ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bigg Boss 20માં થયું ફર્સ્ટ એલિમિનેશન! જુઓ કયું કન્ટેસ્ટન્ટ શોમાંથી આઉટ?

ટેલિવિઝન / Bigg Boss 20માં થયું ફર્સ્ટ એલિમિનેશન! જુઓ કયું કન્ટેસ્ટન્ટ શોમાંથી આઉટ?

Published By: Jinal Chauhan

Last Updated: 09:28 AM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાનના રિયાલિટી શો Bigg Boss 20માં પહેલા એલિમિનેશનના અહેવાલ સામે આવ્યા છે. રિપોર્ટ્સ પ્રમાણે રોહેદ ખાનની ઘરમાંથી વિદાય થઈ છે, જેને પગલે તેના ફેન્સને ઝટકો લાગ્યો છે.

ADVERTISEMENT

Bigg Boss 20ની શરૂઆત સાથે જ ઘરમાં અલગ-અલગ ક્ષેત્રના 16 કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. હવે શોના બીજા અઠવાડિયામાં પ્રથમ એલિમિનેશન થયું હોવાના અહેવાલ છે. રોહેદ ખાનને ઘર છોડવું પડ્યું હોવાની ચર્ચા છે. જોકે, આ એલિમિનેશનની સત્તાવાર જાહેરાત એપિસોડમાં થાય ત્યાં સુધી તેને અહેવાલ તરીકે જ જોવું જરૂરી છે.

Bigg Boss 20માંથી રોહેદ ખાન થયો બહાર?

સલમાન ખાન હોસ્ટેડ Bigg Boss 20માં પ્રથમ એલિમિનેશનને લઈને ચર્ચા તેજ બની છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રોહેદ ખાનને શોમાંથી બહાર કરવામાં આવ્યો છે. શોની શરૂઆતથી જ રોહેદની હાજરી અને ટાસ્કમાં તેની ભાગીદારી ખાસ જોવા મળી નહોતી. ઘરના અન્ય કામોમાં પણ તે ઓછો સક્રિય દેખાતો હોવાની ચર્ચા હતી. આ કારણે તેના એલિમિનેશનના અહેવાલ સામે આવ્યા છે.

સલમાન ખાને પણ રોહેદના ગેમ પર ઉઠાવ્યા હતા સવાલ

વીકએન્ડ કા વારમાં સલમાન ખાને પણ રોહેદને તેના ગેમ અંગે સવાલ કર્યા હતા. સલમાનના કહેવા પ્રમાણે શોમાં રોહેદની રમત ખાસ દેખાઈ રહી નહોતી. ટાસ્ક દરમિયાન ઓછો દેખાવ અને ઘરની પ્રવૃત્તિઓમાં ઓછી ભાગીદારીને કારણે તેની રમત પર સવાલ ઊભા થયા હતા. હવે રિપોર્ટ્સમાં તેના એલિમિનેશનની વાત સામે આવી છે.

આ ત્રણ કન્ટેસ્ટન્ટ્સ પર લટકી રહી હતી એલિમિનેશનની તલવાર

બિગ બોસે નોમિનેશનના નિયમો અંગે થયેલી ચર્ચા બાદ આસિફ ખાન, તન્મય સિંહ ઉર્ફે ScoutOP અને રોહેદ ખાનને સીધા નોમિનેટ કર્યા હતા. આ ત્રણેય કન્ટેસ્ટન્ટ્સ પર ઘરમાંથી બહાર થવાનું જોખમ હતું. અહેવાલો પ્રમાણે આ વખતે રોહેદ ખાનને શોમાંથી વિદાય લેવી પડી છે. જોકે, શોના મેકર્સ તરફથી સત્તાવાર પુષ્ટિ થાય તે પછી જ એલિમિનેશન અંગે અંતિમ સ્પષ્ટતા થશે.

vtv app promotion

આ પણ વાંચોઃ વજન વધતાં ટ્રોલ થઈ કટરીના કૈફ, સપોર્ટમાં આવ્યો 'ઝીંદગી ના મિલેગી દોબારા'નો કો-સ્ટાર હૃતિક રોશન

ઘરમાં કોને ગણાવ્યો ફેક મેમ્બર અને ક્રાય બેબી?

શોમાં બિગ બોસે તમામ કન્ટેસ્ટન્ટ્સને એક રૂમમાં બોલાવી ક્વિઝ રમાડી હતી. તેમાં ઘરના સૌથી ફેક મેમ્બર, સૌથી વધુ રડતા કન્ટેસ્ટન્ટ અને બુલિ ગેંગ અંગે સવાલ પૂછવામાં આવ્યા હતા. ફેક મેમ્બર તરીકે અમન ગાંધીનું નામ સામે આવ્યું હતું, જ્યારે ક્રાય બેબી તરીકે અરિશ્ફાનું નામ લેવામાં આવ્યું હતું. જોકે, ઘરના બુલિ ગેંગ તરીકે કોનું નામ સામે આવ્યું તે અંગેની માહિતી આગામી એપિસોડમાં જોવા મળી શકે છે.

Bigg Boss 20માં આ 16 કન્ટેસ્ટન્ટ્સે લીધી છે એન્ટ્રી

Bigg Boss 20માં ટીવી, મનોરંજન, રમતગમત અને સોશિયલ મીડિયાની દુનિયાની જાણીતી હસ્તીઓએ ભાગ લીધો છે. આ સીઝનમાં મેરી કોમ, માહી વિજ, કનિકા માન, આમ્રપાલી દુબે, ઈશા રિખી, ખુશી દુબે, અરિશ્ફા ખાન, કુશલ તંવર ઉર્ફે ગુલ્લુ, તન્મય સિંહ ઉર્ફે ScoutOP, રેપર યંગ DSA, આસિફ ખાન, ફૈઝલ ખાન, કાઝી તૌકીર, અમન ગાંધી, ઉદિતિ સિંહ અને રિતિ તિવારી જોવા મળી રહ્યાં છે. આ દરમિયાન ગુલ્લુ ઘરના બીજા કેપ્ટન બન્યા હોવાના અહેવાલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bigg Boss 20 First Elimination Bigg Boss 20 News Rohed Khan Eviction

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ