ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 6% ઈન્ક્રીમેન્ટ, DA મર્જ, ત્રણ ગણી સેલરી, જાણો 8માં પગારપંચ પર ન્યૂ અપડેટ

કામની વાત / 6% ઈન્ક્રીમેન્ટ, DA મર્જ, ત્રણ ગણી સેલરી, જાણો 8માં પગારપંચ પર ન્યૂ અપડેટ

Published By: Nirav Kumar

Last Updated: 07:31 PM, 23 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

8મા પગાર પંચની મુંબઈ બેઠક 22-23 ઓક્ટોબરે યોજાશે અને સ્ટેકહોલ્ડર્સ 10 ઓક્ટોબર સુધી અરજી કરી શકે છે. કર્મચારીઓ 2.75 ફિટમેન્ટ ફેક્ટર, 6% વાર્ષિક ઇન્ક્રિમેન્ટ અને DA મર્જરની માંગ કરી રહ્યા છે. જેનાથી પગાર અને પેન્શનમાં મોટો વધારો થઈ શકે છે.

ADVERTISEMENT

કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 8મા પગાર પંચની ચર્ચાઓ ઝડપથી આગળ વધી રહી છે. પંચની બેઠકોનો સિલસિલો ચાલુ છે અને હવે મુંબઈમાં મહત્વની બેઠક યોજાવાની છે. 22 અને 23 ઓક્ટોબર 2026ના રોજ થનારી આ મીટિંગમાં કેન્દ્રીય સરકારી સંસ્થાઓ, સંગઠનો, એસોસિયેશન્સ અને યુનિયન્સને આયોગ સાથે વાતચીત કરવા માટે બોલાવવામાં આવ્યા છે.

નાણા મંત્રાલયે 21 સપ્ટેમ્બરે જાહેરાત કરી છે કે રસ ધરાવતા સ્ટેકહોલ્ડર્સ 10 ઓક્ટોબર 2026 સુધી ઑનલાઇન ફોર્મ ભરીને એપોઇન્ટમેન્ટ માટે અરજી કરી શકે છે. આ મુંબઈની મુલાકાત આયોગની સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશન પ્રક્રિયાનો ભાગ છે. તે પહેલાં 7 અને 8 ઓક્ટોબરે બેંગલુરુમાં પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અરજીની અંતિમ તારીખ 18 સપ્ટેમ્બર હતી.

અત્યાર સુધી થયેલી બેઠકોમાં કર્મચારીઓ અને પેન્શનર્સે કેટલીક મહત્વની માંગણીઓ મૂકી છે. તેમાં ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો, વાર્ષિક ઇન્ક્રિમેન્ટમાં વધારો, મોંઘવારી ભથ્થું (DA)નું મર્જર, HRAમાં વધારો, પેન્શનમાં વૃદ્ધિ અને જૂની પેન્શન યોજનાની પુનઃસ્થાપના જેવી બાબતો સામેલ છે.

જેમાં સૌથી વધુ ચર્ચામાં 2.75 ગણા ફિટમેન્ટ ફેક્ટરની માંગ છે. જો આ મંજૂર થાય તો કર્મચારીઓના પગારમાં મોટો વધારો થઈ શકે છે. હાલની 18000 રૂપિયાની મીનીમમ બેઝિક સેલરી વધીને 49,500 રૂપિયા થઈ જશે. તેવી જ રીતે 12000 રૂપિયાની બેઝિક પેન્શન 33,000 રૂપિયા સુધી પહોંચી શકે છે.

કર્મચારીઓની બીજી મહત્વની માંગ છે કે મોંઘવારીને કાબૂમાં રાખવા અને પગાર સાથે ન્યાય કરવા માટે દર વર્ષે ઓછામાં ઓછું 6 ટકાનું ઇન્ક્રિમેન્ટ આપવામાં આવે. આ સાથે જ હાલના 60 ટકા મોંઘવારી ભથ્થાને પગારમાં મર્જ કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે. જો આ બન્ને માંગણીઓ માન્ય થાય તો પગારમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે.

વધુ વાંચો : UPI પેમેન્ટ પર કસ્ટમરે નહીં આપવો પડે કોઇ ચાર્જ, નાણામંત્રીએ કરી સ્પષ્ટતા

પગાર પંચ હજુ સલાહની પ્રક્રિયામાં છે અને અંતિમ નિર્ણયો પછીથી આવશે. પરંતુ કર્મચારીઓ અને પેન્શનર્સમાં આ અપડેટ્સને લઈને ઉત્સાહ અને અપેક્ષા વધી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Employees fitment factor 8th Pay Commission

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ