ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / એશિયન ગેમ્સમાં મહિલા ટીમ સાથે ભેદભાવ કરી રહ્યું છે BCCI? પુરુષ ટીમ માટે અલગ હોટલ બુકિંગને લઈ ઉઠ્યા સવાલો
Last Updated: 05:12 PM, 19 September 2026
ADVERTISEMENT
Asian Games 2026: ભારતીય ક્રિકેટ ટીમ 2026 એશિયન ગેમ્સ માટે તૈયારી પુરી કરી ચુક્યુ છે. આ દરમિયાન ટીમના રહેવાની વ્યવસ્થા અંગે મહત્વપૂર્ણ વાત સામે આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પુરુષોની ક્રિકેટ ટીમ માટે અલગ રહેવાની વ્યવસ્થા કરી છે, જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સના આયોજકો દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓમાં રહેશે.
ADVERTISEMENT
આનું કારણ ભારતીય પુરુષ ટીમની મોટી ટુકડી હોવાનું માનવામાં આવે છે. એક ન્યૂઝ અહેવાલ અનુસાર બીસીસીઆઇ સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે પુરુષ ટીમની કુલ ટુકડી નિર્ધારિત સંખ્યા કરતાં વધુ છે. આમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો સમાવેશ થાય છે. પરિણામે બોર્ડે સમગ્ર ટીમને એકસાથે સમાવવા માટે અલગ વ્યવસ્થા કરી છે.
પુરુષ ટીમને અલગ રાખવાનું કારણ શું છે?
ADVERTISEMENT
બીસીસીઆઇ અનુસાર પુરુષ ટીમની સંખ્યા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ છે. બોર્ડ ઇચ્છતું નથી કે ટુર્નામેન્ટ દરમિયાન ટીમના સભ્યોને અલગ અલગ સ્થળોએ રાખવામાં આવે. સૈકિયાએ જણાવ્યું હતું કે બીસીસીઆઇએ પુરુષ ટીમ માટે પોતાની વ્યવસ્થા કરી છે જેથી આખી ટીમ સાથે રહી શકે. મહિલા ટીમનો દળ નિર્ધારિત 20 સભ્યોની મર્યાદામાં છે. તેથી મહિલા ટીમને આયોજન સમિતિ દ્વારા પૂરી પાડવામાં આવેલી રહેઠાણ વ્યવસ્થામાં રાખવામાં આવશે.
BCCI ને આયોજન સમિતિ પર વિશ્વાસ છે
ADVERTISEMENT
કેટલાક અહેવાલોએ એશિયન ગેમ્સમાં ખેલાડીઓના રહેવા અને સ્થળની સુવિધાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. જોકે BCCI એ સ્થાનિક આયોજન સમિતિની વ્યવસ્થા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દેવજીત સૈકિયાએ મીડિયાને કહ્યું કે બોર્ડને આશા છે કે આયોજન સમિતિ ખેલાડીઓને જરૂરી સુવિધાઓ પૂરી પાડશે.
શું મહિલા ટીમ સાથે ભેદભાવ કરવામાં આવે છે?
ADVERTISEMENT
જોકે કંટિજેંટની વાત કહેવાઇ રહી છે પરંતુ પુરુષોની ટીમ માટે અલગ હોટલની વ્યવસ્થા કરવી ક્યાકને ક્યાંક ભેદભાવ દર્શાવે છે. પુરુષોની ટીમ જાપાનમાં ફાઇનલ સહિત માત્ર ત્રણ મેચ રમવાની છે, પરંતુ તેમના માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે મહિલા ટીમ આયોજકો પર છોડી દેવામાં આવી છે. આમાં ભેદભાવ જેવું લાગે છે. બંને ટીમો બીસીસીઆઇની માલિકીની છે, તેથી એક માટે અલગ વ્યવસ્થા પ્રશ્નો જરૂર ઉભા કરશે.
ટીમ ઇન્ડિયા આ વખતે તેની સંપૂર્ણ તાકાત મેદાનમાં ઉતારશે
ADVERTISEMENT
બીસીસીઆઇ એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમ અંગે ખૂબ જ ગંભીર વલણ અપનાવ્યું છે. ભારત આ ટુર્નામેન્ટમાં એક મજબૂત ટી20 ટીમ ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. ટીમમાં જસપ્રીત બુમરાહ અને કેપ્ટન શ્રેયસ ઐયર જેવા મુખ્ય ખેલાડીઓનો પણ સમાવેશ થશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ક્રિકેટ / ભારત વિ. અફઘાનિસ્તાન મેચમાં અભિષેક શર્માએ રચ્યો ઈતિહાસ, 30 બોલમાં ફટકારી સદી, રોહિત શર્માનો રેકોર્ડ તૂટ્યો
ભારતે 2023 હાંગઝોઉ એશિયન ગેમ્સમાં પુરુષ ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે સમયે ભારતે સેકંડ કેટેગરીની ટીમ મોકલી હતી કારણ કે મુખ્ય ખેલાડીઓ વનડે વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત હતા. આ વખતે બીસીસીઆઇએ એશિયન ગેમ્સને વધુ મહત્વ આપવાનું અને એક મજબૂત ટીમ મોકલવાનું નક્કી કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ