ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / પીરિયડ્સ પર પુરુષોને લઇ આ શું કહી દીધું એક્ટ્રેસ શ્રુતિ હાસને? સોશિ. મીડિયામાં જાગી ચર્ચા

મનોરંજન / પીરિયડ્સ પર પુરુષોને લઇ આ શું કહી દીધું એક્ટ્રેસ શ્રુતિ હાસને? સોશિ. મીડિયામાં જાગી ચર્ચા

Published By: Bijal Vyas

Last Updated: 12:51 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્ટ્રેસ શ્રુતિ હાશને સોહા અલી ખાનના પોડકાસ્ટ પર ખુલાસો કર્યો કે તેણે શૂટિંગ દરમિયાન પોતાના પિરિયડ્સ વિશે દિગ્દર્શકને જાણ કરવાનું શીખી લીધું છે.

ADVERTISEMENT

સોહા અલી ખાનના પોડકાસ્ટ પર, એક્ટ્રેસ શ્રુતિ હાશને ફિલ્મોના શૂટિંગ દરમિયાન માસિકના દુખાવાનો સામનો કરવા વિશે ખુલીને વાત કરી. તેણે એક કિસ્સો જણાવ્યો કે. જ્યારે એક કો-સ્ટારનાઘૂંટણની સર્જરીના દુખાવા વિશે વાત કરી, ત્યારે ફિલ્મની ટીમે તે મુજબ તેમના કામમાં ફેરફાર કર્યા હતા. શ્રુતિએ એ પણ ઉલ્લેખ કર્યો કે તેણે "હજારો વાર પ્રાર્થના કરી છે" કે પુરુષોને પણ પીરિયડ્સનો અનુભવ થાય, જેથી આ બાબતને કામના ક્રોન્ટ્રાક્ટમાં સામેલ કરી શકાય.

શ્રુતિ અને સોહાએ હોર્મોન્સ અને પીરિયડ્સ વિશેની ગેરસમજો અંગે ચર્ચા કરી. શ્રુતિએ કહ્યું, "જુઓ, આનો એક જ ઉપાય છે, અને મેં હજારો વાર એવી પ્રાર્થના કરી છે કે પુરુષોને પણ માસિક આવતું હોત તો પછી આપણા કરારોમાં 'પીરિયડ હોલિડેઝ' (માસિક દરમિયાન રજા)નો સમાવેશ કરવામાં આવ્યો હોત."

સોહા પણ સહમત થઈ કે તે મદદરૂપ થશે, પરંતુ તેણે ઉમેર્યું કે પછી પુરુષો એ બાબતે સ્પર્ધા કરશે કે તે મહિને તેમને કેટલો બ્લડિંગ થયુ અથવા તેમના ટેમ્પોન કેટલા મોટા હતા.

પીરિયડ્સ વિશે જણાવવા પર જોર

શ્રુતિએ જણાવ્યું કે, PCOS (પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ) ને કારણે તેને માસિક દરમિયાન ખૂબ જ પીડાનો સામનો કરવો પડે છે. જોકે, તેણે ઉલ્લેખ કર્યો કે, તેની કારકિર્દીની શરૂઆતમાં તે શૂટિંગના સેટ પર આ વિશે વાત કરી શકતી નહોતી. તેણે નોંધ્યું કે આ માત્ર એક સંકોચજનક કે વર્જિત વિષય નહોતો, પરંતુ ઘણા લોકો તેના વિશે બિલકુલ ચર્ચા કરવા માંગતા નહોતા. તેમ છતાં, દિગ્દર્શકોને એવો પ્રશ્ન થતો કે તે કેમ અલગ દેખાય છે અથવા અમુક દિવસોએ તેની એનર્જીનું લેવલ કેમ અલગ રહે છે.

Shruti Haasan saree look (3)

શ્રૃતિ હાસનના વર્ક ફ્રન્ટની વાત કરીએ

શ્રુતિ છેલ્લે લોકેશ કનગરાજની 2025ની ફિલ્મ 'કુલી'માં જોવા મળી હતી. રજનીકાંતની મુખ્ય ભૂમિકા ધરાવતી આ ફિલ્મમાં નાગાર્જુન અક્કીનેની, સૌબિન શાહિર, ઉપેન્દ્ર, સત્યરાજ અને રચિતા રામ પણ મહત્વની ભૂમિકાઓમાં હતા. આમિર ખાને તેમાં ટૂંકી ભૂમિકા (કેમિયો) ભજવી હતી, જ્યારે પૂજા હેગડે એક ખાસ ગીતમાં જોવા મળી હતી. આ ફિલ્મે વિશ્વભરમાં 518 કરોડ રુપિયાની કમાણી કરી હતી, પરંતુ તેને મિક્સ રિવ્યૂ મળ્યો હતો.

આ પણ વાંચોઃ Bigg Boss 20માં થયું ફર્સ્ટ એલિમિનેશન! જુઓ કયું કન્ટેસ્ટન્ટ શોમાંથી આઉટ?

આ વર્ષે, શ્રુતિએ બુચી બાબુ સનાની ફિલ્મ પેદ્દી માટે રામ ચરણ અને જાહ્નવી કપૂર સાથે 'હેલ્લાલો' ગીતમાં જોવા મળી હતી. તેના આગામી પ્રોજેક્ટ્સમાં માયસ્કીન દ્વારા દિગ્દર્શિત અને મુખ્ય ભૂમિકામાં વિજય સેતુપતિ અભિનીત તમિલ ફિલ્મ ટ્રેન છે. આ ઉપરાંત તે પવન સદિનેનીની તેલુગુ ફિલ્મ આકાસમલો ઓકા તારા પર કામ કરી રહી છે, જેમાં દુલકર સલમાન અને સાત્વિકા વીરવલ્લી મુખ્ય ભૂમિકામાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

leave during menstruation prayed for men to get periods shruti haasan

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ