ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / વિવાદો વચ્ચે દિલ્હીમાં ચૂંટણી પંચની મોટી બેઠક, CEC જ્ઞાનેશ કુમાર સાથે બંને કમિશનરો રહ્યા હાજર

નેશનલ / વિવાદો વચ્ચે દિલ્હીમાં ચૂંટણી પંચની મોટી બેઠક, CEC જ્ઞાનેશ કુમાર સાથે બંને કમિશનરો રહ્યા હાજર

Published By: Pravin Joshi

Last Updated: 06:07 PM, 26 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી સ્થિત નિર્વાચન સદનમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરો – સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

ADVERTISEMENT

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ચાલી રહેલા રાજકીય વિવાદ અને વિપક્ષના વિરોધ પ્રદર્શનો વચ્ચે શનિવારે બપોરે 3:00 વાગ્યે દિલ્હી સ્થિત નિર્વાચન સદનમાં ભારત ચૂંટણી પંચની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સાથે પંચના બંને ચૂંટણી કમિશનરો - ડૉ. સુખબીર સિંહ સંધૂ અને ડૉ. વિવેક જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. એક અંગ્રેજી અખબારના ચોંકાવનારા રિપોર્ટ બાદ વિપક્ષી દળો જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે આક્રમક મૂડમાં છે.

મતદારો માટે ચૂંટણી પંચના રાહતરૂપ નિર્ણયો

વિવાદ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ સામાન્ય જનતાને હાલાકી ન પડે તે માટે કેટલાક મહત્વપૂર્ણ આદેશો આપ્યા છે.

ઘરે બેઠા ચકાસણી: ડેટા મેપિંગ ન થવા કે રેકોર્ડમાં ગડબડને કારણે જે લોકોને નોટિસ મળી છે, તેમના ઘરે BLO (બૂથ લેવલ ઓફિસર) પોતે જઈને જરૂરી પુરાવા એકત્ર કરશે.

ઓનલાઈન પ્રક્રિયા: એકત્ર કરાયેલા દસ્તાવેજોને ECI-Net પર અપલોડ કરાશે, જેથી ERO તે આધાર પર નિર્ણય લઈ શકે. સામાન્ય લોકોને ERO કે AERO ની ઓફિસે જવાની જરૂર રહેશે નહીં. માત્ર વિશેષ કિસ્સાઓમાં જ સુનાવણી થશે અને તે પણ મોટાભાગે ઓનલાઈન જ રાખવામાં આવશે.

બેઘર અને મજૂરો માટે ખાસ કેમ્પ: જિલ્લા ચૂંટણી અધિકારીઓ (DEO) ને નાઈટ શેલ્ટરમાં રહેતા લોકો, ગરીબો, મજૂરો અને બેઘર નાગરિકો માટે જરૂરિયાત મુજબ સ્પેશિયલ કેમ્પ અને હેલ્પ ડેસ્ક ઊભા કરવા સૂચના આપવામાં આવી છે.

સીઈસી પર મહાભિયોગ લાવવાની વિપક્ષની તૈયારી

અંગ્રેજી અખબારના રિપોર્ટમાં દાવો કરાયો હતો કે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં 14 વખત તેમની જાણ બહાર લેવાયેલા નિર્ણયો પર વાંધો ઉઠાવ્યો હતો. જેમાં ફોર્મ 6 માં ફેરફાર અને વોટર લિસ્ટ ડેટાબેઝના કેન્દ્રીય નિયંત્રણ જેવા મુદ્દા શામેલ હતા.

આ પણ વાંચો : પ્રેમાનંદ મહારાજના શિષ્યના મોતથી વૃંદાવનમાં હડકંપ, ચોથા માળેથી કૂદીને કરી આત્મહત્યા?

આ રિપોર્ટ સામે આવ્યા બાદ કૉંગ્રેસ, RJD સહિતના પક્ષોએ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, આસામ અને પટનામાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરી સીઈસીના રાજીનામાની માંગ કરી છે. વિપક્ષી ગઠબંધન INDIA સીઈસી સામે મહાભિયોગ લાવવાની તૈયારી કરી રહ્યું છે, જેના માટે 30 સપ્ટેમ્બરના રોજ બેઠક યોજાશે. આ પહેલા પણ March 2026 માં લોકસભા અને રાજ્યસભામાં અનુક્રમે 130 અને 63 સાંસદોની સહીવાળી નોટિસ આપવામાં આવી હતી, જેને 6 April ના રોજ ફગાવી દેવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GyaneshKumar ElectionCommission ECIMeeting

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ