ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ક્યારેક કેમ્પસમાં ગાંજાના છોડ મળ્યા તો ક્યારેક વિદેશી વિદ્યાર્થિનીઓ સામે દેહ વેપારનો આરોપ લાગ્યો, 2019થી મારવાડી યુનિવર્સિટી સતત વિવાદમાં

રાજકોટ / ક્યારેક કેમ્પસમાં ગાંજાના છોડ મળ્યા તો ક્યારેક વિદેશી વિદ્યાર્થિનીઓ સામે દેહ વેપારનો આરોપ લાગ્યો, 2019થી મારવાડી યુનિવર્સિટી સતત વિવાદમાં

Published By: Vishal Khamar

Last Updated: 03:24 PM, 23 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંધ્રપ્રદેશની 19 વર્ષની વિદ્યાર્થિની અલ્લા વેંકટેશ સોભાર્નિકાનું ગર્લ્સ હોસ્ટેલના 10મા માળેથી પડી જવાથી મોત થતાં રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી એક વખત વિવાદોના વમળમાં ફસાઈ છે. આ ચોંકાવનારી ઘટનાનું કારણ હજુ પોલીસ તપાસ હેઠળ છે, પરંતુ આ બનાવે યુનિવર્સિટી કેમ્પસની સુરક્ષા અને હોસ્ટેલ વ્યવસ્થાને લઈને અગાઉથી ઊભા થયેલા સવાલોને ફરી જીવંત કરી દીધા છે. વર્ષ 2019થી 2026ના સાત વર્ષના સમયગાળામાં હોસ્ટેલમાં થયેલા રહસ્યમય મૃત્યુ, રેગિંગ અને અત્યાચારના આરોપોથી લઈને નશીલા પદાર્થો, વિદેશી વિદ્યાર્થીઓને લઈને વિવાદો અને અન્ય વિવાદાસ્પદ નવ જેટલી ઘટનાઓ સુધી—મારવાડી યુનિવર્સિટી સાથે જોડાયેલા વિવાદાસ્પદ બનાવોની યાદી ખૂબ લાંબી છે.

ADVERTISEMENT

સૌરાષ્ટ્રની શાન ગણાતા રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટીના કેમ્પસ સાથે જોડાયેલી વિવાદોની યાદી વર્ષોથી અટકતી નથી. નવ ચોંકાવનારા બનાવો વખતે પોલીસ ફરિયાદ થઈ છે અને પોલીસને કેમ્પસમાં આવવું પડ્યું છે. 2049માં હોસ્ટેલના 11મા માળેથી વિદ્યાર્થીના મોતથી શરૂ થયેલા ગંભીર પ્રશ્નોથી લઈને 2022ના રેગિંગ અને અત્યાચારના કેસ, 2023માં કેમ્પસમાંથી ગાંજાના છોડ મળી આવવા, 2024-25માં વિદેશી વિદ્યાર્થીઓને લઈને સ્થાનિક વિવાદો અને તાજેતરમાં 19 વર્ષની વિદ્યાર્થિનીના હોસ્ટેલના 10મા માળેથી મોત સુધી—કેમ્પસની સુરક્ષા અને વ્યવસ્થા અંગે વારંવાર સવાલો ઊભા થયા છે.

એક નજર કરીએ મારવાડી યુનિવિર્સિટી સાથે સંકળાયેલા તમામ વિવાદો પર…

મારવાડી યુનિવર્સિટીના સ્થાપક અને પ્રેસિડેન્ટ કેતન મારવાડી છે. હાલ પ્રો. (ડૉ.) રાજેન્દ્રસિંહ જાડેજા પ્રોવોસ્ટ તરીકે જવાબદારી સંભાળે છે. યુનિવર્સિટીના જૂના બોર્ડ ઓફ ગવર્નન્સના સત્તાવાર દસ્તાવેજમાં જીતુભાઈ ચંદારાણા વાઇસ-પ્રેસિડેન્ટ તરીકે નોંધાયેલા છે. ઉપલબ્ધ સત્તાવાર અને જાહેર માહિતીમાં જીત મારવાડી અને ધ્રુવ મારવાડી પણ ટ્રસ્ટી/બોર્ડ સાથે સંકળાયેલા હોવાનું સામે આવે છે.

વિવાદોની ટાઇમલાઇન

  • સપ્ટેમ્બર, 2026: આંધ્રપ્રદેશની 19 વર્ષની વિદ્યાર્થિની અલ્લા વેંકટેશ સોભાર્નિકાનું ગર્લ્સ હોસ્ટેલના 10મા માળેથી પડી જવાથી મોત. મોતનું કારણ હજુ પોલીસ તપાસ હેઠળ
  • જાન્યુઆરી, 2026: તેલંગાણાના 18 વર્ષના વિદ્યાર્થી શેરેડ્ડી સાઈરામનો હોસ્ટેલ રૂમમાંથી મૃતદેહ મળ્યો; મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. એ જ વર્ષે મે મહિનામાં પ્રોફેસરનો કથિત ન્યૂડ વીડિયો કોલ વાઈરલ થતાં તપાસ કમિટી રચાઈ.
  • 2025: રતનપર ગામમાં વિદેશી વિદ્યાર્થીઓને લઈને સ્થાનિકોમાં તણાવ; નશા અને દેહવ્યાપારના આક્ષેપો થયા, પરંતુ આ આરોપો સાબિત થયેલા નથી. ઓગસ્ટમાં બે વિદેશી વિદ્યાર્થીઓનો વીડિયો વાઈરલ થતાં ફરી રજૂઆત થઈ.
  • સપ્ટેમ્બર, 2024: ગર્લ્સ હોસ્ટેલમાં એક વિદ્યાર્થિનીનો બીજી વિદ્યાર્થિનીનો કથિત વીડિયો બનાવ્યાના આરોપ બાદ હોબાળો અને મારામારી; પોલીસ બોલાવવી પડી.
  • 2024: વિદેશી વિદ્યાર્થી અને સ્થાનિક વચ્ચેના વિવાદ બાદ તણાવ સર્જાયો; પોલીસ દ્વારા બંને પક્ષનાં નિવેદનો લેવાયા, પરંતુ એફઆઈઆર નોંધાઈ નહોતી.
  • એપ્રિલ, 2023: બોયઝ હોસ્ટેલની સી વિંગ નજીક ગાંજાના 23 છોડ મળી આવ્યા; એફએસએલ પુષ્ટિ બાદ પોલીસે એનડિપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો.
  • સપ્ટેમ્બર, 2022: હોસ્ટેલમાં પાર્થ પંડ્યાની આત્મહત્યા, શરૂઆતમાં તે વિદ્યાર્થી હતો કે કર્મચારી તે અંગે પણ પોલીસ સ્પષ્ટ નહોતી.
  • ઓક્ટોબર 2022: પ્રથમ વર્ષના 19 વર્ષના વિદ્યાર્થી સાથે રેગિંગના નામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ગંભીર આરોપ, પાંચ સામે ગુનો નોંધાયો અને યુનિવર્સિટીએ એન્ટી-રેગિંગ કાર્યવાહી શરૂ કરી.
  • જાન્યુઆરી 2019: 20 વર્ષના BCA વિદ્યાર્થી નીલ ઠક્કરનું હોસ્ટેલના ૧૧મા માળેથી પડી જવાથી મોત, હોસ્ટેલ રેક્ટરની ભૂમિકાની પણ પોલીસ તપાસ થઈ.

આ પણ વાંચોઃ જીતો ₹2 લાખ* સુધીનાં આકર્ષક ઈનામો! VTV Digitalની પ્રિ-નવરાત્રિ કોન્ટેસ્ટમાં આપો સવાલોના જવાબ અને જીતો ઈનામ

વાલીઓના અનેક સવાલો, પણ તંત્ર નિરુત્તર

મારવાડી યુનિવર્સિટીનો દાવો છે તે કેમ્પસમાં એન્ટી-રેગિંગ કમિટી, એન્ટી-રેગિંગ સ્ક્વોડ, હોસ્ટેલ કમિટી છે. કેટલાક વાલીઓ નામ નહીં આપવાની શરતે સવાલ પૂછે છે કે જો એન્ટી-રેગિંગ સિસ્ટમ છે તો વારંવાર આટલી વિવાદાસ્પદ ઘટનાઓ કેમ બનતી રહે છે? વાલીઓના આ સવાલોનો મારવાડી યુનિવર્સિટી તંત્ર પાસે કોઈ જવાબ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Marwadi University news Marwadi University controversy Marwadi University Rajkot

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ