ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભરૂચના દેણવા ગામે ખેતરમાં કામ કરતી મહિલા પર વીજળી પડી, દાઝી જતા મો*ત
Last Updated: 10:10 AM, 23 September 2026
ADVERTISEMENT
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દેણવા ગામે ચોમાસા દરમિયાન એક કરુણ ઘટના સામે આવી છે. ગામમાં અચાનક ભારે વરસાદ અને વાવાઝોડા સાથે પવન ફૂંકાયો હતો. આ દરમિયાન ખેતરમાં કામ કરી રહેલી કપિલાબેન વિનોદભાઈ સોલંકી પર અચાનક વીજળી પડી હતી. વીજળી પડતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, કપિલાબેન સોલંકી દેણવા ગામના નાગરિક હતા અને ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે વરસાદ સાથે ખૂબ જ પવન અને વાવાઝોડું શરૂ થયું હતું. આકાશમાં વીજળીના કડાકા-ભડાકા વચ્ચે અચાનક કપિલાબેન ઉપર વીજળી પડી હતી. વીજળી પડતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટના બનતા જ ગામના આગેવાનો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. કપિલાબેનને તાત્કાલિક આમોદ CHC સેન્ટર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ડૉક્ટરોએ તેમની તપાસ કરી હતી. ત્યારબાદ અન્ય ડૉક્ટરોને પણ બોલાવવામાં આવ્યા હતા અને જરૂરી તપાસ કરવામાં આવી હતી. જોકે, તપાસ બાદ તબીબોએ કપિલાબેન સોલંકીને મૃત જાહેર કર્યા હતા.
ADVERTISEMENT
આ ઘટનાની જાણ થતાં આમોદ-જંબુસરના ધારાસભ્ય D.K. સ્વામી પણ તાત્કાલિક આમોદ CHC સેન્ટર પહોંચ્યા હતા. તેમની સાથે કાર્યકર્તાઓ, તાલુકા પ્રમુખ, પ્રમુખ સહિત ચૂંટાયેલા સભ્યો પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ધારાસભ્ય અને આગેવાનો દ્વારા પરિવારને જરૂરી મદદ મળે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ધારાસભ્ય D.K. સ્વામીએ જણાવ્યું હતું કે, ચોમાસાની સીઝન દરમિયાન અચાનક વરસાદ અને વાવાઝોડા સાથે પવન આવ્યો હતો. આ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડી રહ્યો હતો અને ખેતરમાં કામ કરી રહેલા કપિલાબેન વિનોદભાઈ સોલંકી ઉપર અચાનક વીજળી પડી હતી. ગામના આગેવાનો દ્વારા તેમને તાત્કાલિક આમોદ CHC સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા, પરંતુ તબીબોની તપાસ બાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

ADVERTISEMENT
ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં તેઓ પોતાના કાર્યકર્તાઓ, તાલુકા પ્રમુખ, પ્રમુખ અને ચૂંટાયેલા તમામ સભ્યો સાથે તાત્કાલિક CHC સેન્ટર ખાતે પહોંચ્યા હતા. પરિવારને જે કોઈ મદદની જરૂર પડે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. મૃતક કપિલાબેનનો પાર્થિવ દેહ પરિવારને સોંપવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ પરિવારની પરંપરા પ્રમાણે અંતિમ વિધિ કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : દાહોદના બાવકા તળાવમાં ગણપતિ વિસર્જન દરમિયાન યુવક ડૂબ્યો, યુવકનું કરુણ મો*ત
આ દુઃખદ ઘટનામાં પરિવારને સરકારી સહાય મળે તે માટે પણ રજૂઆત કરવામાં આવી છે. ધારાસભ્ય D.K. સ્વામીએ જણાવ્યું હતું કે, પરિવાર પર અચાનક આવી પડેલી આ આફતમાં તેમને સહાયરૂપ થવા માટે સરકાર સમક્ષ તાત્કાલિક સહાયની રજૂઆત કરવામાં આવી છે. પરિવારને શક્ય તેટલી ઝડપથી સહાય મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. હોસ્પિટલ ખાતે પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. PI કરમટીયા સાહેબ તેમજ TDO સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા માટેની કામગીરી ચાલી રહી હતી. મૃતદેહ પરિવારને સોંપવા સહિતની જરૂરી કાર્યવાહી અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે પણ વધુ તપાસ શરૂ કરી છે. દેણવા ગામમાં બનેલી આ દુઃખદ ઘટનાએ એક પરિવારને ઊંડા શોકમાં ગરકાવ કરી દીધો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT