ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 10:51 AM, 20 September 2026
1/7
CBDTએ આવકવેરાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરીને દેશભરના કરદાતાઓ અને કર વ્યવસાયિકોને મોટી રાહત આપી છે. આવકવેરા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી નવી સૂચના હેઠળ, 'ફોર્મ 169' અને 'ફોર્મ 171'ના વર્તમાન સ્વરૂપોમાં જરૂરી સુધારા-વધારા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, CBDTએ આ ફોર્મ ભરવાની અને તેની સાથે સંકળાયેલી ફરજિયાત કર અનુપાલન પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની સમયમર્યાદા લંબાવી છે, જેનાથી ટેક્સપેયર્સને સચોટ વિગતો સાથે તેમના દસ્તાવેજો રજૂ કરવા માટે વધારાનો સમય મળ્યો છે.
2/7
આવકવેરાના નિયમોમાં આ નવો બદલાવ ટેક્સ કંપ્લાયન્સ પ્રોસેસને વધુ ટ્રાંસપેરેન્ટ, સરળ અને સુલભ બનાવવાના ઉદ્દેશ્યથી અમલમાં મૂકવામાં આવ્યો છે. તકનીકી પાસાઓ અને ટેક્સપેયર્સના સૂચનોને ધ્યાનમાં લઈને, CBDTએ નવા સુધારેલા ફોર્મ્સને નોંધપાત્ર રીતે સરળ બનાવ્યા છે. કર-પાલનની સમયમર્યાદામાં કરવામાં આવેલો વધારો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CAs), કોર્પોરેટ્સ અને ટેક્સપેયર્સને છેલ્લી ઘડીની દોડધામ અને સર્વર સંબંધિત સમસ્યાઓમાંથી રાહત આપશે, જેનાથી તેઓ કોઈપણ પ્રકારની લેટ ફી કે દંડ ભર્યા વિના તેમની ડિટેલ સબમિટ કરી શકશે.
ADVERTISEMENT
3/7
4/7
CBDTએ કર વસૂલાતને લગતા નિયમ 225માં પણ સુધારો કર્યો છે. આ નિયમ હેઠળની કેટલીક જોગવાઈઓ દૂર કરવામાં આવી છે, જેમાં ધરપકડ અને અટકાયતને લગતી જોગવાઈઓનો પણ સમાવેશ થાય છે. આ સુધારાને કારણે કર વસૂલાતના નિયમોની સંબંધિત જોગવાઈઓમાંથી ધરપકડ અને અટકાયતના ઉલ્લેખો દૂર થઈ ગયા છે.
ADVERTISEMENT
5/7
આ સુધારો વેલ્યૂઅર તરીકે રજિસ્ટ્રેશન કરાવવા ઈચ્છતા લોકોને વધુ સમય પૂરો પાડશે. નિયમ 246 હેઠળ, અગાઉ 30 સપ્ટેમ્બર, 2026 નક્કી કરવામાં આવેલી સમયમર્યાદા લંબાવીને 31 માર્ચ, 2027 કરવામાં આવી છે. હવે અરજદારો પાસે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વધારાના છ મહિનાનો સમય હશે.
6/7
ADVERTISEMENT
7/7
નાણાકીય વર્ષ 2026-2027 માટે આવકવેરા ઓડિટની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2026 છે અને તે કરદાતાઓની ચોક્કસ શ્રેણીને લાગુ પડે છે. માત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ જ આવકવેરા ઓડિટ કરી શકે છે. ઓડિટ પૂર્ણ થયા બાદ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કરદાતા વતી ITR ઈ-ફાઈલિંગ સિસ્ટમ પર ટેક્સ ઓડિટ રિપોર્ટ અપલોડ કરવાનો રહે છે. આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 44 AB હેઠળ, કરદાતાઓએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે તેમના હિસાબોનું ઓડિટ કરાવવું અને ટેક્સ ઓડિટ રિપોર્ટ સબમિટ કરવો ફરજિયાત છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ