ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુભાષ બ્રિજ RTOની કાર્યવાહી પર સવાલ, 12 મહિનામાં માત્ર 39 ગેરકાયદે કોમર્શિયલ વાહનો ડિટેઇન
Last Updated: 02:04 PM, 19 September 2026
ADVERTISEMENT
સુભાષ બ્રિજ આરટીઓ દ્વારા અન્ય રાજ્યમાં નોંધાયેલાં અને ગુજરાતમાં માન્ય પરમિટ વિના દોડતાં ગેરકાયદે કોમર્શિયલ વાહનો સામેની કાર્યવાહી જાણે ઠપ થઈ ગઈ છે. સપ્ટેમ્બર-૨૦૨૫થી ઓગસ્ટ-૨૦૨૬ દરમિયાન માત્ર ૩૯ વાહનો ડિટેઇન કરાયાં છે એટલે કે સરેરાશ મહિને માત્ર ત્રણ જેટલાં વાહનો સામે કાર્યવાહી થઈ છે.
ADVERTISEMENT

અધિકારીઓના જણાવ્યા મુજબ નબળી અમલવારી પાછળ કર્મચારીઓની ભારે અછત મુખ્ય કારણ છે. આરટીઓની મંજૂર સંખ્યા ૫૪ ઇન્સ્પેક્ટરની છે, પરંતુ હાલમાં ૩૮ ઇન્સ્પેક્ટર જ કાર્યરત હોવાથી ૧૬ જગ્યાઓ ખાલી છે એટલે કે સ્ટાફમાં લગભગ ૩૦ ટકા ઘટ છે. તેના કારણે શહેરમાં નિયમિત પેટ્રોલિંગ અને સ્થળ પરની તપાસને અસર પહોંચી છે.
ADVERTISEMENT
કેટલાક કોમર્શિયલ વાહનચાલકો ગુજરાતના ઊંચા રોડ ટેક્સથી બચવા માટે બસ-ટ્રક અને કેબનું રજિસ્ટ્રેશન અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ જેવાં રાજ્યમાં કરાવતા હોવાનો આક્ષેપ છે. આવાં વાહનોને ગુજરાતમાં કોમર્શિયલ રીતે ચલાવવા માટે માન્ય આંતરરાજ્ય પરમિટ, કાઉન્ટર-સિગ્નેચર અથવા સ્થાનિક ટેક્સની જોગવાઈઓનું પાલન કરવું જરૂરી છે, જોકે આ જરૂિરયાતો પૂરી કર્યા વિના અનેક વાહનો શહેરના રસ્તાઓ પર દોડતાં હોવાના આક્ષેપો છે.
ADVERTISEMENT
RTOના અમલવારીના આંકડા મુજબ સપ્ટેમ્બર-૨૦૨૫ પછી કાર્યવાહી કરવામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર-૨૦૨૫માં 19 વાહનો ડિટેઇન કરાયાં હતાં. ત્યાર બાદ ઓક્ટોબરમાં બે, નવેમ્બર અને ડિસેમ્બરમાં એક-એક વાહન ડિટેઇન કરાયું હતું. જાન્યુઆરી-૨૦૨૬માં એક પણ વાહન ઝડપાયું નહોતું. ફેબ્રુઆરીમાં એક, માર્ચમાં છ, એપ્રિલમાં એક, મેમાં બે, જૂનમાં ત્રણ, જુલાઈમાં બે અને ઓગસ્ટમાં એક વાહન ડિટેઇન કરાયું હતું.
ADVERTISEMENT
મોટર વ્હીકલ્સ એક્ટની કલમ-૧૯૨એ હેઠળ માન્ય પરમિટ વિના કોમર્શિયલ વાહન ચલાવનારને રૂ. ૨,૦૦૦થી રૂ. ૧૦,૦૦૦ સુધીનો દંડ થઈ શકે છે. આ ઉપરાંત વાહનચાલક સામે કેદની કાર્યવાહી અને વાહન ડિટેઇન કરવાની જોગવાઈ પણ છે. ગુજરાત મોટર વ્હીકલ્સ ટેક્સ એક્ટ હેઠળ રોડ ટેક્સ બાકી હોય તો ૨૫ ટકા દંડની પણ જોગવાઈ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : સોના-ચાંદીના ભાવમાં તેજીની અસર, યુનિવર્સિટીઓમાં ગોલ્ડ મેડલ મોંઘા
સ્થાનિક વાહનચાલકોનો આક્ષેપ છે કે પૂરતો સ્ટાફ ન હોવાથી નિયમિત તપાસ અને અમલવારી થઈ શકતી નથી, પરિણામે મોટી સંખ્યામાં અન્ય રાજ્યમાં નોંધાયેલાં કોમર્શિયલ વાહનો મર્યાદિત તપાસ વચ્ચે શહેરમાં દોડતાં રહે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.