ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / સોમવારે ફોકસમાં રહેશે આ 7 શેરો, નવી જાહેરાતોથી આવી શકે છે હલચલ

બિઝનેસ / સોમવારે ફોકસમાં રહેશે આ 7 શેરો, નવી જાહેરાતોથી આવી શકે છે હલચલ

Published By: Nirav Kumar

Last Updated: 03:49 PM, 20 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવારે લેન્સકાર્ટ, મારુતિ સુઝુકી, મઝગાંવ ડોક, એનએમડીસી અને બીજી અમુક કંપનીઓના શેરોમાં મહત્વની ઘટનાઓને કારણે હલચલ જોવા મળી શકે છે.

ADVERTISEMENT

સોમવારે શેરબજાર ખુલતાં પહેલાં અમુક મહત્વના શેરો પર નજર રાખવી જરૂરી છે. આ કંપનીઓમાં થયેલી નવી ઘટનાઓને કારણે તેમના શેરોમાં નોંધપાત્ર હલચલ જોવા મળી શકે છે. રોકાણકારો માટે આ શેરો પર ધ્યાન કેન્દ્રિત રાખવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ એ કંપનીઓ વિષે.

મારુતિ સુઝુકી ઈન્ડિયા

મારુતિએ સ્વિફ્ટ, ડિઝાયર અને બાલેનોના ઓટોમેટિક એસ-સીએનજી વેરિયન્ટ્સ લોન્ચ કર્યા છે. આ નવા વેરિયન્ટ્સમાં સીએનજી પાવરટ્રેનને ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. કંપનીની આ વ્યૂહરચના પર રોકાણકારોની નજર રહેશે.

લેન્સકાર્ટ સોલ્યુશન્સ

લેન્સકાર્ટમાં આશરે 2047 કરોડ રૂપિયાની બ્લોક ડીલ થવાની તૈયારી છે. પ્લેટિનમ જેસમિન ટ્રસ્ટ 682.45 રૂપિયા પ્રતિ શેરના ભાવે શેર વેચવા જઈ રહ્યું છે, જે શુક્રવારના ક્લોઝિંગ ભાવ કરતાં લગભગ 3.5 ટકા ઓછું છે. આને કારણે શેર પર દબાણ આવી શકે છે.

VTV_Digital_5.width-800

મણિપાલ હેલ્થ એન્ટરપ્રાઇઝિસ

મણિપાલ હોસ્પિટલ્સ ચલાવતી આ કંપનીએ તેની સહાયક કંપની દ્વારા જારી કરાયેલા 5310 કરોડ રૂપિયાના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સનું સંપૂર્ણ પેમેન્ટ કરી દીધું છે. આ પગલું કંપનીની બેલેન્સ શીટને મજબૂત બનાવવાના ભાગરૂપે લેવામાં આવ્યું છે. જેની અસર તેના શેરોમાં જોવા મળી શકે છે.

મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ

આ ડિફેન્સ PSUએ આંધ્ર પ્રદેશના દુગરાજપટ્ટનમમાં ગ્રીનફીલ્ડ શિપયાર્ડ બનાવવા માટે NSHIP-AP સાથે કરાર કર્યો છે. આ પ્રોજેક્ટથી આગામી પાંચથી સાત વર્ષમાં લગભગ 45 હજાર લોકોને રોજગાર મળી શકે છે.

નિબે લિમિટેડ

આ ડિફેન્સ કંપનીએ ફ્રાન્સની નેવલ ગ્રુપ સાથે નેવલ શિપબિલ્ડિંગ અને ડિફેન્સ ટેક્નોલોજી માટે કરાર કર્યો છે. જેમાં અંડરવોટર ડ્રોન, સબમરીન સિસ્ટમ અને બીજી ટેક્નોલોજીનો સમાવેશ થાય છે.

નેસ્લે ઈન્ડિયા

FSSAIએ નેસ્લેના અમુક બાળકોના આહાર ઉત્પાદનો અંગે નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવીને કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં કંપનીએ કહ્યું છે કે તેના ઉત્પાદનો નિયમો અનુસાર છે.

વધુ વાંચો : ખુલતાની સાથે જ આ IPOએ ધમાલ મચાવી, લિસ્ટિંગ પર 48 % નફાના સંકેત

NMDC

સરકારી આયર્ન ઓર કંપનીએ 2047 સુધીમાં તેના ઓપરેશનલ ઉત્સર્જનને નેટ-ઝીરો કરવાનો ત્રણ તબક્કાનો રોડમેપ જાહેર કર્યો છે. કંપનીનું લક્ષ્ય ઉત્સર્જનમાં 90 ટકા સીધો ઘટાડો કરવાનું છે.

(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

investors stocks companies stock market

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ