ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : અંબાજી ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે ચાચર ચોકમાં ભવ્ય ડ્રોન શો, અદ્વિતીય કલાકૃતિઓ કંડારાઈ
Last Updated: 10:20 PM, 22 September 2026
ADVERTISEMENT
અંબાજી ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે ચાચર ચોકમાં ભવ્ય ડ્રોન શોનું આયોજન કરાયું હતું. આ અદભુત ડ્રોન શોમાં 450થી વધુ અદ્યતન ડ્રોન દ્વારા આકાશમાં અદ્વિતીય કલાકૃતિઓ કંડારવામાં આવી હતી. રાત્રિના અંધકારમાં ડ્રોનની મદદથી માં અંબાના નીજ મંદિરનું આબેહૂબ દ્રશ્ય આકાશમાં રચાયું હતું. પવિત્ર ગબ્બર પર્વત અને અખંડ જ્યોતની પ્રતિકૃતિ પણ આકાશી નજારામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. મા અંબાના વિવિધ સ્વરૂપો અને દિવ્ય કલાકૃતિઓ જોઈ ઉપસ્થિત માઈભક્તો મંત્રમુગ્ધ બન્યા હતા.
ADVERTISEMENT
અંબાજીમાં ભક્તિ અને ટેકનોલોજીનો અદભુત સંગમ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 22, 2026
ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે અંબાજીના ચાચર ચોકમાં ભવ્ય ડ્રોન શો યોજાયો હતો. 450થી વધુ અદ્યતન ડ્રોન દ્વારા આકાશમાં મા અંબાના નીજ મંદિર, ગબ્બર પર્વત અને અખંડ જ્યોતની આબેહૂબ પ્રતિકૃતિઓ રચવામાં આવી હતી. માતાજીના વિવિધ સ્વરૂપોની આકાશી… pic.twitter.com/w3FNnpkYKA
મહામેળામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યાં
ADVERTISEMENT
મહામેળામાં લાખોની સંખ્યામાં ઉમટેલા ભક્તો માટે આ ટેકનોલોજી અને ભક્તિનો સંગમ વિશેષ આકર્ષણ બન્ય હતો અને સમગ્ર ચાચર ચોક 'જય અંબે' અને 'બોલ માડી અંબે'ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઊઠ્યો હતો. ભક્તોના આનંદ અને ઉત્સાહમાં વધારો કરવા વહીવટી તંત્ર દ્વારા સતત બે દિવસ માટે આ શોની વ્યવસ્થા કરાઈ છે. મેળામાં આવતા યાત્રાળુઓ માટે આકાશી રોશનીનો આ નજારો એક યાદગાર અનુભવ સાબિત થયો.
ADVERTISEMENT
45 લાખથી વધુ ભક્તો માટે પ્રશાસનનું આયોજન
આ વખતે ભાદરવી પૂનમ મહામેળામાં 45 લાખથી વધુ માઈભક્તો ઉમટે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા પ્રશાસન અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અભૂતપૂર્વ હાઈટેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ મેળામાં 25 થી વધુ સ્થળોએ ભીડ વધતા AI દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં એલર્ટ મોકલવામાં આવ્યા , જેના આધારે તાત્કાલિક પોલીસ મોકલી અવ્યવસ્થા રોકવામાં આવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.