ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તમારો રિઝ્યુમ તૈયાર રાખજો! આવી રહી છે 2.5 લાખ નોકરીઓ
Last Updated: 03:09 PM, 20 September 2026
ADVERTISEMENT
તહેવારોનો સીઝન નજીક આવી રહી છે અને સાથે જ યુવાનો માટે રોજગારના મોટા મોકા પણ ખુલી રહ્યા છે. એક ફ્રેસ રિપોર્ટ અનુસાર આ વર્ષે તહેવારી સમયગાળામાં લગભગ 2.5 લાખ નોકરીઓ પેદા થવાની સંભાવના છે. આમાં મોટાભાગની નોકરીઓ સીઝનલ અને ગિગ વર્કના રૂપમાં હશે.
ADVERTISEMENT
ગ્લોબલ ટેક્નોલોજી અને ડિજિટલ ટેલેન્ટ સોલ્યુશન્સ કંપની એનએલબી સર્વિસિસની રિપોર્ટમાં જણાવાયું છે કે જુલાઈથી ડિસેમ્બર 2026 વચ્ચે બે થી 2.5 લાખ જેટલી સીઝનલ અને ગિગ નોકરીઓ આવી શકે છે. તહેવારો દરમિયાન ભરતીમાં 15થી 20 ટકાનો વધારો થવાનો અંદાજ છે. ઈ-કોમર્સ, ક્વિક કોમર્સ, રિટેલ, લોજિસ્ટિક્સ, હોસ્પિટાલિટી અને ટ્રાવેલ જેવા ક્ષેત્રો આ સમયે સૌથી વધુ વ્યસ્ત રહેશે અને તેથી કર્મચારીઓની માંગ વધશે.

ADVERTISEMENT
આ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે હવે તહેવારી ભરતી ફક્ત ટૂંકા ગાળાની જરૂરિયાત નથી રહી. કંપનીઓ આ મારફતે નવા ટેલેન્ટને ઓળખીને લાંબા ગાળાની નોકરીઓ પણ આપવાનું વિચારી રહી છે. જેમાં ઘણી કંપનીઓ તહેવારોની માંગ પૂરી કરવા માટે 12થી 14 અઠવાડિયા અગાઉથી જ ભરતીની તૈયારી શરૂ કરી દે છે.
જેની ખાસ વાત એ છે કે આ નોકરીઓનો મોટો હિસ્સો ટાયર-2 અને ટાયર-3 શહેરોમાંથી આવશે. જેમાં કુલ તહેવારી ભરતીમાં આવા શહેરોની હિસ્સેદારી લગભગ 45 ટકા રહેવાની શક્યતા છે. જયપુર, લખનૌ, ઈંદોર, સુરત, નાગપુર, ભુવનેશ્વર, કોયમ્બતુર, ચંદીગઢ અને કોચી જેવા શહેરોમાં રોજગારની માંગ નોંધપાત્ર રીતે વધી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ સમયે ફ્રેશર્સ અને મહિલાઓ માટે પણ સારા મોકા ઊભા થઈ રહ્યા છે. હવે ગિગ વર્કમાં માત્ર નોન ટેકનીકલ યુવાનો જ નહીં પણ તાલીમબદ્ધ અને ટેક્નિકલી મજબૂત યુવાનોની પણ ભરતી થઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો