ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત બોર્ડ પ્રથમ વખત ધોરણ 10-12 માટે સ્ટેટ ઓપન સ્કૂલ પરીક્ષા યોજશે, 3થી વધુ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓને પણ તક
Last Updated: 09:59 AM, 23 September 2026
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ના એવા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે, જેઓ નિયમિત રીતે કોઈ શાળામાં અભ્યાસ કરતા નથી અથવા પરીક્ષામાં ત્રણથી વધુ વિષયમાં નાપાસ થયા છે. આવા વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવાની તક આપવા માટે બોર્ડ દ્વારા પ્રથમ વખત સ્ટેટ ઓપન સ્કૂલની વિશેષ પરીક્ષા યોજવામાં આવશે.
ADVERTISEMENT
આ પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન યોજાવાની છે. નેશનલ ઓપન સ્કૂલની વ્યવસ્થાની જેમ જ ગુજરાતમાં પણ સ્ટેટ ઓપન સ્કૂલ અંતર્ગત વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની તક મળશે.
6 ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકાશે
ADVERTISEMENT
પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ 6 ઓક્ટોબર સુધીમાં નજીકની શાળામાંથી ફોર્મ ભરવાનું રહેશે. આ માટે વિદ્યાર્થીઓએ બોર્ડ દ્વારા નક્કી કરાયેલી પ્રક્રિયા મુજબ અરજી કરવાની રહેશે.

ADVERTISEMENT
શાળામાં અભ્યાસ ન કરતા વિદ્યાર્થીઓ પણ આપી શકશે પરીક્ષા
આ યોજનાનો સૌથી મહત્વનો લાભ એવા વિદ્યાર્થીઓને મળશે, જેઓ હાલમાં કોઈ શાળામાં અભ્યાસ કરતા નથી. આવા વિદ્યાર્થીઓ પણ સ્ટેટ ઓપન સ્કૂલની પરીક્ષા માટે નોંધણી કરાવી શકશે. આ ઉપરાંત ધોરણ 10 કે 12ની પરીક્ષામાં 3થી વધુ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પણ ફરી પરીક્ષા આપવાની તક મળશે. આ નિર્ણયથી અગાઉ પરિણામમાં નિષ્ફળ રહેલા વિદ્યાર્થીઓને અભ્યાસનું વર્ષ બગાડ્યા વિના આગળ વધવાની તક મળી શકે છે.
ADVERTISEMENT
વર્ષ બગડતું અટકાવવાનો પ્રયાસ
બોર્ડના આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ફરી તક આપવાનો અને નાપાસ થવાના કારણે તેમનું એક આખું શૈક્ષણિક વર્ષ બગડી ન જાય તે સુનિશ્ચિત કરવાનો છે. સ્ટેટ ઓપન સ્કૂલની વ્યવસ્થા શરૂ થતાં નિયમિત શાળામાં અભ્યાસ ન કરતા અથવા અગાઉની પરીક્ષામાં સફળ ન થઈ શકેલા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વ્યવસ્થામાં વૈકલ્પિક માર્ગ ઊભો થશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ દાહોદના બાવકા તળાવમાં ગણપતિ વિસર્જન દરમિયાન યુવક ડૂબ્યો, યુવકનું કરુણ મો*ત
કોને મળશે તક?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT