યુપીમાં 13 લોકોના મોત, છત્તીસગઢમાં નદીઓમાં પૂર અને બિહારમાં ચેતવણી
Last Updated: 11:21 PM, 26 September 2026
ADVERTISEMENT
Cyclone Arnab: બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું અર્નબ ચક્રવાત ભલે નબળું પડી ગયું હોય, પરંતુ તેના કારણે અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો છે. 14 રાજ્યોમાં ચેતવણી જારી કરવામાં આવી છે. છત્તીસગઢમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે.
ADVERTISEMENT
અર્નબ ચક્રવાતના કારણે ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત આઠ રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બંગાળની ખાડીમાં બનેલ હવામાન સિસ્ટમ હવે દક્ષિણ છત્તીસગઢથી ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહી છે. આને કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 14 રાજ્યોમાં ચેતવણી જારી કરવામાં આવી છે. છત્તીસગઢ હાલમાં સૌથી વધુ કહેર જોવા મળી રહ્યો છે.
#WATCH | Gorakhpur, Uttar Pradesh: Continuous heavy rain causes severe waterlogging as normal life gets disrupted.
— ANI (@ANI) September 26, 2026
A local says, "We have never faced a situation like the one we are experiencing today. It used to rain in the past as well, and while water would accumulate, it… pic.twitter.com/qiZV2ouLrp
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં લગભગ 48 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે, જેમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. અલગ-અલગ ઘટનાઓમાં 13 લોકોના મોત થયા છે. 32 જિલ્લાઓમાં પૂરનો ખતરો છે, જ્યારે બિહારના 19 જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT
દરમિયાન છત્તીસગઢના બસ્તરમાં વરસાદે શહેરોથી ગામડાઓ સુધી હાહાકાર મચાવ્યો છે. પાંચ દિવસના સતત વરસાદ પછી નાના અને મોટા બંને નદીઅને નાળાઓમાં પુર આવ્યુ છે. રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે, ખેતરો પાણીમાં ડૂબી ગયા છે અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.
ઘણા વિસ્તારોમાં પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે લોકોને તેમના ઘરો અને સામાન છોડી ભાગવું પડ્યું છે. ભારે વરસાદ અને પૂરને કારણે બસ્તરમાં જનજીવન પ્રભાવિત થયું છે.
ADVERTISEMENT
#WATCH | Jagdalpur, Chhattisgarh | Heavy rain and Indravati River floods leave villages inundated; rescue and relief operations underway. pic.twitter.com/EiHnqtB72x
— ANI (@ANI) September 26, 2026
જગદલપુરમાં ઇન્દ્રાવતી નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. જૂના પુલ પાસે નદી ભયના નિશાનથી ઉપર વહી રહી છે. નદી કિનારાના વિસ્તારોમાં પાણી સતત વધી રહ્યું છે. લાલબાગ, દોંગાઘાટ અને શ્યામા પ્રસાદ મુખર્જી વોર્ડમાં પાણી ભરાઈ ગયા છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે લોકો બાળકો અને વૃદ્ધોને તેમના ઘરમાંથી બહાર કાઢીને સલામત સ્થળોએ લઈ જઈ રહ્યા છે.
ADVERTISEMENT
રાજધાની રાયપુરમાં સતત વરસાદને કારણે નદીઓ અને નાળાઓ છલકાઈ રહ્યા છે. મહાદેવઘાટ ખાતે ખારુન નદીનો પુલ સંપૂર્ણપણે ડૂબી ગયો છે. છેલ્લા 24 કલાકથી સતત પડી રહેલા મુશળધાર વરસાદને પગલે નદીનું પાણીનું સ્તર ઝડપથી વધી ગયું છે. પુલની આસપાસ પાણી ભરાઈ જવાથી લોકોની અવરજવર પ્રભાવિત થઇ છે.
ગારિયાબંદમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. જિલ્લાની ત્રણ મુખ્ય નદીઓ પૈરી, સૌંદર અને મહાનદીના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, જ્યારે નાની નદીઓ અને નાળા પાણીથી છલકાઇ રહ્યા છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેશનલ / જ્ઞાનેશ કુમારને હટાવવા આસાન નથી! નોટિસથી રાષ્ટ્રપતિના આદેશ સુધી, આવી છે CEC ને દૂર કરવાની આખી પ્રક્રિયા
સુકમાના કોંટા વિસ્તારમાં શબરી નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે અને ચેતવણીના સ્તર પર પહોંચી ગયું છે. જો નદીનું પાણી આ જ રીતે વધતુ રહેશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. સાવચેતી રૂપે વહીવટીતંત્રે નદી કિનારાના ગામોમાં દેખરેખ વધારી દીધી છે. સુકમાને ઓડિશા સાથે જોડતા રસ્તા પર પણ વરસાદની અસર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ઝાપર પુલ પરથી પાણી વહી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ