ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / શૂટિંગમાં ભારતે મેળવ્યો પ્રથમ મેડલ, 10 મીટર એર રાઈફલ મહિલા ટીમે જીત્યો મેડલ

Asian Games 2026 / શૂટિંગમાં ભારતે મેળવ્યો પ્રથમ મેડલ, 10 મીટર એર રાઈફલ મહિલા ટીમે જીત્યો મેડલ

Published By: Vishal Khamar

Last Updated: 10:07 AM, 20 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત ટેકબોલમાં બ્રોન્ઝ મેડલની બંને મેચ હારી ગયું, જ્યારે હોકી ટીમે ઉઝબેકિસ્તાન સામે ગોલનો ધમાલ મચાવ્યો.

ADVERTISEMENT

એશિયન ગેમ્સમાં ભારત માટે પહેલો દિવસ શાનદાર રહ્યો. દેશને પોતાનો પહેલો સિલ્વર મેડલ મળ્યો અને કોમ્બેટ સ્પોર્ટ્સમાં પણ મેડલ મેળવ્યો. ભારતને શૂટિંગમાં પહેલી મોટી સફળતા ત્યારે મળી જ્યારે ઇલાવેનિલ વાલારિવન, સોનમ મસ્કર અને વિદર્શ વિનોદની ત્રિપુટીએ મહિલાઓની 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં ચીન પછી બીજા સ્થાને રહીને સિલ્વર મેડલ જીત્યો. મિક્સ માર્શલ આર્ટ્સમાં, સુચિકાએ પોતાનો ક્વાર્ટર-ફાઇનલ મેચ જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો અને આ રમતમાં ભારતનો પહેલો મેડલ સુરક્ષિત કર્યો.

દરમિયાન, ભારતીય મહિલા હોકી ટીમે પોતાના અભિયાનની મજબૂત શરૂઆત કરી, પોતાના પહેલા પૂલ મેચમાં ઉઝબેકિસ્તાનને 19-0થી હરાવ્યું. અન્ય ઇવેન્ટ્સમાં નિરાશાઓ બાદ આ મોટી સફળતાઓએ ભારતીય ટુકડીને વેગ આપ્યો. વુશુમાં ભારતની મેડલની આશા ત્યારે ઠગારી નીવડી જ્યારે સૂરજ સિંહ પુરુષોના ચાંગક્વાન ફાઇનલમાં 11મા સ્થાને રહ્યો, જ્યારે ભારત ટેકબોલમાં પણ ખાલી હાથે પરત ફર્યું. ક્વિન્સી ડિસોઝા મહિલા સિંગલ્સના બ્રોન્ઝ પ્લેઓફમાં હારી ગઈ અને પછી, મોહમ્મદ અનસ ઇમરાન બેગ સાથે ભાગીદારી કરીને, મિક્સ ડબલ્સમાં સીધા સેટમાં બ્રોન્ઝ હારી ગઈ. હવે બધાની નજર ક્રિકેટ પીચ પર છે, જ્યાં હરમનપ્રીત કૌરની ટીમ ગોલ્ડ મેડલ મેચમાં સ્થાન મેળવવા માટે સેમિફાઇનલમાં બાંગ્લાદેશનો સામનો કરશે.

હોકીમાં 19-0 થી હાર

ભારતીય મહિલા હોકી ટીમે ઉઝબેકિસ્તાનને 19-0થી હરાવ્યું હતું. ભારત તરફથી દીપિકા પાદુકોણ (8), ઈશિકા (3), નેહા (2), લલથાંતુલાંગી (2), લાલરેમસિયામી (1), બલજીત (1), સાક્ષી રાણા (1), અને નવનીત કૌરે (1) ગોલ કર્યા હતા. તેઓએ તેમના અભિયાનની શરૂઆત 19-0ની વ્યાપક જીત સાથે કરી હતી. દીપિકા અને ઈશિકા માટે બે હેટ્રિક. દીપિકાએ નવ ગોલ કર્યા, જેમાંથી પાંચ પેનલ્ટી કોર્નરમાંથી આવ્યા.

શૂટિંગમાં સિલ્વર

ભારતે મહિલાઓની 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. આઈચી-નાગોયા એશિયન ગેમ્સમાં આ ભારતનો પહેલો મેડલ છે. ઈલાવેનિલ વાલારિવન, સોનમ મસ્કર અને વિદર્શા વિનોદે શાનદાર પ્રદર્શન કર્યું અને ભારત ચીન પછી બીજા સ્થાને રહ્યું.

આ પણ વાંચોઃ એશિયન ગેમ્સમાં મહિલા ટીમ સાથે ભેદભાવ કરી રહ્યું છે BCCI? પુરુષ ટીમ માટે અલગ હોટલ બુકિંગને લઈ ઉઠ્યા સવાલો

કોરિયન શૂટર ચો યુનબ્યોલ પાસે છ શોટ બાકી હતા. ટીમ સ્ટેન્ડિંગમાં ભારતને પાછળ છોડી દેવા માટે, કોરિયન ટીમને દરેક શોટમાં 10.9 ના સ્કોરની જરૂર હતી અને તે બન્યું નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asian Games 2026 India schedule Asian Games 2026 Asian Games 2026 live updates

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ