ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ‘ઘટના માત્ર અકસ્માત છે’, ગુજ્જુ લવ ગુરુ સાથેની ટક્કરમાં ઈજાગ્રસ્ત યુવકે કહી હકીકત

બનાસકાંઠા / ‘ઘટના માત્ર અકસ્માત છે’, ગુજ્જુ લવ ગુરુ સાથેની ટક્કરમાં ઈજાગ્રસ્ત યુવકે કહી હકીકત

Published By: Vishal Khamar
Reported By: Vashram Chaudhary

Last Updated: 01:08 PM, 23 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુઈગામ નજીક હરિધામ ગૌશાળા પાસે થયેલા બાઈક અકસ્માતમાં હાસ્ય કલાકાર ગુજ્જુ લવ ગુરુ ઉર્ફે ચંદન રાઠોડનું મોત થયું. ઈજાગ્રસ્ત દશરથ અને મણાભાઈ રાઠોડે અકસ્માત અંગે વાત કરી.

ADVERTISEMENT

17 સપ્ટેમ્બર... સુઈગામના લોકપ્રિય હાસ્ય કલાકાર ચંદન રાઠોડ ઉર્ફે ગુજ્જુ લવ ગુરૂ માટે આ દિવસ અંતિમ સાબિત થયો. હરિધામ ગૌશાળા નજીક હાઈવે પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો અને આ અકસ્માતમાં ગુજ્જુ લવ ગુરુ ઉર્ફે ચંદન રાઠોડનું મોત થયું હતું. ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા તેમના પરિવાર, મિત્રો અને લાખો ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ હતી.

પરંતુ આ અકસ્માતમાં માત્ર ચંદન રાઠોડ જ નહીં, પરંતુ સામેના બાઈક પર સવાર દશરથ રાઠોડ અને મણાભાઈ રાઠોડને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના એક અઠવાડિયા બાદ અમારી ટીમ ઉચોસણ ગામે બંનેના ઘરે પહોંચી હતી.

દશરથ રાઠોડએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પરથી ખબર પડી કે જેની સાથે અકસ્માત થયો તે ગુજ્જુ લવ ગુરુ હતા. ખૂબ દુઃખ થયું. હું તેમના ઘરે પણ જઈ શક્યો નથી, તેનો મને ખૂબ આઘાત છે.” આ કોઈ જાણીજોઈને બનેલી ઘટના નથી, અચાનક બનેલો અકસ્માત છે. સોશિયલ મીડિયામાં કોઈ ખોટી કે વગર અર્થની પોસ્ટ ન કરવા અપીલ કરી હતી,

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા દશરથ રાઠોડ અને મણાભાઈ રાઠોડ પણ સામાન્ય પરિવારમાંથી આવે છે. બંને દૈનિક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અકસ્માત બાદ સારવાર અને રોજગારી પર અસર થતાં તેમના પરિવારો સામે પણ મુશ્કેલી ઊભી થઈ છે.

ગુજરાતના લોકપ્રિય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને કોમેડી કિંગ 'ગુજ્જુ લવ ગુરુ' (ચંદન રાઠોડ) ના માર્ગ અકસ્માતમાં થયેલા કરૂણ મોત મામલે મોટો વળાંક આવ્યો છે.ચંદન રાઠોડના પરિવારે અકસ્માત મામલે ભાભર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પરિવારની ફરીયાદને આધારે ભાભર પોલીસે GJ-08-CL-4210 નંબરના બાઇક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સામેવાળા બાઈકે ટક્કર મારી

આ અકસ્માત કોઈ સ્લિપ થવાના કારણે નહીં, પરંતુ બે બાઈક વચ્ચે સામસામે થયેલી ટક્કરના કારણે થયો હતો. આથી પોલીસે સામેની બાઈક (નંબર GJ 08 CL 4210) ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની થોડી મિનિટો પહેલાંના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ચંદન રાઠોડ એક પેટ્રોલ પંપ પર પોતાની બાઈકમાં પેટ્રોલ પુરાવતા નજરે પડે છે. તેઓ શૂટિંગ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બનાસકાંઠાના ભાભર-સુઈગામ હાઈવે પર હરિધામ ગૌશાળા નજીક આ કાળમુખો અકસ્માત નડ્યો હતો.

મોતના 3 કલાક પહેલા પોસ્ટ કરી

ઉલ્લેખનીય છે કે ચંદન રાઠોડે મોતના 3 કલાક પહેલાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂક્યો હતો જેમાં તેમણે જીવન અને વિધાતા પર એક રીલ પોસ્ટ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, "જેનો ભરોસો નથી ને એનું નામ છે જિંદગી અને જેનો 100 ટકા ભરોસો છે તેનું નામ છે મોત". આ પોસ્ટના થોડા જ કલાકો બાદ ચંદન રાઠોડની બાઈકનો અકસ્માત થયો હતો અને તેનું અવસાન થયું હતું.

આ પણ વાંચોઃ ઝેરી દવા પીને જૂનાગઢમાં વનરાજસિંહ અને રેખાબા ઝાલાએ કર્યો આપઘાત, જાણો કારણ

ભાભર PI એ શું કહ્યું?

વાવ-થરાદના 'ગુજ્જુ લવ ગુરુ' નામે લોકપ્રિય સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ચંદન રાઠોડનું કરુણ નિધન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. ભાભર પોલીસ સ્ટેશનના PI હરેશકુમાર એલ. જોશી એ VTV News Digital સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ચંદન રાઠોડનું મોત માર્ગ અકસ્માતની ઘટનામાં થયું છે. પ્રાથમિક માહિતી મુજબ બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ‘ગુજ્જુ લવ ગુરુ’ ઉર્ફે ચંદન રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓના કારણે તેમનું નિધન થયું હોવાનું PIએ જણાવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujju Love Guru Chandan Rathod accident Chandan Rathod

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ