ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Rasna સામે ઉઠ્યા ગંભીર સવાલ, બાળકોને પીવડાવતા પહેલા જાણો તેમાં શું છે? બાળકની હેલ્થને થઈ શકે છે અસર

વિવાદ / Rasna સામે ઉઠ્યા ગંભીર સવાલ, બાળકોને પીવડાવતા પહેલા જાણો તેમાં શું છે? બાળકની હેલ્થને થઈ શકે છે અસર

Published By: Priykant Shrimali

Last Updated: 09:13 AM, 23 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rasna Drink Controversy : ભારતનું સૌથી લોકપ્રિય ડ્રિંક રસના દાવો તો કરે છે કે, તેમના શરબતમાં ખાંડ ઉમેરવાની જરૂર નથી. આપણને બધાને ખબર છે કે વધુ પડતી ખાંડ શરીર માટે હાનિકારક છે. પરંતુ રસના પેકેટના આગળના બાજુ ખાંડ ઉમેરવાની જરૂર નથી એવું કહે છે અને પેકેટની પાછળની બાજુ લખે છે કે તેમના શરબતના પાવડરમાં 90% તો ખાંડ જ છે!

ADVERTISEMENT

Rasna Drink Controversy ભારતમાં લગભગ દરેક ઘરમાં મહેમાનો અને ખાસ કરીને બાળકોને આપવામાં આવતું લોકપ્રિય શરબત 'Rasna' હાલ સોશિયલ મીડિયા પર ગંભીર આરોગ્ય વિવાદમાં ઘેરાયું છે. પેકેટ પર 'વિટામિન્સ અને મિનરલ્સ' વાંચીને જે કોલ્ડડ્રિંકને માતા-પિતા બાળકો માટે હેલ્ધી માનવાની ભૂલ કરી રહ્યા છે, તેના ન્યુટ્રિશન લેબલને લઈને સ્વાસ્થ્ય નિષ્ણાતોએ લાલબત્તી ધરી છે. વાઇરલ દાવા મુજબ, Rasnaના પાઉડરમાં 90 ટકાથી વધુ માત્રામાં ખાંડ છે અને તેમાં યુરોપ સહિત 30થી વધુ દેશોમાં પ્રતિબંધિત કેમિકલ કલરનો પણ ઉપયોગ થાય છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ

આ વિવાદની શરૂઆત સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા બે અલગ-અલગ વીડિયોથી થઈ છે. હેલ્થ કન્ટેન્ટ ક્રિએટર Dr. Ravi Guptaએ દાવો કર્યો હતો કે જો કોઈ બાળક રોજ એક ગ્લાસ Rasna પીવે છે, તો દર મહિને તેના શરીરમાં અંદાજે 690 ગ્રામ જેટલી માત્ર ખાંડ જ ઠલવાય છે. બીજી તરફ, પેકેજ્ડ ફૂડ સામે જાગૃતિ અભિયાન ચલાવતા 'Food Pharmer' (રેવંત હિમતસિંગકા)એ પણ પ્રોડક્ટના લેબલ પર સવાલ ઊઠાવતાં ખુલાસો કર્યો હતો કે Rasnaના 100 ગ્રામ પાઉડરમાં 90 ગ્રામ કરતાં પણ વધુ ખાંડ રહેલી છે.

500 ગ્રામના પેકેટમાં 452 ગ્રામ ખાંડ!

બજારમાં ઉપલબ્ધ 'Rasna Insta Lemon'ના સત્તાવાર ન્યુટ્રિશનલ ચાર્ટની ચકાસણી કરતાં સામે આવ્યું કે કંપની પોતે જ લેબલ પર 100 ગ્રામ પાઉડરમાં 90.5 ગ્રામ ટોટલ શુગર દર્શાવે છે. 500 ગ્રામનું એક પેકેટ પૂરું થતાં બાળકના પેટમાં આશરે 452.5 ગ્રામ ખાંડ પહોંચે છે. 90 ટકા ખાંડ હોવા છતાં પ્રોડક્ટમાં સ્વાદ વધારવા માટે ગ્લુકોઝ અને વધારાના સ્વીટનર પણ ઉમેરવામાં આવે છે.

ખાંડ અંગે WHOની ચેતવણી

અહીં એ સમજવું જરૂરી છે કે આટલા બધા પ્રમાણમાં ખાંડ શરીર માટે અત્યંત હાનિકારક છે. World Health Organisationsના એક્સપર્ટ રિપોર્ટ પ્રમાણે રસના જેવા ડ્રિંકમાં રહેલી ખાંડ શરીરને અંદરથી નબળું બનાવે છે. ખાંડના સેવનથી શરીરને થતા નુક્સાનનો ખતરો છેલ્લા 20 વર્ષમાં 3 ગણો વધ્યો છે. ખાંડમાંથી મળતી કેલરી બાળકોના વિકાસ, ઉંઘ અને દાંતને નુક્સાન કરે છે. દાંત સડવાથી લઈને ડાયાબિટીઝ સુધી આટલો અનિયંત્રિત સુગર ઈન્ટેક 96 કરોડથી વધુ લોકોને નુક્સાન કરી રહ્યો છે.

30થી વધુ દેશોમાં પ્રતિબંધિત કલર INS 171નો વપરાશ

સૌથી વધુ ચિંતાજનક બાબત Rasnaના ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટમાં જોવા મળતો કલર INS 171 એટલે કે 'ટાઇટેનિયમ ડાયોક્સાઇડ' છે. યુરોપિયન યુનિયન અને મિડલ ઈસ્ટના 30 કરતાં વધુ દેશોમાં આ કેમિકલ પર ખાદ્યપદાર્થોમાં ઉપયોગ માટે કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સંશોધનો અનુસાર, ટાઇટેનિયમ ડાયોક્સાઇડના સેવનથી 'જિનોટોક્સિસિટી' થઈ શકે છે એટલે કે તમારા DNAને નુકસાન થવાનું જોખમ રહેલું છે.

વિટામિન્સનો દાવો અને ફળોના નામે માત્ર ફ્લેવર

કંપની પેકેટ પર '11થી 21 વિટામિન્સ અને મિનરલ્સ' હોવાનો મોટો પ્રચાર કરે છે. જોકે હેલ્થ એક્સપર્ટ્સ સ્પષ્ટ કરે છે કે કૃત્રિમ રીતે ઉમેરેલા વિટામિન્સ 90 ટકા ખાંડથી થતા નુકસાનને અટકાવી શકતા નથી. આ ઉપરાંત, આખા ફળમાં રહેલા કુદરતી ફાઇબર અને પાણી સામે પ્રોડક્ટમાં વપરાતો 'ફ્રૂટ જ્યુસ પાઉડર' કે એક્સટ્રેક્ટ માત્ર સ્વાદ માટે છે, જેને વાસ્તવિક ફળોનો વિકલ્પ ગણી શકાય નહીં.

WHOની ચેતવણી અને FSSAI-સુપ્રીમ કોર્ટનું વલણ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના નિર્દેશ અનુસાર, બાળકોના રોજિંદા આહારમાં ખાંડનું પ્રમાણ 5થી 10 ટકાથી ઓછું રાખવું જરૂરી છે, નહીં તો ઓબેસિટી, દાંતમાં સડો અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ નાની વયે જ ઘર કરી જાય છે. WHOએ 2 વર્ષથી નાની વયના બાળકો માટે કોઈપણ પ્રકારના સ્વીટન્ડ ડ્રિંક્સ સંપૂર્ણપણે બંધ રાખવા ભલામણ કરેલી છે. પરંતુ, આ બધાની વચ્ચે જો તમારા ઘરમાં પણ Rasnaના પેકેટ છે કે તમે રેગ્યુલર બાળકોને Rasna પીવડાવો છો, તો સાચવવાની જરૂર છે. કારણ કે એક ગળ્યા પીણાથી તમારા બાળકોની આખી જિંદગી ખરાબ થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

social media Rasna drink controversy Rasna

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ