ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીધામમાં મહિલાની નિવસ્ત્ર લાશ મળતાં ચકચાર, દુષ્કર્મ કરીને હત્યાની આશંકા, એક શખ્સ ઝડપાયો

ક્રાઈમ / ગાંધીધામમાં મહિલાની નિવસ્ત્ર લાશ મળતાં ચકચાર, દુષ્કર્મ કરીને હત્યાની આશંકા, એક શખ્સ ઝડપાયો

Published By: Hiralal Parmar
Reported By: Alpesh Goswami

Last Updated: 04:39 PM, 20 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છના ગાંધીધામમાં એક મહિલાની નિવસ્ત્ર હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી હતી. મહિલાની દુષ્કર્મ કરીને હત્યા કરી હોવાની આશંકા છે.

ADVERTISEMENT

ગાંધીધામના મચ્છુનગર પાસે મહિલાની લાશ મળી છે. લાશ બિલકુલ નગ્ન હાલતમાં મળી હતી. મહિલાની સાથે દુષ્કર્મનો પ્રયાસ કે દુષ્કર્મની આશંકા છે. પોલીસે મૂળ ઓડિશાની એક શખ્સની અટકાયત કરી છે. આ શખ્સ ટ્રેનમાં બેસી નાસી જવાની ફિરાકમાં હતો પરંતુ પોલીસે વેળાસર એક્શન લઈને તેને ઝડપી પાડ્યો હતો.

અનેક ટીમ તપાસમાં જોડાઈ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને SOG, LCB અને B ડિવિઝન પોલીસની ટીમોને પણ તપાસમાં જોડાઈ હતી. આરોપીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.ઘટનાસ્થળે ડોગ સ્કવોડ અને ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી હતી. બંને ટીમો દ્વારા સ્થળ પરથી મહત્વના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો : VIDEO : ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલની મેસમાં વાસી-સડેલું ભોજન અપાયું, મસાલા પણ એક્સપાયર, વિદ્યાર્થીઓનો હોબાળો

દુષ્કર્મ અને હત્યાની આશંકા

મહિલાની લાશ નિવસ્ત્ર હાલતમાં મળી હોવાથી દુષ્કર્મની આશંકા છે. પોલીસે એક આરોપીની અટકાયત કરી છે જેની પૂછપરછ ચાલી રહી છે. આ શખ્સ મૂળ ઓડિશાનો હતો અને તે તેના રાજ્ય ભાગવાની ફિરાકમાં હતો પરંતુ તે ટ્રેનમાં બેસીને ફરાર થાય એ પહેલા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. મહિલાની ઓળખ, મોતનું કારણ અને ઘટનાની સંપૂર્ણ હકીકત જાણવા પોલીસ દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Latest Gujarat News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ